શું છે યુનિફાઇડ પેન્શન સ્કીમ, NPS થી UPS કેટલી અલગ, જાણો તેના ફાયદા
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે 24 ઑગસ્ટે એકીકૃત પેન્શન યોજના (UPS)ને મંજૂરી આપી દીધી છે. આ નવી વ્યવસ્થાને 1 એપ્રિલ 2025થી લાગૂ કરવામાં આવશે. કેન્દ્ર દ્વારા આ પગલું સરકારી કર્મચારીઓની નવી પેન્શન યોજના (NPS)માં સુધારાની લાંબા સમયથી પેન્ડિંગ માગ બાદ ઉઠાવવામાં આવ્યું છે. કેબિનેટના નિર્ણયો પર જાણકારી આપતા સૂચના અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, સરકારી કર્મચારીઓ તરફથી NPSમાં સુધારની માગ કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એપ્રિલ 2023માં એ સમયના નાણામંત્રી ટી.વી. સોમનાથનના નેતૃત્વમાં તેના પર એક સમિતિ બનાવી હતી. વ્યાપક પરામર્શ અને ચર્ચા બાદ સમિતિએ એકીકૃત પેન્શનની ભલામણ કરી છે. આજે કેન્દ્રીય મંત્રીમંડળે આ યોજનાને મંજૂરી આપી દીધી છે.
UPSના 5 પિલર
સુનિશ્ચિત પેન્શન: UPS હેઠળ ઓછામાં ઓછી 25 વર્ષની નોકરી કરનાર સરકારી કર્મચારીઓને નિવૃત્તિ અગાઉ છેલ્લા 12 મહિનામાં પ્રાપ્ત સરેરાશ મૂળ વેતની 50 ટકા પેન્શન આપવામાં આવશે.
સુનિશ્ચિત પરિવારિક પેન્શન: તેમાં પારિવારિક પેન્શની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારબાદ તેમાં કર્મચારીના મૂળ વેતનના 60 ટકા તેના પરિવારને આપવામાં આવશે. કર્મચારીના મોતની સ્થિતિમાં તેને તાત્કાલિક આપવામાં આવશે.
સુનિશ્ચિત લઘુત્તમ પેન્શન: લઘુત્તમ 10 વર્ષની સેવા બાદ નિવૃત્તિના મામલે UPSમાં 10,000 રૂપિયા દર મહિનાના હિસાબે સુનિશ્ચિત લઘુત્તમ પેન્શનનું પ્રાવધાન છે.
મોંઘવારીનું પણ ધ્યાન: સુનિશ્ચિત પેન્શન, સુનિશ્ચિત પારિવારિક પેન્શન સિવાય આ નવી વ્યવસ્થામાં મોંઘવારી ભથ્થાનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે.
ગ્રેચ્યૂટી: નિવૃત્તિ પર ગ્રેચ્યૂટીની ચૂકવણી કરવામાં આવશે. તેની ગણતરી નિવૃત્તિની તારીખ પર દર 6 મહિનાની સેવા માટે માસિક પરિશ્રમ (પગાર + મોંઘવારી ભથ્થા)નો 1/10નો હિસ્સો હશે. કેન્દ્ર સરકાર કર્મચારીઓને નવી પેન્શન યોજના (NPS)માં બન્યા રહેવા કે એકિકૃત પેન્શન યોજની (UPS)માં સામેલ થવાનો નિર્ણય લેવાનો અધિકાર હશે. આ એ બધા કર્મચારીઓ પર પણ લાગૂ થશે, જે 2004 બાદ NPS હેઠળ પહેલા જ નિવૃત્ત થઇ ચૂક્યા છે. જો કે, નવી યોજના 1 એપ્રિલ 2025થી પ્રભાવી થશે, પરંતુ NPS હેઠળ તેની શરૂઆતના સમયથી નિવૃત્ત થનાર બધા લોકો અને 31 માર્ચ 2025 સુધી નિવૃત્ત થનાર લોકો પણ UPSના આ બધા લાભોને પાત્ર હશે.
NPS શું છે?
જાન્યુઆરી 2004માં શરૂ કરવામાં આવેલી રાષ્ટ્રીય પેન્શન યોજના (NPS) મૂળ રૂપે સરકારી કર્મચારીઓ માટે નિવૃત્તિ યોજના છે. ત્યારબાદ 2009માં તેને અન્ય બધા ક્ષેત્રને સામેલ કરવા માટે વિસ્તાર કરવામાં આવી. NPS પૂરતા રોકાણના લાભની ક્ષમતા સાથે પેન્શનનું આશ્વાસન આપે છે. નિવૃત્તિ બાદ કર્મચારીઓ માટે પોતાના સંચિત કોષનો એક હિસ્સો કાઢવાનો વિકલ્પ હોય છે. જ્યારે બાકી રકમ માસિક આવકના રૂપમાં વિતરીત કરવામાં આવે છે.
NPSને 2 સ્તરમાં વિભાજિત કરવામાં આવી છે. ટિયર 1 ખાતું અને ટિયર 2 ખાતું. જે વ્યક્તિ ટિયર 1 ખાતું પસંદ કરે છે, તેઓ નિવૃત્તિ બાદ જ રોકડ કાઢી શકે છે. ટિયર 2 ખાતા જલદી ઉપાડની મંજૂરી આપે છે. આયકર ધિનિયમની કલમ 80 CCD હેઠળ NPSમાં રોકાણ કરવા પર 1.5 લાખ રૂપિયા સુધીનો ટેક્સ લાભ પણ મળે છે. NPS કોષનો 60 ટકા કાઢવા પર તે કર મુક્ત થઈ જાય છે.
NPS, જૂની પેન્શન યોજના (OPS)થી કેવી રીતે અલગ?
NPSએ જૂની પેન્શન યોજનાની જગ્યા લીધી હતી. જૂની પેન્શન યોજના (OPS) કર્મચારી દ્વારા પ્રાપ્ત કરવામાં આવેલા છેલ્લા પગાર પર આધારિત હતી. OPS હેઠળ કર્મચારી નિવૃત્તિ બાદ પેન્શનના રૂપમાં છેલ્લા પગાર આધારે 50 ટકા કાઢી શકે છે. NPS હેઠળ કોઈ વ્યક્તિને નિવૃત્તિના સમય સુધી યોગદાન માટે સંચિત કોષના 60 ટકા કાઢવાની મંજૂરી છે. આ કર મુક્ત રકમ છે. બાકી 40 ટકા પેન્શનમાં પરિવર્તિત કરવામાં આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp