શાળાની ખરાબ હાલતને લઇને કોર્ટે કેજરીવાલ સરકારને કહ્યું- સ્થિતિ ન બદલાઈ તો....

PC: livemint.com

દિલ્હી હાઇ કોર્ટે શાળાની ખરાબ હાલતને લઈને અરવિંદ કેજરીવાલ સરકારને જોરદાર ફટકાર લગાવી છે. દિલ્હી હાઇ કોર્ટે દાખલ કરેલી એક અરજી પર સુનાવણી કરતા દિલ્હીના શિક્ષણ સચિવને આ મામલે કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. અરજી પર સુનાવણી કરતા દિલ્હી હાઇ કોર્ટે શિક્ષણ સચિવને કહ્યું કે, પોતાના શપથપત્રમાં જલદી જ આ મામલે અમલ કરતા સ્થિતિ ન બદલાઈ તો તેમની વિરુદ્ધ કોર્ટની અવમાનના હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.

INS સાથે ખાસ વાતચીતમાં વકીલ અશોક અગ્રવાલે જણાવ્યું કે, દિલ્હી સરકાર શિક્ષણ મોડલની વાત કરે છે, પરંતુ દિલ્હીની શાળાઓની સ્થિતિ શું છે? તેને લઈને તેમણે સંપૂર્ણ જાણકારી એકત્ર કરી. ત્યારબાદ તેમણે કોર્ટમાં અરજી દાખલ કરી. હવે આ મામલે દિલ્હી હાઇ કોર્ટે કેજરીવાલ સરકારને ફટકાર લગાવી છે અને શિક્ષણ વિભાગને સમન્સ પાઠવ્યા છે. હાઇ કોર્ટે આ આખા પ્રકરણમાં સખત ટિપ્પણી કરતા કહ્યું કે, અશોક અગ્રવાલનો રિપોર્ટ બતાવે છે કે દિલ્હીની શાળાઓની સ્થિતિ સારી નથી.

દિલ્હીની એક શાળામાં 3600 બાળકો ભણી રહ્યા છે. એ પણ ટીમની નીચે. પહેલી તારીખથી બધા બાળકોને નવા પુસ્તકો મળવા જોઈએ. એ પુસ્તકો પણ મળ્યા નથી. દિલ્હીમાં લગભગ 10 લાખ બાળકો પહેલા ધોરણથી આઠમા ધોરણ સુધીમાં ભણે છે અને તેમને પુસ્તકો પણ મળ્યા નથી. બિલ્ડિંગ સારી નથી, બેન્ચ તૂટેલી છે, પરંતુ આમ આદમી પાર્ટી એટલે કે દિલ્હી સરકાર માત્ર જાહેરાત પર ધ્યાન આપે છે, જ્યારે નોર્થ દિલ્હીની મોટા ભાગની શાળા એવી છે, જેમની બિલ્ડિંગ ખરાબ છે.

એક એક ધોરણમાં શાળામાં સંખ્યાથી વધુ બાળકો ભણી રહ્યા છે. બાળકો માટે શાળાની અંદર કોઈ સુવિધા નથી. તો સચિવે ખરાબ સ્થિતિમાં હા પાડી તો જસ્ટિસ મનમોહને કહ્યું કે તમારી આ જ બેદરકારીના કારણે તિહાડ જેલમાં સમસ્યા અને ભીડ બંને વધી છે. તિહાડ જેલમાં 10 હજાર કેદીઓની ક્ષમતા છે, પરંતુ ત્યાં 23 હજાર છે. કારણ અશિક્ષિત લોકો. તમે યુવા પેઢીનું ભવિષ્યને બરબાદ કરી રહ્યા છો. કોર્ટે કહ્યું કે, તમારા અધિકારી જો ધીમા કે સ્ફુર્તિલા ન હોય તો તમારે જોવું પડશે કે કેવી રીતે પોતાની ડ્યુટીના સમયે અને ઈમાનદારીથી નિભાવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp