ચંદ્રયાન-3એ મોકલ્યો ચાંદામામાનો નવો વીડિયો, લેન્ડિંગ પર ISROએ આપ્યું મોટું અપડેટ

PC: twitter.com/isro

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO)એ ચંદ્રયાન-3નું લેન્ડર, ચંદ્રમાની સપાટી પર ઉતરવાના નક્કી સમયથી એક દિવસ અગાઉ કહ્યું કે, ચંદ્રયાન-3 મિશન નિર્ધારિત કાર્યક્રમ મુજબ આગળ વધી રહ્યું છે. ISRO ટેલિમેટ્રી, ટ્રેકિંગ અને કમાન્ડ નેટવર્ક (ISTRC)માં સ્થિત મિશન ઓપરેશન્સ કોમ્પ્લેક્સમાં ઉત્સાહનો માહોલ છે. ISROએ ચંદ્રમા પર ભારતના ત્રીજા મિશનની આજે બપોરે ફ્રેશ જાણકારી આપતા કહ્યું કે, મિશન નક્કી કાર્યક્રમ મુજબ આગળ વધી રહ્યું છે.

પ્રણાલીઓની નિયમિત તપાસ કરવામાં આવી રહી છે. સુચારું સંચાલન ચાલુ છે. ISROએ MOX/ISTRCથી ચંદ્રયાન-3ના ચંદ્રમાની સપાટી પર ઉતરવાનું સીધું પ્રસારણ બુધવારે સાંજે 05:20 વાગ્યાથી શરૂ કરી દેવામાં આવશે. લેન્ડર (વિક્રમ) અને રોવર (પ્રજ્ઞાન)થી યુક્ત લેન્ડર મોડ્યૂલના બુધવારે સાંજે 06:04 વાગ્યે ચંદ્રમાની સપાટીના દક્ષિણ ધ્રૂવ ક્ષેત્રની નજીક સોફ્ટ લેન્ડિંગ કરે તેવી આશા છે.

ચંદ્રયાનના લેન્ડરે લગભગ 70 કિલોમીટરની ઊંચાઈથી લેન્ડર પોઝિશન ડિટેક્શન કેમેરા (LPDC)થી ચંદ્રમાની કેટલીક તસવીરો મોકલી છે. જેને ISROએ શેર કરી છે. LPDC તસવીરો ઓનબોર્ડ ચંદ્રમાના મેપ સાથે મેળવીને લેન્ડર મોડ્યૂલને તેની સ્થિતિ નિર્ધારિત કરવામાં સહાયતા કરે છે. ISROએ ‘લેન્ડર’ હેઝાર્ડ ડિટેક્શન એન્ડ એવાઈડેન્સ કેમેરા (LHDAC)થી લેવામાં આવેલી ચંદ્રમાના કેટલાક અંતરિયાળ હિસ્સાની તસવીરો સોમવારે શેર કરી હતી.

અમદાવાદ સ્થિત આંતરિક અનુપ્રયોગ કેન્દ્ર (SAC) દ્વારા વિકસિત આ કેમેરો નીચે ઊતરતી વખત એવા સુરક્ષિત લેન્ડિંગ ક્ષેત્રની જાણકારી મેળવવામાં સહાયતા કરે છે, જ્યાં પથ્થરો કે ઊંડી ખીણ ન હોય. ISROના જણાવ્યા મુજબ, ચંદ્રયાન-3 મિશનના ઉદ્દેશ્યોને પૂરા કરવા માટે લેન્ડરમાં LHDAC જેવી ઘણી ઉન્નત ટેક્નોલોજીઓ છે. ચંદ્રયાન-2ની નિષ્ફળતા બાદ ચંદ્રયાન-3ને 14 જુલાઇના રોજ પ્રક્ષેપિત કરવામાં આવ્યું હતું. ચંદ્રયાન-3ને ચંદ્રની સપાટી પર સફળતાથી ઉતરવા અને ફરવાની ક્ષમતાઓને પ્રદર્શિત કરવા માટે મોકલવામાં આવ્યું છે.

તો ચંદ્રયાન-2 મિશનને વર્ષ 2019માં મોકલવાના સમયે ISRO પ્રમુખ રહેલા કે. સિવાને કહ્યું કે, રશિયાના લૂના-25 મૂન મિશનની નિષ્ફળતા ચંદ્રયાન-3 અભિયાન પર કોઈ અસર નહીં પાડે. તેમને એમ પૂછવામાં આવ્યું હતું કે, રશિયા મિશનની નિષ્ફળતા બાદ શું ISRO સોફ્ટ લેન્ડિંગ અગાઉ વધારે દબાવમાં છે? ISROએ રવિવારે કહ્યું હતું કે, ચંદ્રયાન-3 મિશનનું લેન્ડર મોડ્યુલ ચંદ્રમાની સપાટી પર બુધવારે સાંજે લગભગ 06:04 વાગ્યે ઉતરવાનું છે. સિવાને કહ્યું કે, ચંદ્રયાન-3 મિશન યોજના મુજબ આગળ વધી રહ્યું છે. સોફ્ટ લેન્ડિંગ યોજના મુજબ થશે. આશા છે કે આ વખત તે સપાટી પર ઉતરવામાં સફળ રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp