આ રાજ્યમાં ટ્રેનમાં યાત્રીઓ સાથે ઘોડાએ પણ કરી મુસાફરી! જુઓ વીડિયો

PC: aajtak.in

સોશિયલ મીડિયા પર રોજ કંઈક ને કંઈક અજીબોગરીબ ફોટો અને વીડિયો વાયરલ થતા હોય છે. લોકલ ટ્રેનનો એક વીડિયો લોકોની વચ્ચે ચર્ચાનો વિષય બન્યો છે, જેમાં એક ટ્રેનની અંદર લોકોની ભીડની વચ્ચે એક ઘોડો ઉભો છે. લોકોના બૂમ-બરાડાઓ વચ્ચે તે શાંતિથી પોતાની જગ્યાએ ઉભો રહે છે. વીડિયોમાં એક વ્યક્તિ ઘોડાની પીઠ પર હાથ મૂકતો જોવા મળી રહ્યો છે. તેમજ, એક-બીજા વ્યક્તિના હાથમાં ઘોડાની લગામ હોય છે.

આ વીડિયો પશ્ચિમ બંગાળનો કહેવામાં આવી રહ્યો છે. આ ઘોડો સિયાલદહ-ડાયમંડ હાર્બર ડાઉન લોકલ ટ્રેનમાં જોવા મળ્યો હતો. ઘોડાનો માલિક પણ તેની સાથે જ હતો.

પશ્ચિમ બંગાળની ટ્રેનોમાં નાના પ્રાણીઓ સાથે સફર કરતા લોકો હંમેશાં જોવા મળે છે, પણ એક ઘોડાની સાથે ટ્રેનમાં મુસાફરી કરતા લોકો પ્રથમ વાર જ જોવા મળ્યો છે. લોકો આ ઘટનાનો ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર સતત શેર કરી રહ્યા છે.

દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ઘોડાને સાઉથ 24 પરગનાના બરૂઇપુરમાં એક રેસ માટે લઇ જવામાં આવ્યો હતો, રિટર્ન આવતા સમયે માલિકે ઘોડાને ટ્રેન પર ચઢાવી દીધો હતો. લોકોએ આનો વિરોધ પણ કર્યો હતો, પણ તે માન્યો નથી.

અનેક રિપોર્ટ્સ મુજબ, પૂર્વ રેલવેએ ઘટનાનો તપાસ કરવાનો હૂકમ આપ્યો છે. વાયરલ ફોટોને વેરિફાય કરવા માટે પણ કહેવામાં આવ્યું છે. તેમજ, સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોને જોઇને લોકો અનેક કમેન્ટ્સ કરી રહ્યા છે, તેમને સમજાતું નથી કે, અંતે વ્યક્તિ પોતાના ઘોડાને લઈને ટ્રેનમાં કેવી રીતે ચઢ્યો? શું રેલવે સ્ટેશન પર ઉપસ્થિત રેલવે કર્મચારીઓને આટલો મોટો ઘોડો દેખાયો નથી? નોંધનીય છે કે, ટ્રેનથી પ્રાણીઓને લઇ જવા માટે રેલવેએ અલગથી નિયમ બનાવ્યા છે. આવી રીતે જનરલ કોચમાં પ્રાણીઓને લઇ જવું નિયમોનું ઉલ્લંઘન છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp