લંડનમાં રહું છુ પરંતુ અહીંની હાલત જર્જરિત છે-જાણીતા વકીલ હરીશ સાલ્વે

PC: indianexpress.com

નાગરિકતા સંશોધન કાયદો (CAA) દેશભરમાં લાગૂ થયા બાદ તેના પર ફરીથી દલીલો શરૂ થઈ ગઈ છે. 3 મુસ્લિમ બહુધા વસ્તીવાળા દેશોમાંથી આવેલા અત્યાચારિત નોન-મુસ્લિમ લોકોને ભારતની નાગરિકતા આપવાનો મામલો સુપ્રીમ કોર્ટ પણ પહોંચી ગયો છે. કાયદાને ભેદભાવપૂર્ણ બતાવવામાં આવી રહ્યો છે, પરંતુ વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વેએ કાયદાના પક્ષમાં કેટલીક મહત્ત્વની વાતો બતાવી છે. CAAના વિરોધ પર હરીશ સાલ્વે કહે છે કે, તેનો કોઈ અર્થ બનતો નથી કે તમને અત્યાચારિત લોકોના એક વર્ગને નાગરિકતા આપવા માટે આખી દુનિયાના લોકોને સામેલ કરી લો.

તેઓ ભારતીય એથ્નિસિટીના (જેમને નાગરિકતા આપવામાં આવી રહી છે તેઓ) છે. ધાર્મિક આધાર પર તેમની સાથે ભેદભાવ થાય છે. CAA સાથે સમાનતાના અધિકાર અને અનુચ્છેદ 14ના ઉલ્લંઘનના દાવા પર હરીશ સાલ્વેએ જણાવ્યું કે, અનુચ્છેદ 14 હેઠળ તમામ ભારતીયોને ભારતમાં અધિકાર મળે છે. CAA એક નીતિગત ચોઈસ છે. તેમણે બ્રિટનની સ્થિતિનો સંદર્ભ આપતા બતાવ્યું કે, બ્રિટને શરણાર્થીઓ માટે દરવાજા ખોલ્યા અને આજે તેનાથી પરેશાન છે. બ્રિટનની ઈમિગ્રેશન સિસ્ટમ ધ્વસ્ત થઈ રહી છે.

હરીશ સાલ્વેએ કહ્યું કે, બ્રિટન આજે પોતાનો રૂતબો ખોઈ ચૂક્યું છે. હું લંડનમાં રહું છું, પરંતુ વિશ્વાસ કરો શહેર જર્જરિત હાલતમાં છે. લંડનનો પાયાનો ઢાંચો જર્જરિત હાલતમાં છે. જ્યારે હું દિલ્હી ઊતરું છું તો મને લાગે છે કે હું એક વિકાસશીલ દેશથી એક વિકસિત દેશમાં આવી ગયો છું. આ જ અંતર છે. લંડનમાં 200 યાત્રીઓ માટે ઈમિગ્રેશન પર 2 લોકો છે. દિલ્હી એરપોર્ટ પર 14 લોકો છે. લંડન પાસે આ બધા માટે પૈસા જ નથી.

ભારત ધર્મનિરપેક્ષ દેશ છે અને કાયદાના વિરોધમાં તર્ક આપવામાં આવે છે કે, CAAથી ભારતની ધર્મનિરપેક્ષતા પ્રભવિત થાય છે. આ સંબંધમાં એક સવાલ પર હરીશ સાલ્વેએ કહ્યું કે આપણી પાસે એટલે રિસોર્સિસ છે કે આપણે આખી દુનિયાના લોકોની મદદ કરીએ. જ્યારે સરકાર યુનિફોર્મ સિવિલ કોડ (UCC)ની વાત કરે છે તો તમે કહો છો કે દરેક સાથે એક જેવો વ્યવહાર નહીં કરી શકાય, પરંતુ CAA પર તેની વિરુદ્ધ બોલે છે. ભારત એ મોટો ભાઈ નહીં હોય શકે, જે પાકિસ્તાન સાથે અંતર ધાર્મિક વિવાદોને ઉકેલવા બેસે.

ભારત દુનિયાના તમામ પરેશાન લોકો માટે પોતાની સીમા નહીં ખોલી શકે. આ આપણી જાતિના લોકો છે. CAAમાં ત્રણ મુસ્લિમ દેશોના અત્યાચાનો ભોગ બનેલા લોકોને નાગરિકતા આપવાનું પ્રવધાન છે. તેને લઈને હરીશ સાલ્વે કહે છે કે, તેમના પત્ની પણ એક અફઘાન છે. જ્યાં સુધી અફઘાનિસ્તાનની વાત છે. તો મારી પત્ની એક અફઘાની મુસ્લિમ છે. મોટા થતા તેમને પહેલા પરિવાર, પછી સમુદાય, દેશ અને પછી ધર્મ બાબતે શીખવવામાં આવે છે, પરંતુ આજે એ બદલાઈ ચૂક્યું છે કેમ કે હવે ત્યાં તાલિબાન છે.

સંશોધિત કાયદામાં ડિસેમ્બર 2014ની કટ ઓફ તારીખ નક્કી કરવામાં આવી છે. તો સંબંધિત દેશોમાંથી જે લોકો 31 ડિસેમ્બર 2014 અગાઉ ભારત આવી ચૂક્યા છે, તેમને નાગરિકતા આપવાનું પ્રાવધાન છે. તેના પર સાલ્વે કહે છે કે કેટલીક કટ ઓફ ડેટ હોવી જોઈએ. તેનો અર્થ છે જે લોકો એ તારીખ અગાઉ આવીને ભારતમાં રહે છે,માત્ર તેમને જ નાગરિકતા આપવામાં આવશે. તેમણે સ્પષ્ટ કર્યું કે, ભારત પોતાની સીમા ખોલી રહ્યું નથી. આપણે પ્રવાસને આમંત્રિત કરી રહ્યા નથી. આ એ લોકો છે જે પલાયન કરી ચૂક્યા છે, પરંતુ તેમને નાગરિકતા મળી નથી.

સાલ્વેએ આસામના કાયદા (જેણે કોર્ટે ખતમ કરી દીધો છે)નો આપતા કહ્યું કે, તમે બાંગ્લાદેશ સીમા બાબતે બોલો છો, તો હું તમને ભેદભાવ બાબતે બતાવી દઉં. મુસ્લિમને આસામમાં પ્રવેશ કરવા પર કઇ કરવામાં આવતા નહોતા, પરંતુ એક ભારતીય જો બંગાળમાં 2 કિલોમીટર પણ પ્રવેશ કરી જાય તો તેને બહાર કરી દેવામાં આવતા હતા, પરંતુ એ બરાબર હતું કેમ કે આ એક ધર્મનિરપેક્ષ સરકાર દ્વારા આપેલો અધિકાર હતો. સુપ્રીમમાં CAAને પડકાર આપવા અંગે હરીશ સાલ્વેએ કહ્યું કે, કાયદા પર રોક લગાવવાની માગથી શું મળશે?

શું સુપ્રીમ કોર્ટ તેના પર બધા માટે રોક લગાવવા કહેવામાં આવી રહ્યું છે? નહીં. ઓછામાં ઓછા મુઠ્ઠીભર લોકોને લાભ તો મળવા દો. જેમને મળે છે તેમને લેવા દો. અરજીકર્તાનો કેસ એ છે કે વધુ લોકોને સામેલ કરવા જોઈએ, એવું નથી કે કોઈને પણ સામેલ ન કરવા જોઈએ, બરાબર ને? તો તેમને રોકાવાથી શું મળી રહ્યું છે? તેમની તત્કાલિકતા શું છે? શું લોકો સીમા પર મરી રહ્યા છે? 2014ની કટ ઓફ ડેટ છે. કોઈને બહાર નહીં કરી શકાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp