પૈસા માટે ક્રિમિનલ બની ગયો જિલ્લા પંચાયતનો સભ્ય, બોલ્યો- 2 પત્ની, 6 GF અને..

PC: livehindustan.com

નેપાળથી લાવવામાં આવેલી નકલી નોટ પકડાવીને 3 લાખ રૂપિયા પચાવી પાડનાર અજીત મોર્યાની લખનૌમાં સરોજનીનગર પોલીસે બુધવારે ધરપકડ કરી લીધી. જે ગોંડા જિલ્લા પંચાયતનો સભ્ય રહી ચૂક્યો છે. અજીત મોર્યાએ 3 લાખ રૂપિયાના બદલે 6 લાખ આપવાની લાલચ આપીને છેતરપિંડીને અંજામ આપ્યો હતો. અજિતે જણાવ્યું કે, તેણે ગુનો એટલે શરૂ કરી દીધો કેમ તે તેણે 2 પત્નીઓ, 4 બાળકો અને 6 ગર્લફ્રેન્ડને પાળવાની હતી.

DCP દક્ષિણ વિનીત જયસ્વાલે જણાવ્યું કે, બુધવારે ગોંડા જલાલપુર બુધની બજારના રહેવાસી અજીત મોર્યાની ધરપકડ કરવામાં આવી છે. હાલના સમયમાં PGI સાઉથ સિટીમાં ભાડાના મકાન રહે છે. અજીત વિરુદ્ધ ઉન્નાવ અસોહાના રહેવાસી ધર્મેન્દ્ર કુમારે કેસ નોંધાવ્યો હતો. પીડિતા પાસે અજાણ્યા નંબરથી કોલ આવ્યો હતો. ફોન કરનારે અડધા કલાકમાં રૂપિયા ડબલ કરવાની સ્કીમ બાબતે જણાવ્યું હતું. તેના ચક્કરમાં ફસાઈને ધર્મેન્દ્ર કુમાર ટ્રાન્સપોર્ટ નગર પહોંચ્યા. ત્યાં તેમની મુલાકાત કેટલાક યુવકો સાથે થઈ.

સ્કૉર્પિયો સવાર યુવકોએ ધર્મેન્દ્ર પાસેથી 3 લાખ રૂપિયા લીધા. તેના બદલે 6 લાખ રૂપિયા ધર્મેન્દ્રને પકડાવી દીધા. ત્યારબાદ યુવક થોકડી લઈને ભાગી નીકળ્યા. ધર્મેન્દ્રએ નકલી નોટ જોઈને સરોજનીનગર પોલીસ સ્ટેશન પહોંચીને કેસ નોંધાવી દીધો. ટ્રાન્સપોર્ટ નગર સ્થિત એક કાર શૉરુમ પાસે લાગેલા CCTV ફૂટેજની મદદથી ઠગોની કારનો નંબર મળ્યો. સાથે જ ધર્મેન્દ્રને જે નંબર પરથી કોલ આવ્યો હતો તેને સર્વિલાન્સ પર લઈને તપાસ શરૂ કરવામાં આવી.

અજીત સાથે ગેંગના હજુ બે લોકો સામેલ છે, જેની તપાસ પોલીસ કરી રહી છે. આરોપીએ જણાવ્યું કે, તે રેન્ડમ મોબાઈલ નંબર ડાયલ કરે છે. ત્યારબાદ લોકોને અડધા કલાકમાં રૂપિયા ડબલ કરવાની સ્કીમ બતાવવામાં આવે છે. તેમાં ફસાનાર લોકોને વિશ્વાસ અપાવવા માટે પહેલા અસલી નોટને નકલી નોટ બતાવી દેવામાં આવે છે. ચિહ્નિત વ્યક્તિ નકલી નોટ સમજીને અસલી નોટ બજારમાં ચલાવે છે. ફરી ફોન આવવા પર એ લોકો મોટી રકમ માગે છે.

લાલચમાં ફસવાની વ્યક્તિ બેગણા રૂપિયાની લાલચમાં ફસાઈને સરળતાથી બતાવેલી જગ્યા પર પહોંચી જાય છે. ત્યારબાદ ગેંગના સભ્ય ગાડી ઉપર અને નીચે થોડી અસલી નોટ મૂકીને થોકડી પકડાવીને ભાગી જાય છે. ધર્મેન્દ્ર કુમાર પાસેથી પકડાયેલા 3 લાખમાંથી 2 લાખ 15 હજાર રૂપિયા પોલીસે જપ્ત કરી લીધા છે. તો આરોપી અજીત પાસેથી ચિલ્ડ્રન બેંક લખેલી નોટ સાથે કેટલીક નકલી નોટ પણ મળી છે. અજિતે પોલીસને જણાવ્યું કે, તે નેપાળના એક વ્યક્તિ પાસે નકલી નોટ લઈને આવે છે, જેનો ઉપયોગ થોકડી બનાવવામાં કરવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp