સિક્કીમમાં ભયાનક પૂરે તબાહી મચાવી, 1500 ટૂરિસ્ટો ફસાયા

નોર્થ સિક્કિમ ફરી એક વખત ભૂસ્ખલન અને પૂરની ઝપેટમાં આવી ગયું છે. બુધવારથી દેમાર વરસાદ પડી રહ્યો છે, જેને કારણે રસ્તાઓ ધસી પડ્યા છે. તિસ્તા નદીમાં પૂરને કારણે અનેક ઘરોમાં તબાહી મચી ગઇ છે અને 1500 ટૂરિસ્ટો ફસાઇ ગયા હોવાનું જાણવા મળ્યું છે. મોબાઇલ નેટવર્ક પણ બંધ થઇ ગયા છે.

પોલીસને કહેવા મુજબ અબીથાંગ રંગરંગની પાસે 3 લોકો અને પક્ષેપ પાસે 2 લોકો ગુમ થયા છે. એકનું મોત થયું છે. કલીમપોંગ તિસ્તા માર્કેટ આખું પાણીમાં ડુબી ગયું છે. નેશનલ હાઇવ 10બંધ કરી દેવામાં આવ્યો છે.ચંગનુનનું માઝુઆ ગામ સૌથી વધારે પ્રભાવિત થયું છે. સરકારે રાહત કામગીરી ચાલું કરી દીધી છે. સિક્કીમ જનારો નેશનલ હાઇવે સોમવારથી જ બંધ કરી દેવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp