એર ઈન્ડિયાએ 80 વર્ષીય વૃદ્ધને ન આપી વ્હીલચેર તો 2 કિમી સુધી ચાલવું પડ્યું, નિધન

PC: ft.com

મુંબઈથી રૂવાડા ઊભા કરી દેનારી ઘટના સામે આવી છે. અહી છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક 80 વર્ષીય વૃદ્ધને એર ઈન્ડિયાએ વ્હીલચેર ન આપી. જેના કારણે એક કિલોમીટર સુધી પગપાળા ચાલ્યા. ત્યારબાદ હાર્ટએટેકના કારણે તેમનું મોત થઈ ગયું. વૃદ્ધ વ્યક્તિએ પત્ની સાથે ન્યૂયોર્કથી મુંબઈ માટે એર ઇન્ડિયાની ફ્લાઇટ લીધી હતી. તે મુંબઈ તો સુરક્ષિત પહોંચી ગયા, પરંતુ એરપોર્ટ પર તેમને એક જ વ્હીલચેર મળી. તેમણે એ વ્હીલચેર પર પત્નીને બેસાડી દીધી કેમ કે તે પણ પગપાળા ચાલવામાં અસમર્થ હતી.

તેમણે એર ઇન્ડિયા પાસે વધુ એક વ્હીલચેર માગી હતી, પરંતુ ન મળી. જો કે, તેમણે ટિકિટ લેતી વખત વ્હીલચેર બુકિંગ કરી હતી. વ્હીલચેર ન મળવાના કારણે તેઓ પત્ની સાથે પગપાળા જ ચાલી નીકળ્યા. તેમના શ્વાસ ફુલાવા લાગ્યા, આ દરમિયાન તેમને હાર્ટ એટેક આવ્યો અને અચાનક તેમનું મોત થઈ ગયું. ઘટના 12 ફેબ્રુઆરીની છે. વૃદ્ધ વ્યક્તિ પત્ની સાથે જઇ રહ્યા હતા. રિપોર્ટ્સ મુજબ, દંપતીએ પહેલાથી જ વ્હીલચેર બુક કરી હતી, પરંતુ માત્ર તેમની પત્નીને જ વ્હીલચેર મળી.

તેઓ પત્ની સાથે ચાલતા જઇ રહ્યા હતા. જેવા જ તેઓ કાઉન્ટર પર પહોંચ્યા તેમને હાર્ટ એટેક આવી ગયો અને તેમનું મોત થઈ ગયું. ઘટના બાદ એર ઇન્ડિયાએ કહ્યું કે, 'દુર્ભાગ્યથી 12 ફેબ્રુઆરી 2024ના રોજ ન્યૂયોર્કથી મુંબઈની યાત્રા કરનાર અમારા યાત્રી પોતાની પત્નીને વ્હીલચેર પર લઈને જઇ રહ્યા હતા. આ દરમિયાન હાર્ટ એટેકના કારણે તેમનું મોત થઈ ગયું. અમે તેમને વ્હીલચેરની રાહ જોવા કહ્યું હતું. જો કે, પત્નીને વ્હીલચેર પર બેસાડીને તેમની સાથે ચાલવા લાગ્યા.

હાર્ટ એટેક આવવા પર તેમને એરપોર્ટના ડૉક્ટરના જણાવ્યા મુજબ, તાત્કાલિક હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા, પરંતુ ત્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કરી દીધા.' રિપોર્ટ મુજબ, મૃતકની ઓળખ ભારતીય મૂળના રૂપમાં થઈ છે. તેઓ અમેરિકામાં રહેતા હતા. તેઓ એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-116થી ઈકોનોમી ક્લાસમાં મુંબઈ આવ્યા હતા. ફલાઈટને સવારે 11:30 વાગ્યે મુંબઇમાં ઉતાર્યા હતા, પરંતુ કથિત રૂપે તેમ મોડું થયું અને બપોરે 2:10 વાગ્યે લેન્ડિંગ થઈ. હાલમાં ઘટના અપર આગળની કાર્યવાહી થઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp