સંજય રાઉતે કોંગ્રેસને એવું શું કહ્યું કે ઉદ્ધવ ઠાકરે ડેમેજ કંટ્રોલમાં લાગ્યા છે

PC: twitter.com

કોંગ્રેસ માટે 2024 લોકસભાની ચૂંટમીમાં મોટી મુશ્કેલી ઉભી થઇ શકે તેમ છે. INDIA ગઠબંધનની બેઠકમાં લોકસભા બેઠકોની વ્હેંચણી બાબતે એવો નિર્ણય કરવામાં આવ્યો  હતો કે લોકસભાની  બેઠકોની વ્હેંચણી જે તે રાજ્યો કરશે, જ્યાં ટિકિટમાં ડખો ઉભો થશે ત્યાં બધા ભેગા થઇને નિર્ણય કરશે.

મહારાષ્ટ્રમાં લોકસભા બેઠક ફાળવણી બાબતે શિવસેના(UBT)ના નેતા સંજય રાઉતના એક નિવેદનથી રાજકારણમાં ભડકો થયો છે. રાઉતે કહ્યું હતું કે, મહારાષ્ટ્રમાં કુલ 48 લોકસભા બેઠકોમાંથી શિવસેના (UBT) 23 બેઠકો પરથી ચૂંટણી લડશે. રાઉતે કહ્યું હતું કે, INDIA ગઠબંધનની બેઠકમાં અમે નિર્ણય કરેલો કે જે બેઠકો પર અમે ચૂંટણી લડેલા તેની પર ચર્ચા થશે.

મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતા સંજય નિરૂપમે કહ્યું હતું કે, શિવસેના (UBT) મહારાષ્ટ્રમાં કોંગ્રેસની મદદ વગર એક પણ સીટ જીતી શકે તેમ નથી. નિરૂપમે કહ્યું કે, તમને 23 આપી દઇશું તો અમે શું કરીશું.?

જો કે મહારાષ્ટ્રમાં વિવાદ ઉભો થતો ઉદ્વવ ઠાકરેએ ડેમેજ કંટ્રોલ કરવાનું શરૂ કર્યું છે, તેમણે કહ્યું કે, મહાવિકાસ અઘાડી ગઠબંધનને નુકશાન થાય તેવું કોઇ પણ પગલું લેવામાં નહીં આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp