રામ રહિમની પેરોલને શરત સાથે મંજૂરી, ECએ હરિયાણા જવા અને ચૂંટણી પ્રચાર કરવા પર...

PC: facebook.com/SaintDrRamRahimMSG

ચૂંટણી પંચે ડેરા પ્રમુક ગુરમીત રામ રહિમની પેરોલ અરજીને શરતો સાથે મંજૂરી આપી દીધી છે. પેરોલના સમય દરમિયાન ગુરમીત રામ રહિમ હરિયાણામાં દાખલ નહીં થઇ શકે. ગુરમીત રામ રહિમ કોઇ પણ ચૂંટણી પ્રચાર ગતિવિધિમાં સામેલ નહીં થઇ શકે અને ન તો ગુરમીત રામ રહિમ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઇ ચૂંટણી પ્રચારની ગતિવિધિમાં સામેલ થશે. ચૂંટણી પંચે આ શરતો સાથે ગુરમીત રામ રહિમને પેરોલની અરજીને મંજૂરી આપી છે. આ શરતોનું ઉલ્લંઘન કરવા પર તાત્કાલિક જ ગુરમીત રામ રહિમની પેરોલ રદ થઇ જશે.

હવે હરિયાણા સરકાર ગુરમીત રામ રહિમના પેરોલ પર બહાર આવવા પર જલદી જ આદેશ જાહેર કરી શકે છે. સંભવ છે કે ગુરમીત રામ રહિમ આજે જેલથી બહાર આવી શકે છે અને આ દરમિયાન ઉત્તર પ્રદેશના બાગપતના બરનાવા આશ્રમમાં રહી શકે છે. ગુરમીત રામ રહિમે 20 દિવસની પેરોલ માગી હતી. આદર્શ આચાર સંહિતા લાગૂ થવાના કારણે રાજ્ય સરકારે પેરોલનો અનુરોધ ચૂંટણી પંચના અધિકારી (CEO)ને મોકલ્યો હતો. CEOએ બદલામાં દોષીને છોડવા માટે આકસ્મિક અને બાધ્યકારી પરિસ્થિતિઓ બાબતે જાણકારી માગી હતી.

ગુરમીત રામ રહિમને ક્યારે ક્યારે મળી પેરોલ કે ફર્લો?

24 ઓક્ટોબર 2022: ગુરમીત રામ રહિમને પહેલી વખત હૉસ્પિટલમાં એડમિટ માતાને મળવા માટે 1 દિવસની પેરોલ મળી.

21 મે 2021: માતાને મળવા બીજી વખત 12 કલાકની પેરોલ મળી.

7 ફેબ્રુઆરી 2022: પરિવારને મળવા માટે ડેરા પ્રમુખને 21 દિવસની ફર્લો મળી.

જૂન 2022: 30 દિવસની પેરોલ મળી. ઉત્તર પ્રદેશના બાગપત આશ્રમ મોકલવામાં આવ્યો.

14 ઓક્ટોબર 2022: ગુરમીત રામ રહિમને 40 દિવસ માટે પેરોલ આપવામાં આવી. તે બાગપત આશ્રમમાં રહ્યો અને આ દરમિયાન મ્યૂઝિક વીડિયો પણ જાહેર કર્યા.

21 જાન્યુઆરી 2023: છઠ્ઠી વખત 40 દિવસની પેરોલ મળી. તે શાહ સતનામ સિંહની જયંતિમાં સામેલ થવા જેલથી બહાર આવ્યો.

20 જુલાઇ 2023: સાતમી વખત 30 દિવસની પેરોલ પર જેલમાંથી બહાર આવ્યો

19 જાન્યુઆરી 2024: 50 દિવસ માટે પેરોલ પર જેલમાંથી બહાર આવ્યો. આ એ સમય હતો, જ્યારે લોકસભાની ચૂંટણી નજીક આવી હતી.

13 ઑગસ્ટ 2024: 21 દિવસની ફર્લોને હાઇકોર્ટે મંજૂરી આપી. કહેવામાં આવી રહ્યું છે કે હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી અને ઉત્તર પ્રદેશમાં પેટા ચૂંટણી નજીક છે.

ડેરા સચ્ચા સૌદાન પ્રમુખ ગુરમીત રામ રહિમ સિંહ 2 શિષ્યાઓ સાથે બળાત્કારના કેસમાં 20 વર્ષની જેલની સજા ભોગવી રહ્યો છે. તે રોહતકની સુનારિયા જેલમાં બંધ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp