દોષી રામ રહીમને ફરી મળી ફર્લો, અગાઉ મળી હતી પેરોલ, બંનેમાં શું ફરક?
ડેરા સચ્ચા સૌદા પ્રમુખ ગુરમીત રામ રહિમને ફરી એક વખત ફર્લો મળી ગયા છે. હવે રામ રહીમ 21 દિવસ માટે જેલથી બહાર રહેશે. તેને મંગળવારે સવારે છોડવામાં આવ્યો અને કહેવામાં આવી રહ્યું છે કે 21 દિવસ તે બાગપતના બરનાવા આશ્રમમાં રહેશે. એવું પહેલી વખત નથી કે રામ રહિમ સજા ભોગવતો ભોગવતો જેલથી બહાર આવ્યો છે, આ અગાઉ પણ 8 વખત તે જેલથી બહાર આવી ચૂક્યો છે. અગાઉ રામ રહિમ પેરોલના આધાર પર ઘણી વખત બહાર આવ્યો હતો.
રામ રહિમને 6 વખત પેરોલ મળી ચૂક્યા છે અને 2 વખત ફર્લો. આ અગાઉ પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે હરિયાણા સરકારને કહ્યું હતું કે તે ડેરા સાચ્ચા સૌદા પ્રમુખને તેની મંજૂરી વિના પેરોલ ન આપે. ત્યારબાદ રામ રહિમે કોર્ટમાં અપીલ કરી અને હવે 21 દિવસના ફર્લો મળી ગયા છે. જ્યારે કોઇ કેદી સજા ભોગવી રહ્યો હોય કે પછી અંડર ટ્રાયલ કેસમાં જેલમાં હોય તો તેને થોડા થોડા સમય માટે જેલથી બહાર આવવાની મંજૂરી હોય છે. તેમાં ફર્લો, પેરોલ, જામીન વગેરે સામેલ છે, જેના માધ્યમથી કેદી જેલથી બહાર આવે છે. અગાઉ પેરોલ અને હવે ફર્લો. હવે સવાલ એવો ઉઠે છે કે આખરે આ બંને વચ્ચે અંતર શું છ અથવા ફરક શું છે? અને એ કયા આધાર પર નક્કી થાય છે ચાલો જાણીએ.
શું હોય છે ફર્લો?
જ્યારે કોઇ કેદી સજા ભોગવી રહ્યો હોય કે પછી તેને જેલમાંથી થોડા દિવસની છુટ્ટી આપવામાં આવે છે તો તેને ફર્લો કહેવામાં આવે છે. પોલીસ તપાસ બાદ જ્યારે કોર્ટ કોઇ વ્યક્તિને દોષી કરાર આપીને સજામાંથી થોડા દિવસની છુટ્ટી આપવામાં આવે છે અને ત્યારબાદ કેદી જેલમાંથી બહાર રહી શકે. ફર્લોની ખાસ વાત એ છે કે એવી છુટ્ટી હોય છે જે કોઇ કારણ વિના મળે છે. ફર્લો માટે કોઇ કારણ બતાવવાની જરૂરિયાત નથી હોતી અને જેલની જિંદગીથી થોડા દિવસ અલગ રહેવા માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે.
તે સમય સમય પર કારણ વિના કેદીને આપવામાં આવે છે જેથી કેદી થોડા દિવસ પરિવાર અને સામાજિક સંબંધો યથાવત રાખી શકે. જો કે, જે કેદીઓને લઇને એ ડર રહે છે કે તેનું બહાર આવવું બરાબર નથી તો તેને ફર્લો આપવામાં આવતી નથી. ખાસ વાત એ છે કે તેની સાથે જોડાયેલા નિયમ દરેક રાજ્યના હિસાબે અલગ છે જેમ કે ઉત્તર પ્રદેશમાં કેદીઓ પાસે ફર્લો ઓપ્શન નથી. ઘણા લોકોનું માનવું છે કે એ કાયદાકીય અધિકાર છે, પરંતુ છુટ્ટી જેલ અધિક્ષકના મંતવ્યના આધાર પર જ આપવામાં આવે છે અને જોવામાં આવે છે કે કેદીની મુક્તિથી સાર્વજનિક શાંતિનું ઉલ્લંઘન તો નથી થતું.
શું હોય છે પેરોલ?
હવે વાત કરીએ પેરોલની. પેરોલ પણ ફર્લોની જેમ જ એક છુટ્ટી હોય છે. જેમાં કોઇ વિશેષ કારણથી કેદીને જેલથી બહાર આવવાની મંજૂરી આપવામાં આવે છે. એ અંડર ટ્રાયલ કેદીઓની સ્થિતિમાં પણ મળી જાય છે. તેમાં કેદીએ એક ખાસ કારણ બતાવવું પડે છે કે તમારે કેમ બહાર જવું છે. જેમ કે કેદીઓના પરિવારમાં કોઇનું મોત થઇ જવા કે મેડિકલ કારણોને લઇને આ છૂટ આપવામાં આવે છે, જેને પેરોલ કહેવામાં આવે છે. પેરોલ પણ 2 પ્રકારના હોય છે જેમાં એક કસ્ટડી પેરોલ અને રેગ્યુલર પેરોલ.
કસ્ટડી પેરોલમાં કેટલીક વિશેષ પરિસ્થિતિઓમાં જેલથી બહાર આવવાની મંજૂરી મળે છે, પરંતુ તે પોલીસ કસ્ટડીમાં જ રહે છે. જેમ કે કોઇને મળવાની મંજૂરી મળી છે તો કેદી બહાર તો આવી શકે છે, પરંતુ સાથે પોલીસ રહે છે અને તેની સાથે મળાવીને પોલીસ ફરી જેલમાં લઇ જાય છે. જેમ મનીષ સિસોદિયાને પત્નીને અઠવાડિયામાં એક વખત મળવા માટે કસ્ટડી પેરોલ આપવામાં આવી હતી. એ સિવાય રેગ્યુલર પેરોલ હોય છે, જેમાં કેદી આઝાદ ક્યાંય પણ ફરી શકે છે. જો કે, પેરોલ અને ફર્લો બંનેમાં કેટલીક શરતો પણ હોય છે, જેની સાથે જ કેદીને થોડા દિવસ માટે છોડવામાં આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp