શિક્ષણમંત્રીનું વિચિત્ર નિવેદન-જે વિપક્ષી નેતાઓ અયોધ્યા નહીં આવે તેમને....

PC: thehansindia.com

અયોધ્યામાં રામ મંદિરના ભવ્ય અભિષેક સમારોહમાં સામેલ ન થવાની વાત કહેનારાઓ પર કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કટાક્ષ કર્યો છે. તેમણે સોમવારે કહ્યું કે, હનુમાનજી એ લોકોને સમારોહ સ્થળ સુધી લઈ આવશે જે તેમાં સામેલ થઈ રહ્યા નથી. ઘણા વર્ષોના સંઘર્ષ બાદ રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ 22 જાન્યુઆરીના રોજ થવા જઇ રહ્યો છે. આજથી રામ ભક્ત ઘેર ઘેર જઈને નિમંત્રણ આપી રહ્યા છે. જો કે, 22 જાન્યુઆરીએ ત્યાં દરેકે ન જવું જોઈએ. મંદિરના ઉદ્વઘાટન બાદ લોકો ઉત્તર પ્રદેશ સરકાર અને મંદિર સમિતિના દિશા-નિર્દેશોનું પાલન કરતા ત્યાં જઇ શકે છે.

રામ મંદિરના ઉદ્વઘાટન સમારોહમાં સામેલ થવાને લઈને વિપક્ષી પાર્ટીઓ અસમંજસની સ્થિતિમાં છે. CPI(M) નેતા સીતારામ યેચુરીએ કહ્યું કે, તેઓ અયોધ્યામાં રામ મંદિરના ઉદ્વઘાટન સમારોહમાં સામેલ નહીં થાય. તેમણે આરોપ લગાવ્યો કે, ભાજપ રામ મંદિરનો ઉપયોગ રાજનીતિક ફાયદા માટે કરી રહી છે. તેમણે X પર એક પોસ્ટમાં કહ્યું કે, ‘CPI(M)ની નીતિ ધાર્મિક માન્યતાઓનું સન્માન કરવા અને દરેકના વિશ્વાસને આગળ વધારવાના અધિકારની રક્ષા કરવાની છે. ધર્મ વ્યક્તિગત પસંદનો મામલો છે. તેને રાજનીતિક લાભ સાધવામાં બદલવો ન જોઈએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં આ રાજ્ય પ્રયોજિત કાર્ય છે.

શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે, 22 જાન્યુઆરીના રોજ રામ મંદિરનું ઉદ્વઘાટન કોઈ રાષ્ટ્રીય કાર્યક્રમ નથી, પરંતુ એ ભાજપનો કાર્યક્રમ છે. તેઓ એ પ્રશ્નનો જવાબ આપી રહ્યા હતા કે શું શિવસેના (UBT)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે એ દિવસે થનારા મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હિસ્સો લેશે. સંજય રાઉતે કહ્યું કે, ઠાકરે જરૂર જશે, પરંતુ ભાજપનો કાર્યક્રમ પૂરો થયા બાદ. કોઈ ભાજપના કાર્યક્રમમાં કેમ જશે? આ કોઈ રાષ્ટ્રીય કાર્યક્રમ નથી. ભાજપ આ કાર્યક્રમ માટે રેલીઓ કાઢી રહી છે અને અભિયાન ચલાવી રહી છે, પરંતુ તેમાં શુદ્ધતા ક્યાં છે. તેમણે દાવો કર્યો કે ભાજપ જ્યારે કોઈ અભિયાન ચલાવવાનો નિર્ણય લે છે તો તે પૂરી તાકત અને પાર્ટી કાર્યકર્તાઓને લગાવી દે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp