તાજ મહલ સામે બાબાએ કરી પૂજા, મહતાબ બાગમાં કર્યો જળાભિષેક, આરતી અને તાંડવ

PC: uptak.in

આગ્રામાં મહાશિવરાત્રિના અવસર પર અખિલ ભારત હિન્દુ મહાસભાએ મેહતાબ બાગની અંદર તેજો મહાલય સામે જળાભિષેક કર્યો અને કપૂર સળગાવીને આરતી કરી. સાથે જ શિવ ત્રિશુળ અને ડમરુ સાથે નૃત્ય કર્યું. જાણકારી મળતા જ ASI કર્મીઓએ પવન બાબાને પકડી લીધા. અખિલ ભારત હિન્દુ મહાસભાના મંડળ ઉપાધ્યક્ષ પવન બાબા મહાશિવરાત્રિના અવસર પર, સવારે મેહતાબ બાગની અંદર ટિકિટ લઈને ડમરુ, ત્રિશુળ અને પૂજા સામગ્રી બેગમાં રાખીને તાજ મહલ સામે પહોંચી ગયા.

તેમણે વિધિ વિધાન સાથે સર્વપ્રથમ ગંગાજળથી સ્થાન પવિત્ર કર્યા બદ ધૂપબત્તી કપૂર એક દીવામાં રાખીને અગ્નિ પ્રકટ કરી અને તેજો મહાલયની આરતી કરીને બમ બમ ભોલે કરતા શિવ નૃત્ય અને તાંડવ કર્યો. લગભગ 10 મિનિટ સુધી પૂજા અર્ચના કરી. મેહતાબ બાગમાં સુરક્ષાકર્મીઓ દ્વારા તેમને રોકવાનો પ્રયાસ કર્યો, ત્યાં સુધીમાં બિલી પત્ર, ધતૂરા વેગેરે તેજો મહાલય પર ચઢી ચૂક્યા હતા. આ અવસર પર રાષ્ટ્રીય પ્રવક્તા સંજય જાટ અને પ્રદેશ અધ્યક્ષ બ્રૃજેશ ભદોરિયાએ સંયુક્ત રૂપે કહ્યું કે, આપણે સતત તાજ મહલને તેજો મહાલય માનતા આવી રહ્યા છીએ. દર વર્ષે કોઈક ને કોઈક રૂપે અમે જળાભિષેક અને આરતી કરી રહ્યા છીએ.

તેમણે વધુમાં જણાવ્યું કે, પવન બાબા વૈરાગી વેશભૂષામાં રહે છે. મેહતાબ બાગથી તેમણે તેજો મહાલય પર ભોલે બાબાનું ડમરુ વગાડ્યું હતું. પૂજા અર્ચના કરીને શિવ તાંડવ કર્યું હતું. એતમાદ્દૌલાના પ્રભારી નિરીક્ષક દુર્ગેશ કુમાર મિશ્રાએ જણાવ્યું કે, પવન બાબાને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. ઘટના પર કાર્યાદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. યોગી યૂથ બ્રિગેડના પ્રદેશ અધ્યક્ષ અજય તોમરે તાજમહાલ દુગ્ધાભિષેક માટે આગ્રા કોર્ટમાં વાદ દાખલ કરી છે. તેમણે 8 માર્ચે મહાશિવરાત્રિ પર તાજા મહલના તહખાનમાં શિવલિંગ બતાવ્યું હતું. તેના માટે કોર્ટે 14 માર્ચે સુનાવણીની તારીખ નક્કી કરી છે. તેના પર અજય તોમરે દુઃખ વ્યક્ત કર્યું.

મીડિયા રિપોર્ટ મુજબ, મથુરા સ્થિત વૃંદાવનના પવન બાબાએ પોતાના સપનામાં ભગવાન શિવના દર્શન કર્યા. પવન બાબાનો દાવો છે કે સપનામાં જળાભિષેક કરવા માટે ભગવાન શિવે તેમને કહ્યું હતું. ત્યારબાદ વૃંદાવનથી તેઓ આગ્રા પહોંચ્યા. પછી પવન બાબાએ મેહતાબ બાગમાં વિધિ વિધાનથી પૂજા કરી. બાબાએ પહેલા મેહતાબ બાગથી તાજ મહલના પાછળના હિસ્સાની આરતી ઉતારી. બિલી પત્ર ચઢાવ્યા અને ગંગા જળથી જળાભિષેક કર્યો. ત્યારબાદ બાબાએ શિવ તાંડવ નૃત્ય શરૂ કરી દીધું અને બમ બમ ભોલેના જયકારા લગાવ્યા. ઉલ્લેખનીય છે કે આખિલ ભારત હિન્દુ મહાસભા દર વર્ષે શિવરાત્રી પર તાજ મહલની પૂજા અર્ચના કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp