કાશી-મથુરા વિવાદ પર ઈરફાન હબીબ બોલ્યા- ભલે ઔરંગઝેબે મંદિરની જગ્યાએ...
દેશના પ્રખ્યાત ઇતિહાસકારોમાં સામેલ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના પ્રોફેસર ઈરફાન હબીને ફરી એક વખત જ્ઞાનવાપી અને મથુરાના કેસ પર નિવેદન આપ્યું છે. ઈરફાન હબીબે કહ્યું કે, 300 વર્ષથી ત્યાં મસ્જિદ બનેલી છે. ઔરંગઝેબે ભલે ત્યાં મંદિરની જગ્યાએ મસ્જિદ બનાવી હોય, પરંતુ શું હવે તેને તોડીને પાછું મંદિર બનાવવામાં આવશે? એ પણ ત્યારે જ્યારે દેશમાં સંવિધાન લાગૂ છે.
જ્યારે અહી આ પ્રકારની વસ્તુ થાય છે તો એવા કૃત્યો પર દુનિયા હસે છે. જે કામ ઔરંગઝેબે કર્યું, એ જ કામ હવે તમે કરવા જઇ રહ્યા છો. એવામાં તમારા અને ઔરંગઝેબમાં શું અંતર રહી ગયું. તેમણે કહ્યું કે, રહી વાત પુરાતત્વ વિભાગની તો આ બધુ પહેલાથી જ ઇતિહાસમાં લખ્યું છે ઘણા પારસી પુસ્તકોમાં આ બધી વાતોનો ઉલ્લેખ છે, પરંતુ મુદ્દો એ છે કે 300 વર્ષથી જે ઇમારત ત્યાં છે, શું તેને તોડીને તમે પાછા મંદિર બનાવશો?
અલીગઢ મુસ્લિમ યુનિવર્સીના એમેરિટસ પ્રોફેસર ઈમરાન હબીબે કહ્યું કે, ઔરંગઝેબે ભલે કાશી અને મથુરામાં મંદિરની જગ્યાએ મસ્જિદ બનાવી દીધી, પરંતુ એ વાત સાચી છે. છેલ્લા 300 વર્ષથી ત્યાં મસ્જિદ છે. એવામાં હવે શું મસ્જિદનોને તોડીને પાછા મંદિર બનાવવામાં આવશે. જો એમ થાય છે તો ખૂબ જ ખોટું છે અને દુર્ભાગ્યપૂર્ણ હશે કેમ કે સંવિધાન હોવા છતા આપણે લોકો આ પ્રકારની વસ્તુ કરીશું તો ઔરંગઝેબમાં અને સરકારમાં શું ફરક રહી જશે. શું જે ઔરંગઝેબે કર્યું, એ જ સરકાર કરવા માગે છે. કેટલાક લોકો તાજમહલને લઈને પણ ઊંધી-ચત્તી વાત કરે છે. એ બધી બકવાસ અને ફાલતુ વાતો છે.
ઉલ્લેખનીય છે કે, કાશીમાં જ્ઞાનવાપી અને મથુરામાં શાહી ઈદગાહનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે. હાલમાં જ જ્ઞાનવાપીમાં ASI સર્વે બાદ કોર્ટનો નિર્ણય પણ આવ્યો છે. જેમાં જ્ઞાનવાપીની જગ્યાએ મોટું હિન્દુ મંદિર હોવાનું પ્રમાણ મળવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. હાલમાં જ્ઞાનવાપીના વ્યાસજીના તહખાનામાં કોર્ટ દ્વારા પૂજાની મંજૂરી આપવામાં આવી. આ બધા વચ્ચે ઇતિહાસકાર ઈરફાન હબીબનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે કહ્યું કે, ઔરંગઝેબે જે કર્યું તેને 300 વર્ષ બાદ દુરુસ્ત કરવાનું ઔચિન્તય નથી. 1947ની સ્થિતિ યથાવત રાખવી પડશે. જો કોઈ ફેરફાર કરવો હોય તો કાયદો બદલવો પડશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp