'કંગનાને બિનજામીનપાત્ર વોરંટ આપો' જાવેદ અખ્તર અરજી લઈને કોર્ટમાં ગયા

PC: twitter.com

બોલિવૂડના પ્રખ્યાત ગીતકાર જાવેદ અખ્તરે અભિનેત્રી અને સાંસદ કંગના રનૌત વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ બહાર પાડવાની માંગ કરી છે. કંગના રનૌત સતત કોર્ટમાં હાજર ન રહેવાના કારણે તેમની તરફથી આ માંગ કરવામાં આવી છે. હકીકતમાં, કંગના રનૌત 20 જુલાઈએ કોર્ટમાં હાજર થવાની હતી, પરંતુ તે આવી ન હતી. આ પછી જાવેદ અખ્તરના વકીલ જય ભારદ્વાજે આ માંગ કરતી અરજી કોર્ટમાં દાખલ કરી છે.

અગાઉ જ્યારે જામીનપાત્ર વોરંટ બહાર પાડવામાં આવ્યું હતું ત્યારે કંગના કોર્ટમાં હાજર થઈ હતી. ત્યારપછી તેણે જામીનપાત્ર વોરંટ રદ કરાવ્યું હતું. જ્યારે કેસ 20 જુલાઈએ સુનાવણી માટે આવ્યો ત્યારે જાવેદ અખ્તરના વકીલે કહ્યું કે, આરોપી કંગના રનૌતે વારંવાર કોર્ટની કાર્યવાહીમાં વિલંબ કરવાનો પ્રયાસ કર્યો. બિનજામીનપાત્ર વોરંટ બહાર પાડવા સિવાય આરોપીની હાજરી સુનિશ્ચિત કરવાનો બીજો કોઈ રસ્તો દેખાતો નથી.

મીડિયા સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર, અરજીમાં કહેવામાં આવ્યું છે કે, કંગના રનૌતે કોર્ટમાં હાજર રહેવાથી કાયમી છૂટ માંગી હતી, જેને ફગાવી દેવામાં આવી હતી. આ મુક્તિ સેશન્સ કોર્ટ તેમજ બોમ્બે હાઈકોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવી ન હતી. જય ભારદ્વાજનું કહેવું છે કે, કંગના રનૌતની અરજી ફગાવી દેવામાં આવી હોવા છતાં, તે અલગ-અલગ તારીખે કોર્ટમાં હાજર રહી ન હતી અને મુક્તિની અરજીઓ કરતી રહી હતી. કોર્ટે 1 માર્ચ, 2021ના રોજ તેની સામે જામીનપાત્ર વોરંટ પણ બહાર પાડયું હતું.

જો કે, 20 જુલાઈના રોજ, કોર્ટે જાવેદ અખ્તરની અરજી મુલતવી રાખી હતી અને કંગના રનૌતને હાજર થવાનો નિર્દેશ આપ્યો હતો. આ દરમિયાન, કંગનાના વકીલોએ વચન આપ્યું હતું કે, તે આગામી સુનાવણીની તારીખ એટલે કે 9 સપ્ટેમ્બર, 2024ના રોજ કોર્ટમાં હાજર થશે.

આ કેસ 2016માં શરૂ થયો હતો. વર્ષ 2020માં કંગના રનૌતે એક TV ઈન્ટરવ્યુમાં જાવેદ અખ્તર પર ગંભીર આરોપ લગાવ્યા હતા. ત્યારપછી તેણે કહ્યું હતું કે, વર્ષ 2016માં જાવેદ અખ્તરે તેને પોતાના ઘરે બોલાવી હતી અને રિતિક રોશનના પરિવારની માફી માંગવા કહ્યું હતું. કંગના રનૌતનો આરોપ છે કે, જાવેદ અખ્તરે તેને ધમકી આપી હતી કે, તેની કારકિર્દી ખતમ થઈ જશે. કંગના રનૌતના આવા આરોપો પછી જાવેદ અખ્તરે તેની સામે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. આ મામલો હજુ કોર્ટમાં ચાલી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp