આ ગામની અદ્વભુત પ્રથા, લગ્ન મોટા સાથે, પરંતુ પતિ બધા ભાઈ બની જાય છે
આજની આ ભાગદોડ ભરેલી જિંદગીમાં ઘણી જૂની પરંપરાઓ વિલુપ્ત થતી જઇ રહી છે, પરંતુ કેટલીક પરંપરાઓ એવી પણ છે જે મહાભારત કાળથી આજ સુધી જીવિત છે. આ પરંપરા મુજબ, એક જ છોકરીના ઘણા ભાઈઓ સાથે લગ્ન થાય છે અને દરવાજા પર ટોપીનો પહેરો હોય છે. ટોપીને જોઈને બીજો ભાઈ રૂમમાં આવતો નથી. મહાભારત કાળની બહુ પતિ પ્રથાનું ચલણ આ સમયે પણ કાયમ છે. અહી દ્રૌપદીની જેમ જ મહિલાઓના 5 કે તેનાથી પણ વધારે પતિ હોય છે. એ ક્યાંક દૂર નહીં, ભારતમાં જ છે.
હિમાચલ પ્રદેશના કિન્નોર જિલ્લામાં એક ઘરમાં ભલે ગમે તેટલા પુત્ર હોય, તેમના લગ્ન એક જ છોકરી સાથે થાય છે. એટલે કે બધા ભાઇઓની એક જ પત્ની હોય છે. હિમાચલ પ્રદેશના કિન્નોર ગામ ટુરિઝ્મ હિસાબે પ્રસિદ્ધ છે. અહીનું કલ્ચર અને ટ્રેડિશન જાણવા માટે લોકો આવે છે. આ ગામમાં મહિલાઓનું ખૂબ સન્માન હોય છે. તેમને સમાજમાં સર્વોચ્ચ દરજ્જો આપવામાં આવે છે. અહી શિયાળામાં બરફ જોવા માટે ખૂબ સહેલાણીઓ ઉમટે છે.
હિમાચલ પ્રદેશના કિન્નોર સમાજમાં મહિલાઓ પરિવારની મુખિયા હોય છે. મહિલા પતિ અને બાળકોની દેખરેખ કરવા સાથે જ ખેતી, ખેડૂત તરીકે પણ કાર્ય કરે છે, પુરુષ જ નહીં, પરંતુ મહિલાઓ પણ ભોજન સાથે રોજ દારૂ પી છે. વધુ ઠંડી હોવાના કારણે શરીરને ગરમ રાખવા માટે દારૂ પી લે છે. અહી જ્યારે એક છોકરીના લગ્નની ઉંમર થઈ જાય છે તો બધા ભાઇઓના એક જ દિવસે લગ્ન થઈ જાય છે.
બધા ભાઈ એક સાથે વર બનીને મંડપમાં જાય છે. લગ્ન બાદ જો કોઈ એક પતિનું મોત થઈ જાય છે તો મહિલાઓને દુઃખ મનાવવા દેવામાં આવતી નથી. જો કોઈ ભાઈ દુલ્હન સાથે રૂમમાં હોય તો પોતાની ટોપી રૂમ બહાર દરવાજા પર રાખી દે છે. બાકી ભાઈ એ પરંપરાનું સન્માન કરે છે. જો કોઈ ભાઈ રૂમ તરફ આવે છે તો એ ટોપી જોઈને પાછો જતો રહે છે અને રૂમમાં પ્રવેશ કરતો નથી. કેટલાક લોકો પાંડવોના સમયથી પણ કિન્નોરમાં બહુપતિ પ્રથાને પ્રાચીન માને છે. પત્ની સાથે સમયની ઉચિત ફાળવણી થવાથી આ પ્રથાથી વૈવાહિક જીવન પર અનાવશ્યક દબાવ પડતો નથી. બધા બાળકો પોતાના કાયદાકીય પિતા અને પોતાના અન્ય ભાઈઓને મધ્ય પિતા, નાના પિતા વગેરે કહે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp