CAA પર સરકારે મુસ્લિમ સમાજને આપ્યું આશ્વાસન, તમારા હક હિન્દુઓ બરાબર...

PC: businesstoday.in

કેન્દ્ર સરકાર દ્વારા સોમવારે નાગરિકતા સંશોધન કાયદા (CAA)ને દેશમાં લાગૂ કર્યા બાદ, તેને લઈને મુસ્લિમ સમાજમાં ફેલાયેલી અનિશ્ચાતતાઓના સંબંધમાં મંગળવારે ગૃહ મંત્રાલય તરફથી એક સ્ટેટમેન્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગૃહ મંત્રાલયે સ્પષ્ટ કરી દીધું કે, CAAથી કોઈ ભારતીયની નાગરિકતા જવાની નથી. ભારતીય મુસ્લિમોએ ચિંતા કરવાની કોઈ જરૂરિયાત નથી કેમ કે નાગરિકતા સંશોધન અધિનિયમ તેમની નાગરિકતાને પ્રભાવિત નહીં કરે. તેઓ હિન્દુ સમાજ બરાબર અધિકારોના હકદાર છે.

ગૃહ મંત્રાલયે CAAના સંબંધમાં મુસ્લિમો અને વિદ્યાર્થીઓના એક વર્ગના ડરને દૂર કરવાનો પ્રયાસ કરતા એ સ્પષ્ટ કરી દીધુ કે, આ અધિનિયમ બાદ કોઈ પણ ભારતીય નાગરિકને પોતાની નાગરિકતા સાબિત કરવા માટે કોઈ દસ્તાવેજ રજૂ કરવાનું કહેવામાં નહીં આવે. ગૃહ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે, ભારતીય મુસ્લિમોએ ચિંતા કરવાની જરૂરિયાત નથી કેમ કે, CAAમાં તેમની નાગરિકતાને પ્રભાવિત કરવા માટે કોઈ પ્રાવધાન કરવામાં આવ્યું નથી અને તેના વર્તમાન 18 કરોડ ભારતીય મુસ્લિમો સાથે કોઈ લેવું-દેવું નથી, જેમની પાસે હિન્દુ સમકક્ષો સમાન અધિકાર છે.

ગૃહ મંત્રાલયે નિવેદનમાં કહ્યું કે, 'આ 3 મુસ્લિમ દેશોમાં લઘુમતીઓના અત્યાચારના કારણે દુનિયાભરમાં ઇસ્લામનું નામ ખૂબ ખરાબ થઈ ગયું છે. જો કે, ઇસ્લામ એક શાંતિપૂર્ણ ધર્મ છે, જે ક્યારેય પણ ધાર્મિક આધાર પર કોઈ અત્યાચાર, નફરત કે હિંસાનો પ્રચાર કે સૂચન આપતો નથી. તેમાં એમ કહેવામાં આવ્યું કે આ અધિનિયમ અત્યાચારના નામ પર ઇસ્લામને કલંકિત થવાથી બચાવે છે.

કાયદાની આવશ્યકતા બતાવતા ગૃહ મંત્રાલયે કહ્યું કે, અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશના પ્રવાસીઓને આ દેશોમાં પરત મોકલવાની ભારતની કોઈ સમજૂતી નથી. ગૃહ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે, આ નાગરિકતા અધિનિયમ ગેરકાયદેસર અપ્રવાસીઓના દેશ નિકાલ સાથે સંબંધિત નથી અને એટલે મુસ્લિમો અને વિદ્યાર્થીઓ સહિત લોકોના એક વર્ગની ચિંતા કે CAA મુસ્લિમ લઘુમતીઓ વિરુદ્ધ છે, એ અનુચિત છે.

નાગરિકતા અધિનિયમની કલમ 6 હેઠળ દુનિયામાં ક્યાંયથી પણ મુસ્લિમોને ભારતીય નાગરિકતા લેવા પર કોઈ રોક નથી, જે પ્રાકૃતિક રૂપે નાગરિકતા સાથે સંબંધિત છે. મંત્રાલયે એ પણ સ્પષ્ટ કર્યું કે, ભારતીય નાગરિક બનવાની ઈચ્છા રાખનાર કોઈ પણ વિદેશી મુસ્લિમ પ્રવાસી સહિત કોઈ પણ વ્યક્તિ હાલના કાયદા હેઠળ તેના માટે અરજી કરી શકે છે. આ અધિનિયમ એ 3 ઈસ્લામિક દેશોમાં ઇસ્લામના પોતાના સંસ્કરણનું પાલન કરવાના કારણે સતાવવામાં આવેલા કોઈ પણ મુસ્લિમને હાલના કાયદા હેઠળ ભારતીય નાગરિકતા માટે અરજી કરતા રોકતો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp