પોલીસમાં 19 વર્ષથી કરી રહ્યો હતો નોકરી, નીકળ્યો હિસ્ટ્રીશીટર, આ રીતે ખૂલી પોલ

PC: ichowk.in

પોલીસવાળો હિસ્ટ્રીશીટર, સાંભળ્યું છે તમે? ઉત્તર પ્રદેશના દેવરિયામાં એવું થયું છે. દેવરિયા પોલીસ સાથે જોડાયેલો એક હોમગાર્ડ હિસ્ટ્રીશીટર નીકળ્યો છે. તેના પર ગેંગસ્ટર અને અપહરણ સહિત કેટલાક સંગીન કેસ નોંધાયેલા છે. હોમગાર્ડનું નામ કમલેશ યાદવ છે. કમલેશ યાદવ 19 વર્ષથી ઉત્તર પ્રદેશ પોલીસમાં નોકરી કરી રહ્યો છે, પરંતુ તેની ક્રાઇમ કુંડળી બાબતે કોઈને જાણકારી નહોતી. ચાલો જાણીએ તેની પોલ કેવી રીતે ખૂલી અને આગળ શું થશે?

એક અંગ્રેજી અખબારના રિપોર્ટ મુજબ, વર્ષ 2004માં કમલેશ યાદવ પોલીસ વિભાગમાં સામેલ થયો હતો. 6 મહિના અગાઉ જ દેવરિયા પોલીસ વિભાગે તેને ડાયલ 112 પોલીસ ઇમરજન્સી વાહન હેલ્પલાઈન વાહનનો ચાલક બનાવી દીધો, પરંતુ આ પોલ ત્યારે ખૂલી જ્યારે હાલમાં જ દેવરિયાના બધા પોલીસ સ્ટેશનોમાં એક અભિયાન ચાલ્યું. આ અભિયાન હતું જિલ્લાના બધા હિસ્ટ્રીશીટરોનું ફિઝિકલ વેરિફિકેશન કરવામાં આવે.

તેના માટે પોલીસકર્મી આ હિસ્ટ્રીશીટરોના આવાસોની જાણકારી મેળવવા લાગ્યા અને તેમાં જ જાણકારી મળી હોમગાર્ડ કમલેશ યાદવની. બસ પછી શું? પોલીસ ઘરે પહોંચી તો કમલેશ યાદવનું આખું બેકગ્રાઉન્ડ સામે આવી ગયું. દેવરિયાના પોલીસ અધિક્ષક (SP) સંકલ્પ શર્માને ખબર પડતા જ તપાસના આદેશ આપી દીધા છે. હવે જાણકારી મેળવવામાં આવશે કે કમલેશ યાદવ પોલીસ અધિકારીઓને કેવી રીતે ભરમાવવામાં સફળ રહ્યો અને કેવી રીતે આટલા લાંબા સમય સુધી પોલીસ વિભાગમાં કામ કરતો રહ્યો.

સંકલ્પ શર્માએ જણાવ્યું કે, મામલો જેવો જ સામે આવ્યો, તરત જ હોમગાર્ડ કમલેશ યાદવને ડ્યૂટી પરથી હટાવી દેવામાં આવ્યો. સાથે જ કાર્યવાહી કરવા અને આ કેસને જોવા માટે દેવરિયા હોમગાર્ડ કમાન્ડેન્ટને એક ચિઠ્ઠી લખવામાં આવી છે. SP મુજબ, સલેમપુરના સર્કલ અધિકારીને કેસની વિસ્તૃત તપાસ કરવા અને વહેલી તકે રિપોર્ટ સોંપવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.

સલેમપુરના એક પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, તપાસમાં એ જાણકારી મેળવવામાં આવશે કે કમલેશના દસ્તાવેજોની ક્યારેય તપાસ કેમ ન થઈ. એ પણ જાણકારી મેળવવામાં આવશે કે જોઇનિંગ દરમ્યાન તેણે વિભાગને કયા દસ્તાવેજ અને સરનામું ઉપલબ્ધ કરાવ્યું હતું. કમલેશ બરહજ પોલીસ સ્ટેશનના કરજહા ગામનો રહેવાસી છે. તેના પર બરહજ પોલીસ સ્ટેશનમાં કેટલાક કેસ નોંધાયેલા છે. મીડિયા રિપોર્ટ મુજબ કમલેશ વર્ષ 2004થી હોમગાર્ડ તરીકે કામ કરી રહ્યો હતો, પરંતુ તેની વિરુદ્ધ કેસ વર્ષ 2005માં નોંધાયા હતા. કમલેશની હિસ્ટ્રીશીટ વર્ષ 2006માં ખોલવામાં આવી હતી.

બરહજ પોલીસ સ્ટેશનના SHO જિતેન્દ્ર સિંહે જણાવ્યું કે, પોલીસ પાસે ઉપલબ્ધ રેકોર્ડ મુજબ, કમલેશ વિરુદ્ધ 5 ગુનાહિત કેસ હતા. તેમાં એક વર્ષ 2005માં હત્યાના આરોપમાં બરહજમાં નોંધાયો હતો અને બાકી ભલુવાની પોલીસ સ્ટેશનમાં ગેંગસ્ટર એક્ટ અને અપહરણ સિંહ અલગ-અલગ કલમોમાં નોંધવામાં આવ્યા હતા. બે કેસોમાં કમલેશ યાદવને કોર્ટથી ક્લીનચિટ મળી ગઈ હતી, પરંતુ ગેંગસ્ટર એક્ટવાળો કેસ અત્યારે પણ કોર્ટમાં ચાલી રહ્યો છે. જિતેન્દ્ર સિંહનું કહેવું છે કે કમલેશ વિરુદ્ધ જે પણ કેસ પેન્ડિંગ છે, તેમાં તેને જામીન મળ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp