-મિયાં મિયાં ન બોલો...AIUDF ચીફ બદરૂદ્દીન અજમલે આપ્યું વિવાદિત નિવેદન

PC: indiatodayne.in

ઓલ ઈન્ડિયા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (AIUDF) પ્રમુખ અને લોકસભાના સાંસદ બદરૂદ્દીન અજમલે ફરી એક વખત વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, 'મિયાં મિયાં ન બોલો, હું તમને પડકાર આપું છું, જો મુસ્લિમ નહીં હોય તો તમને 3 દિવસ સુધી ખાવાનું નહીં મળે, નિર્માણ કાર્ય રોકાઈ જશે. તેમણે મુસ્લિમોને 3 દિવસની અંદર ગુવાહાટી છોડવાની વાત કહી. પરંતુ તમે મુસ્લિમોને બહાર નહીં કરી શકો, ન 3 વર્ષમાં, ન 300 વર્ષમાં.

આ નિવેદન આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાની 'મિયાં' ગ્રુપ પર ટિપ્પણીના જવાબમાં આપ્યું છે. મંગળવારે આસામના રૂપાહીહાટમાં એક સાર્વજનિક સભાને સંબોધિત કરતા તેમણે ટિપ્પણી કરી કે, સરકાર ભલે ગમે તેટલો પ્રયાસ કરી લે, પરંતુ મુખ્યમંત્રી મિયાસને 300 વર્ષમાં પણ ગુવાહાટીથી નહીં હટાવી શકે. આ અગાઉ આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ તેમના પર પ્રહાર કર્યો હતો. તેમણે બદારૂદ્દીન અજમલને ચેતવણી આપી કે તેઓ રાજ્યમાં જાદુઇ ઉપચાર ન કરે, નહિતર તેમની ધરપકડ કરી શકાય છે.

બુધવારે (6 માર્ચના) રોજ આસામના લખીમપુર જિલ્લામાં ઘણી વિકાસ પરિયોજનાઓનો શુભારંભ કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે, બદરૂદ્દીન અજમલ જાદુઇ ઉપચાર કરે છે અને તેમણે પોતાની સાર્વજનિક બેઠકો દરમિયાન પણ પોતાની ચાલો અજમાવી. પરંતુ આસામ વિધાનસભાએ એક બિલ પાસ કર્યું છે અને રાજ્યમાં જાદુઇ ઉપચાર પર પ્રતિબંધ લગાવ્યો છે, જે કોઈ પણ એમ કરશે તેને જેલના સળિયા પાછળ નાખી દેવામાં આવશે.

CM સરમાએ કહ્યું કે, બદરૂદ્દીન અજમલ પોતાની વાતનું પાલન કરી શકતા નથી, પરંતુ AIUDF નેતાએ વિધાનસભામાં પાસ આસામ હીલિંગ (પ્રીવેન્શન ઓફ ઇવીલ પ્રેક્ટિસિસ બિલ 2024)નું પાલન કરવું જોઈએ. ઉલ્લેખનીય છે કે, આસામ સરકારે હાલમાં જ સંપન્ન વિધાનસભાના બજેટ સત્રમાં બિલ પાસ કર્યું, જે ચિકિત્સાના નામ પર જાદુઇ ઉપચારને ગેરકાયદેસર જાહેર કરશે અને તેમાં સામેલ કોઈ પણ વ્યક્તિ માટે કઠોર દંડનું સૂચન આપશે. બિલનો ઇરાદો કેટલીક બીમારીઓ અને સ્થિતિઓ જેમ બહેરાશ, ભાષણહીનતા, અંધાળાપણું, શારીરિક વિકૃતિ, ઓટિઝ્મ વગેરેની સારવારના નામ પર જાદુઇ ઉપચારની પ્રથાઓને પ્રતિબંધિત અને સમાપ્ત કરવાનું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp