હાર્ટ એટેકમાં જીવ બચાવી શકે છે ડૉક્ટર્સની આ ટ્રિક, જાણો તરત શું કરવું જોઇએ

PC: sahyadrihospital.com

કોરોના મહામારી પછી આખી દુનિયામાં હ્યદયની બીમારીથી જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધી રહી છે. ડૉક્ટરોનું કહેવું છે કે યુવાઓમાં પણ કાર્ડિએક અરેસ્ટના મામલા પણ વધી રહ્યા છે. જો દેશમાં દરેક પરિવારમાં એક વ્યક્તિ CPR શીખી લે તો હાર્ટ એટેકથી થનારી મોત 60 ટકા સુધી ઘટી શકે છે. આ કહેવું છે એમ્સના એનસ્થેસિયા વિભાગના પ્રોફેસર અને ઈન્ડિયન રેસેસિટેશન સોસાયટીના સચિવ ડૉ. રાકેશ ગર્ગનું. તેમની સંસ્થા દેશની શાળાઓ, કોલેજો, હોસ્પિટલો, વિધાનસભા, એરપોર્ટ, રેલવે સ્ટેશન અને અન્ય સાર્વજનિક સ્થાનો પર કામ કરનારા લોકો માટે CPRની તાલીમ આપે છે.

શું હોય છે CPR

આરએમએલના હાર્ટ ડીસિઝ વિભાગના પ્રોફેસર ડૉ. તરુણ કુમાર અનુસાર, પોતાના બંને હાથોને દર્દીની છાતીની વચ્ચે નીચેના ભાગમાં રાખો. દર મિનિટ 100થી 120 વાર જોરથી છાતી પર ધક્કો આપો. આ દરમિયાન દર્દીની છાંતીને બે ઈંચ જેટલી દબાવવી જોઇએ. જુઓ દર્દી પ્રતિક્રિયા આપી રહ્યો છે કે નહીં. મેડિકલ ઈમરજેંસી હેલ્પ ન આવવા સુધી CPR આપતા રહો. CPR મોડલ પર શીખવું જરૂરી છે. એક ખરાબ CPR કરવું CPR ન કરવા જેવું છે. માટે તેની યોગ્ય રીતે તાલીમ મળવી જોઇએ. જેના માટે સાવચેતીની જરૂરત છે.

ઘણાં ઓછા લોકોને જાણકારી

CPR એટલે કે કાર્ડિયોપલ્મોનરી રિસસિટેશન. આની જાણકારી ઘણાં ઓછા લોકોને હોય છે. ડૉ. રાકેશ યાદવે ભારતમાં એ ચાર અધ્યયનોનું વિષ્લેષણ કર્યું, જેમાં એ જાણકારી લેવામાં આવી હતી કે પીડિતની પાસે ઊભા રહેલા લોકોએ CPR આપ્યું કે નહીં. આવા લગભગ 3000 દર્દીઓના સરવે પછી ખબર પડી કે માત્ર 2 થી 9 ટકા દર્દીઓને જ હોસ્પિટલ લઇ જવા પહેલા પાસે ઊભા રહેવા વ્યક્તિએ CPR આપ્યો છે.

જ્યારે કોઇને હાર્ટ એટેક આવે છે તો તેના બચવાની સંભાવના દર મિનિટ 7 થી 10 ઓછી થવા લાગે છે. 2 થી 4 મિનિટની અંદર CPR કોણ આપી શકે છે. જેને કાર્ડિએક અરેસ્ટ આવ્યો છે, તેની આસપાસ મોજૂદ લોકો. મોટા ભાગના કાર્ડિએક અરેસ્ટ ઘરની બહાર થાય છે. એવામાં CPR આપવાની જવાબદારી ત્યાં મોજૂદ વ્યક્તિની હોય છે. દુનિયામાં થનારી 10 ટકા લોકોની મોત હોસ્પિટલની બહાર હાર્ટ એટેકથી થાય છે.

અહીં અગત્યની વાત એ છે કે, જો દર્દીને હાર્ટ એટેક આવ્યો છે અને તે ભાનમાં છે તો CPR આપવાની જરૂરત નથી. ડૉક્ટર્સની સલાહ પર બ્લડ થિનર્સ આપ્યા પછી તે દર્દીને હોસ્પિટલ લઇ જવો જોઇએ. જો વ્યક્તિના હ્યદય ધડકતું બંધ થઇ જાય છે ત્યારે જ CPR આપવામાં આવે છે.

15 મિનિટમાં શીખી શકાય છે આ પ્રક્રિયા

પ્રોફેસર રાકેશ ગર્ગ અનુસાર, જો કાર્ડિએક અરેસ્ટવાળા વ્યક્તિને બેથી ચાર મિનિટની અંદર CPR મળી જાય તો તેના જીવવાની સંભાવના 60 ટકા વધી જાય છે. 15 મિનિટમાં CPRની પ્રક્રિયા શીખી શકાય છે. દરેક પરિવારમાં ઓછામાં ઓછા એક વ્યક્તિને CPR આપતા આવડવું જોઇએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp