શું હરિયાણામાં BJP માટે ટ્રમ્પ કાર્ડ સાબિત થયા કુમારી સેલજા? દલિત સીટો પર...

PC: ANI

હરિયાણાએ બધાને ચોંકાવી દીધા છે. ફરી એક વખત એક્ઝિટ પોલ ખોટા સાબિત થયા. એક્ઝિટ પોલ કોંગ્રેસની વાપસી અને ભાજપની વિદાઇનું અનુમાન લગાવી રહ્યા હતા, પરંતુ ન તો કોંગ્રેસ વાપસી કરી શકી અને ન તો ભાજપની વિદાઇ થઇ. ભાજપે આ વખત વિધાનસભાની 90માંથી 48 સીટો જીતી લીધી. હરિયાણામાં ભાજપનું અત્યાર સુધીનું આ સૌથી સારું પ્રદર્શન છે. 2014માં પાર્ટીએ 47 અને વર્ષ 2019માં 40 સીટો જીતી હતી. પરંતુ હરિયાણામાં ભાજપની આ જીતનું ફેક્ટર શું રહ્યું? આમ તો આ જીતના ઘણા ફેક્ટર રહ્યા, પરંતુ માનવામાં આવી રહ્યું છે કે ભાજપ માટે કોંગ્રેસ સાંસદ કુમારી સેલજા ટ્રમ્પ કાર્ડ સાબિત થયા.

કુમારી સેલજા દલિત સમુદાયમાંથી આવે છે. તેઓ વિધાનસભાની ચૂંટણી લડવા માગતા હતા, પરંતુ તેમને લડવા ન દેવાયા. ટિકિટ ફાળવણીમાં પણ સેલજાની તુલનામાં ભૂપેન્દ્ર હુડ્ડાને મહત્ત્વ આપવામાં આવ્યું. માનવામાં આવે છે કે 90માંથી 70 કરતા વધુ ઉમેદવાર હુડ્ડાની પસંદના હતા. જ્યારે સેલજાએ પણ પોતાના 30-35 સમર્થકો માટે ટિકિટ માગી હતી. આ દરમિયાન કુમારી સેલજા પર એક કોંગ્રેસ કાર્યકર્તાની અભદ્ર ટિપ્પણી પણ સામે આવી ગઇ. સેલજા પર ટિપ્પણી કરનારા કોંગ્રેસ કાર્યકર્તા હુડ્ડાના પક્ષના માનવામાં આવે છે.

બાદમાં હુડ્ડાએ સેલજાને પોતાની મોટી બહેન જરૂર ગણાવ્યા, પરંતુ ભાજપે તેને દલિતોના અપમાન સાથે જોડી દીધું. પૂર્વ મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રી મનોહરલાલ ખટ્ટરે તો સેલજાને ભાજપમાં આવવાની પણ ઓફર આપી દીધી હતી. ભલે દલિત સમુદાયમાં સેલજાની એટલી પકડ ન હોય, જેટલી જાટોમાં ભૂપેન્દ્ર હુડ્ડાની છે. છતા સેલજા હરિયાણામાં કોંગ્રેસનો મોટો દલિત ચહેરો છે. સેલજા વિધાનસભાની ટિકિટ ન મળવાથી નારાજ હતા. દલિત સમુદાયે પણ સેલજાની નારાજગી જાણી લીધી હતી. આજ કારણ રહ્યું કે આ વખત કોંગ્રેસથી દલિતોએ મોઢું ફેરવી લીધું.

આ ચૂંટણીમાં કોંગ્રેસથી દલિતોની નારાજગીનો ફાયદો ભાજપને ફાયદો મળ્યો. અનુસૂચિત જાતિ (SC) માટે અનામત 17 સીટોમાંથી ભાજપે 8 સીટો જીતી લીધી. વર્ષ 2019માં ભાજપે 5 સીટો જીતી હતી. આ વખત ભાજપે બાવલ, બવાની ખેડા, હોડલ, પટોદી, ઇસરાના ખારખોડા, નરવાના અને નીલોખેડી સીટ પર જીત હાંસલ કરી. 2019માં ભાજપ બાવલ, બાવની ખેડા, હોડલ, પટોદી અને રતિયા સીટ જ જીતી શકી હતી. કોંગ્રેસે પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર હુડ્ડા પર ભરોસો રાખ્યો. કોંગ્રેસને આશા હતી કે હુડ્ડાના બળ પર તે જાટોને લામબંદ કરી શકશે.

તેની સાથે જ કોંગ્રેસે જાતિગત વસ્તી ગણતરીની વાત કરીને OBCને પણ સાધવાનો પ્રયાસ કર્યો. જો કે, કોંગ્રેસને આ બંનેથી જ ચૂંટણીમાં કઇ ખાસ ફાયદો ન થયો. હુડ્ડા હરિયાણામાં જાટોનો મોટો ચહેરો છે. જાટોની વસ્તી 27 ટકાની આસપાસ છે અને તેઓ ઓછા ઓછી 25 સીટો પર નિર્ણાયક ભૂમિકામાં છે, પરંતુ આ વખત જાટો પણ ભાજપ સાથે જતા રહ્યા. જાટ બેલ્ટની મોટા ભાગની સીટો ભાજપ પાસે ગઇ. જાટો સાથે સાથે દલિતોના વોટ પણ ભાજપને મળ્યા. સેલજાની નારાજગીના કારણે દલિત કોંગ્રેસથી નારાજ હતા અને ભાજપ સાથે જતા રહ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp