કોંગ્રેસશાસિત આ રાજ્ય માટે પૂર્વ CMનો દાવો- મંત્રી સહિત 50-60 MLA ભાજપ જોઈન કરશે

PC: twitter.com

JDS નેતા અને પૂર્વ મુખ્યમંત્રી એચ.ડી. કુમારસ્વામીએ મોટો દાવો કર્યો છે. કર્ણાટકમાં કોંગ્રેસ સરકાર કોઈ પણ સમયે પડી શકે છે. હાસનમાં પત્રકારોને સંબોધિત કરતા કુમારસ્વામીએ કહ્યું કે, કર્ણાટકની કોંગ્રેસ સરકારની અંદર આંતરિક કલેશ ચરમ પર છે. તેમણે કોઈ નેતનું નામ લીધા વિના ઈશારો કર્યો કે, કર્ણાટકમાં કોંગ્રેસ પાર્ટીને એ જ સ્થિતિનો સામનો કરવો પડી શકે છે જે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેને કરવી પડી હતી. એચ.ડી. કુમારસ્વામીએ કહ્યું કે, આ સરકાર 5 વર્ષ નહીં ચાલે. મે 2024 બાદ એ નક્કી છે કે આ સરકાર પડી જશે. કોઈ પણ કિંમત પર આ સરકાર નહીં ટકે.

આ દાવા પાછળ તેમણે કારણ પણ જણાવ્યું. તેમણે કહ્યું કે, કોંગ્રેસના એક પ્રમુખ મંત્રી કેન્દ્રીય એજન્સીઓની તપાસનો સામનો કરી રહ્યા છે. તેઓ કાયદાકીય પરેશાનીઓથી બચવા માટે ભાજપમાં સામેલ થવા પર વિચાર કરી રહ્યા છે. વર્તમાનમાં ભાજપના નેતાઓ સાથે વાતચીત કરી રહ્યા છે અને પાર્ટી બદલવાની પ્રક્રિયામાં 50-60 ધારાસભ્યોને પોતાની સાથે લાવી શકે છે. પત્રકારોએ કુમારસ્વામીને એ કોંગ્રેસના મંત્રીનું નામ પૂછ્યું, જેમના બળવો કરવાની સંભાવના તેમણે વ્યક્ત કરી.

તેના જવાબમાં JDS નેતાએ મંત્રીની ઓળખ ઉજાગર કર્યા વિના એ વાત પર ભાર આપ્યો કે એવું સાહસિક પગલું માત્ર પ્રભાવશાળી હસ્તીઓ દ્વારા જ ઉઠાવી શકાય છે. કોઈ નાનો નેતા એ નહીં કરી શકે, આજની રાજનીતિનો માહોલ ખૂબ જ અભૂતપૂર્વ છે. કંઈ પણ થઈ શકે છે. કોઈમાં ઈમાનદારી અને વફાદારી બચી નથી. આજે તેઓ અહી છે અને કાલે ક્યાંક દૂર કૂદી પડશે. આ દેશની વર્તમાન રાજનીતિની દુઃખદ સ્થિતિ છે. રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે 135 સીટો જીતવા છતા કુમારસ્વામીએ આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસની તાકત પર શંકા વ્યક્ત કરી છે.

સામાજિક-આર્થિક સર્વેક્ષણનો સંદર્ભ આપતા તેમણે મુખ્યમંત્રી સિદ્ધારમૈયા પર જાતિગત વસ્તીગણતરીની આડમાં જાતિના આધાર પર લોકોને વિભાજિત કરવાના પ્રયાસનો આરોપ લગાવ્યો. લઘુમતીઓના વિકાસ માટે મુખ્યમંત્રીની 10,000 કરોડની જાહેરાત બાબતે વાત કરતા કુમારવામીએ કહ્યું કે, હું મુસ્લિમો માટે ધન ફાળવણી કરવા વિરુદ્ધ નથી, પરંતુ હિન્દુઓ બાબતે શું? બધા હિન્દુ ઊંચી જાતિથી આવતા નથી. દલિત અને ગરીબ હિન્દુ પણ છે. તેમના માટે શું પ્રાવધાન કરવામાં આવી રહ્યા છે.

તેમનું આ નિવેદન મહારાષ્ટ્ર જેવી સ્થિતિ કર્ણાટકમાં થવાના સંભવિત રાજનીતિક બદલાવના સંકેત આપે છે. મહારાષ્ટ્રમાં ગયા વર્ષે જૂનમાં શિવસેનાના 40 ધારાસભ્યોએ એકનાથ શિંદેના નેતૃત્વમાં ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ બળવો કરી દીધો. તેના પરિણામ સ્વરૂપ ઉદ્ધવ ઠાકરેને 29 જૂન 2022ના રોજ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દેવું પડ્યું હતું અને એકનાથ શિંદે ગ્રુપે ભાજપ સાથે મળીને નવી સરકાર બનાવી. એકનાથ શિંદે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી બન્યા અને દેવેન્દ્ર ફડણવીસ નાયબ મુખ્યમંત્રી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp