શું ફરીથી મુખ્યમંત્રી બનશો? જેલથી નીકળ્યા બાદ હેમંત સોરેને આપ્યો જવાબ

PC: abplive.com

ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેને ભાજપ પર તેમની વિરુદ્ધ ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો છે. તેમણે જણાવ્યું કે, આગામી વિધાનસભાની ચૂંટણી બાદ ભાજપનો રાજ્યમાંથી સફાયો થઈ જશે. એક ટી.વી.ને આપેલા ઇન્ટરવ્યૂમાં ઝારખંડ મુક્તિ મોરચા (JMM) નેતા હેમંત સોરેને કહ્યું કે, તેમના પિતા, પૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેન આ તેમની પાર્ટીના અન્ય લોકોને ખૂબ ખરાબ સમયમાંથી પસાર થવું પડ્યું છે. પોતાની ધરપકડ પર ભાજપ પર પ્રહાર કરતા સોરેને કહ્યું કે, એજન્સીઓનો દુરુપયોગ થઈ રહ્યો છે. ગરીબો, આદિવાસીઓ અને ખેડૂતોનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે.

તેમણે કહ્યું કે, રાજ્યના લોકોએ બધુ જોયું છે અને નવેમ્બરની આસપાસ થનારી ચૂંટણીમાં પતાની નારાજગી દેખાડશે. ઝારખંડમાં JMMના નેતૃત્વવાળા ગઠબંધનનું શાસન છે, જેના 27 ધારાસભ્ય છે. ત્યારબાદ કોંગ્રેસ છે જેના 18 ધારાસભ્ય છે. ગઠબંધન જે INDIA ગઠબંધનનો હિસ્સો છે. RJD અને CPI (માર્ક્સવાદી-લેનિનવાદી) લિબરેશન પણ સામેલ છે, જેમની પાસે 1-1 સીટ છે. જેલમાં વિતાવેલા સમય બાબતે પૂછવા પર JMM નેતાએ કહ્યું કે, અમારી પાર્ટી પ્રમુખ શિબુ સોરેન અને પાર્ટીના ઘણા અન્ય નેતાઓએ વધારે મુશ્કેલ લડાઈ લડી છે.

વસ્તુઓને સમજવા અને મારી વિરુદ્ધ રચેલા ષડયંત્રને સમજવાનો અવસર મળ્યો. જે કેસોમાં તેમનું નામ છે તેના પર તેમણે કહ્યું કે, કોર્ટે આદેશ આપ્યો છે કે તે ઓનલાઇન ઉપલબ્ધ છે. તેને જુઓ અને આકલન કરો કે ગરીબો, દલિતો, પછાત અને ખેડૂતોનો અવાજ કેવી રીતે દબાવવામાં આવી રહ્યો છે. હું જેલમાં હતો. એક ગરીબ વ્યક્તિ, એક ખેડૂત માટે, દરેક પળ અને દરેક કલાક કિંમતી છે. સોરેનની ધરપકડ બાદ પાર્ટીના ત્રીજા નંબરના નેતા ચંપઈ સોરેન મુખ્યમંત્રી બન્યા. ત્યારબાદ હેમંત સોરેનની પત્ની કલ્પના દ્વારા કમાન સંભાળવાની અફવાઓ સામે આવી અને તેમની ભાભી સીતા સોરેને પણ સતત સંઘર્ષ વચ્ચે લોકસભાની ચૂંટણી અગાઉ પાર્ટી છોડી દીધી.

શું તમે ફરી મુખ્યમંત્રી બનશો? સોરેને કહ્યું કે, હું આ બધા પર પછી વિચાર કરીશ. હું કાલે જ બહાર આવ્યો છું. હું પાર્ટી કાર્યકર્તાઓ સાથે છું અને તેઓ મારું સ્વાગત કરી રહ્યા છે. મારા પ્રિય કાર્યકર્તાઓએ ભરોસો વ્યક્ત કર્યો છે. તેમનો મારા પર ભરોસો છે અને હું તેમના ઉત્સાહમાં ભાગીદાર છું. હું અત્યારે સરકાર કે પાર્ટી તરફથી જોઈ રહ્યો નથી. આ બધુ આગામી સમયમાં જોવામાં આવશે અને તમને બતાવવામાં આવશે.

જ્યારે સોરેન સળિયા પાછળ હતા ત્યારે સોરેને સક્રિય ભૂમિકા નિભાવી અને INDIA ગઠબંધનની બેઠકમાં પણ ભાગ લીધો. જ્યારે JMM નેતાને તેમની ભવિષ્યની ભૂમિકા બાબતે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, તે મારી પત્ની છે અને અમે એક રાજનીતિક પરિવારથી છીએ. મારા પિતા રાજનીતિમાં રહ્યા છે અને મારા મોટા ભાઈ, મારી પત્ની અને હું રાજનીતિમાં રહ્યા છીએ. અમારા વિરોધી કહેશે વંશવાદની રાજનીતિ, પરંતુ હું માત્ર એટલું જ કહીશ કે દરેકે પોતાની ક્ષમતા મુજબ કામ કરવું જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp