ભારતનું આ રાજ્ય વૃક્ષોને આપે છે પેન્શન, જાણો કેવી રીતે મળી શકે છે લાભ

PC: aajtak.in

માણસોને મળતા પેન્શન બાબતે તો તમે ઘણી વખત સાંભળ્યું હશે, પરંતુ શું તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે ક્યાંક વૃક્ષોને પેન્શન પણ મળે છે. સૌથી મોટી વાત કે વૃક્ષો માટે આ સ્કીમ ભારતના જ એક રાજ્યની છે. ચાલો તો આ આર્ટિકલમાં જાણીએ કે આખરે કયા રાજ્યમાં અને વૃક્ષોને કેટલા રૂપિયા પેન્શન મળે છે. તેની સાથે જ તમને એ પણ જણાવીશું કે જો તમે આ રાજ્યમાં રહો છો તો કેવી રીતે આ સ્કીમનો ફાયદો ઉઠાવી શકો છો.

કયા રાજ્યમાં વૃક્ષોને મળે છે પેન્શન?

અત્યાર સુધી તમે સાંભળ્યું હશે કે લોકોને રિટાયરમેન્ટ પેન્શન, વિધવા પેન્શન કે વૃદ્ધ પેન્શન મળે છે, પરંતુ હરિયાણા એક એવું રાજ્ય છે જે વૃક્ષોને પેન્શન આપે છે. જો કે, આ કોઈ સામાન્ય વૃક્ષ હોતા નથી, પરંતુ ખૂબ વૃદ્ધ વૃક્ષ હોય છે. વૃદ્ધ વૃક્ષ તેમને કહેવામાં આવે છે જેમની ઉંમર 75 વર્ષથી વધુ હોય. આ વૃક્ષોને હરિયાણા સરકાર પ્રાણવાયુ દેવતા સ્કીમ હેઠળ વાર્ષિક પેન્શન આપે છે.

કેટલા મળે છે પૈસા?

આ યોજનાની જાહેરાત હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે 5 જૂન 2021ના રોજ કરી હતી. તેમાં તેમણે કહ્યું હતું કે, રાજ્યના વૃદ્ધ વૃક્ષોને વાર્ષિક 2,500 રૂપિયાનું પેન્શન આપવામાં આવશે. સૌથી મોટી વાત કે પછી આ રકમ વધારીને 2,750 રૂપિયા કરવામાં આવી. આ સ્કીમ હેઠળ ફાયદો લેવા માટે તમે ઓનલાઇન રજીસ્ટ્રેશન પણ કરાવી શકો છો. તેની સાથે જ તમે ઓફલાઇન માધ્યમથી આ યોજનાનો લાભ ઉઠાવી શકે છે.

તમે કઇ રીતે ઉઠાવી શકો છે લાભ:

જો તમે હરિયાણામાં રહો છો અને તમારી પાસે એવા વૃક્ષ છે, જેમની ઉંમર 75 વર્ષથી વધુ છે તો તમે પોતાના વૃક્ષોનું રજીસ્ટ્રેશન આ સ્કીમ હેઠળ કરાવી શકો છો. તો જો તમારા વૃક્ષ પીપળાનો છે તો સરકાર તેમને વધુ મહત્ત્વ આપે છે. ઉલ્લેખનીય છે કે, વૃક્ષ હંમેશાં ઑક્સિજન છોડે છે એટલે હિન્દુ ધર્મને માનનારા લોકો તેની પૂજા પણ કરે છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ પ્રાણવાયુ દેવતા યોજના હેઠળ દાવા અને આપત્તિઓ બાદ જિલ્લામાં 680 જૂના વૃક્ષને ચિહ્નિત કરવામાં આવ્યા છે. આ વૃક્ષોના માલિકોને વાર્ષિક 2,750 રૂપિયાની પેન્શન આપવામાં આવશે. આ યોજનાનો લાભ લેવા માટે 941 અરજી વનવિભાગને મળી હતી, જેમાં 680 સ્વીકારવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp