રામપાલ દોષી જાહેરઃ 16-17 ઓક્ટોબરે થશે સજાની સુનાવણી

PC: ndtv.com

સ્વયંઘોષિત સંત અને સતલોક આશ્રમનાં પ્રમુખ રામપાલને હિસાર કોર્ટે હિંસાનાં મામલે દોષી કરાર કર્યો છે. રામપાલને બંને આરોપોમાં દોષી જાહેર કર્યો છે. એક મામલામાં રામપાસ સહિત 15 આરોપીઓને દોષિત જાહેર કરાયા છે. આ મામલે સજાની જાહેરાત 16 ઓક્ટોબરે કરવામાં આવશે. જ્યારે, 4 મહિલાઓ, 1 બાળકીનાં મૃત્યુનાં મામલે રામપાલ સહિત 13 આરોપીઓને દોષિત જાહેર કરાયા છે. આ મામલે સજાની જાહેરાત 17 ઓક્ટોબરે કરવામાં આવશે.

રામપાલનાં આરોપોની સુનાવણી હિસાર જેલમાં જ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કરવામાં આવી હતી. આ મામલે રામપાલને ફાંસીથી લઈને આજીનવ કારાવાસ સુધીની સજા થઈ શકે છે. જણાવી દઈએ કે, 2014માં રામપાલનાં સતલોક આશ્રમમાં હિંસા થઈ હતી. હિંસામાં 6 મહિલાઓ અને એક બાળકીનું મૃત્યુ થયું હતું. પોલીસ રામપાલની ધરપકડ કરવા પહોંચી ત્યારબાદ તેનાં સમર્થકોએ હિંસા કરી હતી.

સ્વયંભૂ સંત રામપાલનો હરિયાણામાં ઘણા પ્રભાવ છે. સંત બનતા પહેલા રામપાલ હરિયાણા સરકારનાં સિંચાઈ વિભાગમાં જુનિયર એન્જિનિયર હતો. નોકરીનાં સમયે રામપાલ સંત સ્વામી રામદેવાનંદ મહારાજનો શિષ્ય બની ગયો અને પ્રવચન આપવા માંડ્યો. 1999માં રામપાલે હરિયાણાનાં કરોંથા ગામમાં સતલોક આશ્રમ બનાવ્યો હતો. 2000નાં વર્ષમાં સરકારનાં દબાણને પગલે તેણે નોકરી છોડી દીધી હતી. રામપાલે જમીન વિવાદમાં થયેલી હત્યા મામલે પોલીસ તેની ધરપકડ કરવા ગઈ ત્યારે તેણે કાયદો પોતાનાં હાથમાં લીધો હતો. તે સમયે પોલીસ અને પેરામિલેટ્રી ફોર્સનાં જવાનોએ 12 દિવસોનાં સંઘર્ષ બાદ રામપાલની ધરપકડ કરી હતી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp