ટ્રેન મોડી થતા અને ભોજન ન મળવા પર હાઈકોર્ટના જજે રેલવે પાસે માગ્યો જવાબ

PC: barandbench.com

સામાન્ય રીતે ટ્રેનો મોડી ચાલતી રહેતી હોય છે. સામાન્ય નાગરિકોને તેની આદત થઇ ગઇ છે. અલાહાબાદ હાઈકોર્ટના જજને રાહ જોવડાવવા અને મુસાફરી દરમિયાન તકલીફ થવા પર રેલવે વિભાગને  આ ભૂલ ભારે પડી છે. અલાહાબાદ હાઈકોર્ટના રજિસ્ટ્રારે રેલવે અધિકારીઓને પત્ર લખ્યો છે. 8 જુલાઈના રોજ દિલ્હીથી પ્રયાગરાજ સુધી પુરુષોત્તમ એક્સપ્રેસમાં મુસાફરી સમયે હાઈકોર્ટના જજને થયેલી અસુવિધા અંગે સ્પષ્ટીકરણ માગ્યુ છે.

પરિવાર સાથે પ્રયાગરાજ જઇ રહ્યા હતા જજ

રિપોર્ટ અનુસાર, 14 જુલાઈના રોજ લખવામાં આવેલા પત્ર મુજબ રજિસ્ટ્રારે જણાવ્યું કે ટ્રેન 3 કલાકથી વધારે મોડી હતી. ત્યાર પછી જજને મુસાફરી દરમિયાન ભોજન અને પાણી અંગે પૂછવામાં આવ્યું નહીં. આ લેટર દ્વારા ઉત્તર મધ્ય રેલવેના સંબંધિત અધિકારીઓ સામે પગલા લેવાની માગ કરવામાં આવી છે. આ આખો કેસ 8 જુલાઈનો છે. હાઈકોર્ટના જજ જસ્ટિસ ગૌતમ ચૌધરી પત્ની સાથે પુરુષોત્તમ એક્સપ્રેસના એસીકોચમાં દિલ્હીથી પ્રયાગરાજ માટે નિકળ્યા હતા.

ભોજન પણ આપવામાં આવ્યું નહીં

ટ્રેન 3 કલાકથી વધુ સમય માટે મોડી થઇ હતી. જજે વારંવાર ટીટીને કહ્યું કે કોઈ જીઆરપીના સિપાહીને મોકલી આપે. તેમ છતાં જીઆરપીનો કોઈ જવાન હાજર થયા નહીં. વારે વારે ફોન કરવા છતાં પેન્ટ્રી કારનો કોઈપણ કર્મચારી રીફ્રેશમેન્ટ આપવા માટે હાજર રહ્યા નહીં. એટલું જ નહીં જજે પેન્ટ્રી કારના મેનેજરને પણ ફોન કર્યો પણ તેને ફોન ઉપાડ્યો નહીં. ત્યાર બાદ નાખુશ જજે નોર્થ સેન્ટ્રલ રેલવેના જનરલ મેનેજરને આદેશ આપ્યો કે તે રેલવેના જવાબદાર અધિકારીઓ, જીઆરપીના અધિકારીઓ અને પેન્ટ્રી કારના સંચાલક પાસેથી જવાબ માગે.

પત્રમાં કહેવામાં આવ્યું કે, રેલવે વિભાગ જણાવે કે આ મામલે શું કાર્યવાહી કરવામાં આવી છે. નોટિસ મળ્યા પછી સંબંધિત અધિકારીઓ પાસેથી જવાબ માગવામાં આવ્યો છે અને તેને કોર્ટમાં દાખલ કરવા કહેવામાં આવ્યું છે. નોર્થ સેન્ટ્રલ રેલવેના પીઆરઓએ જણાવ્યું કે, અમે પત્રને ધ્યાનમાં લીધો છે અને સંબંધિત અધિકારીઓ પાસેથી જવાબ માગ્યો છે. સ્પષ્ટીકરણ મળ્યા પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે અને માનનીય ન્યાયાલયને તેની જાણકારી આપવામાં આવશે. અમારે હેતુ સૌને શ્રેષ્ઠ સેવા આપવાનો છે. અમે જોઈ રહ્યા છે કે ચૂક ક્યાં થઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp