લેડી કોન્સ્ટેબલના કારણે રાજસ્થાન-હરિયાણામાં કેવી રીતે છેડાઇ ગઇ મેમો ફાડવાની જંગ

PC: https://x.com/RamchranJaipur

તાજેતરમાં જ હરિયાણા પોલીસની એક કોન્સ્ટેબલનો વીડિયો સામે આવ્યો હતો, જે રાજસ્થાન રાજ્ય પરિવહન નિગમની બસમાં સવાર હતી. કંડક્ટર મહિલા કોન્સ્ટેબલને ટિકિટ લેવા કહી રહ્યો હતો, પરંતુ મહિલા કોન્સ્ટેબલનું સ્પષ્ટ કહેવું હતું કે તે ટિકિટ નહીં લે. ત્યારબાદ કંડક્ટરે મહિલા કોન્સ્ટેબલનો મેમો ફાડી દીધો હતો. હવે આ મામલો હરિયાણા અને રાજસ્થાન વચ્ચે મોટા હોબાળાનું રૂપ ધારણ કરી ચૂક્યો છે. પોતાના કોન્સ્ટેબલના ચલણથી નારાજ હરિયાણા પોલીસ અત્યાર સુધી રાજસ્થાન રોડવેઝની 90 બસોના મેમો ફાડી ચૂકી છે.

તો આ કાર્યવાહી બાદ રાજસ્થાને પણ નારાજગી વ્યક્ત કરી છે. સિંધી કેમ્પ બસ સ્ટેન્ડ અને સડવા વણાંક પર એક જ દિવસમાં રાજસ્થાને પણ હરિયાણા રાજ્ય પરિવહનની 26 બસોના મેમો ફાડી નાખ્યા. માનવામાં આવી રહ્યું છે કે ટકરાવની સ્થિતિ લાંબી ખેચાઇ શકે છે. ઉલ્લેખનીય છે કે હરિયાણાની મહિલા કોન્સ્ટેબલ રાજસ્થાન રોડવેઝની બસમાં મુસાફરી કરી રહી હતી. કંડક્ટરે ટિકિટ માગી, પરંતુ મહિલા કોન્સ્ટેબલે લેવાનો ઇનકાર કરી દીધો. ત્યારબાદ બંને વચ્ચે ખૂબ દલીલો થઇ.

કંડક્ટરે બસ સાઇડમાં લગાવી દીધી. એટલું જ નહીં મહિલા કોન્સ્ટેબલને બીજા લોકોએ પણ ટિકિટ લેવા કહ્યું. સંદર્ભ આપ્યો કે માત્ર 50 રૂપિયાની જ વાત છે. એક કોન્સ્ટેબલના કારણે આખી બસના મુસાફર પરેશાન થઇ રહ્યા છે, પરંતુ મહિલા કોન્સ્ટેબલ જરાય આમથી તેમ ન થઇ. ત્યારબાદ કંડક્ટરે મહિલા કોન્સ્ટેબલનો મેમો ફાડી દીધો. આખી ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે મહિલા કોન્સ્ટેબલ વિરુદ્ધ કાર્યવાહીથી હરિયાણા પોલીસ નારાજ છે. બદલાની ભાવનાના કારણે હવે હરિયાણા પોલીસ રાજસ્થાનથી આવતી-જતી દરેક બસનો મેમો ફાડી રહી છે. બસ ડ્રાઇવરો પાસે દસ્તાવેજ માગવામાં આવે છે.

ડ્રાઇવર કંડક્ટરની વર્દી, ટાયરમાં હવા, પ્રદૂષણ પ્રમાણ પત્ર (PUC) વગેરેના નામ પર છેલ્લા 2 દિવસથી મેમો ફાડવામાં આવી રહ્યા છે, ત્યારબાદ રાજસ્થાન રોડવેઝમાં હાહાકારની સ્થિતિ દેખાઇ રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે હવે આખો મામલો રાજસ્થાન સરકારના અધિકારીઓ સુધી પહોંચી ગયો છે. હવે રાજસ્થાન પરિવહન નિગમના અધિકારી પણ આ મામલે હરિયાણા પોલીસના વરિષ્ઠ અધિકારીઓ સાથે સંપર્ક કરી રહ્યા છે. જાણકારોના સંદર્ભે બતાવવામાં આવી રહ્યું છે કે હરિયાણા પોલીસનો સાથ દિલ્હી પોલીસ પણ આપી રહી છે. હરિયાણા પોલીસના કર્મચારીઓનું હરિયાણાની રોડવેઝ બસોમાં ભાડું માફ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp