આ મકાન વેચવાનું છે! આ ડરથી મહિલા પરિવાર સહિત ગામથી પલાયન કરવા મજબૂર

PC: navbharattimes.indiatimes.com

ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાં દબંગોના ડરથી એક મહિલા પોતાના પરિવાર સહિત પોતાના જ ગામથી પલાયન કરવા મજબૂર થઈ ગઈ છે. અત્યાર સુધી દબંગો પર કોઈ કાર્યવાહી ન થવાથી ઘર બહાર પોસ્ટર અને બેનર લગાવીને લખવામાં આવ્યું છે કે અમારું ઘર વેચવાનું છે. ગામના સરપંચ અને દબંગોના કારણે ગામ છોડી રહ્યા છીએ. મારી સાથે હેવાનિયત અને દુરાચાર કરવામાં આવી રહ્યું છે. પોલીસ પણ અમારી મદદ કરી રહી નથી, તે પણ મળેલી છે.

પોસ્ટર સાથે કેટલીક તસવીર પણ લગાવી છે. ઘટના હાથરસ ગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ટુકસાન ગામની છે. દબંગોના આતંકથી ડરીને એક મહિલા પોતાના પરિવાર સહિત ગામ છોડવા મજબૂર છે. પીડિત મહિલાએ જાણકારી આપતા જણાવ્યું કે, ગામના સરપંચ અને ગામના કેટલાક દબંગ તેમના મકાન પર બળજબરીપૂર્વક કબજો કરવા માગે છે. 5 ઓક્ટોબરના રોજ જ્યારે તે ઘરે એકલી હતી તો ગામના જ 405 લોકો લાકડી-દંડા લઈને ઘરઆમાં ઘૂસી આવ્યા. આ લોકોએ લાકડી, દંડા અને બેલ્ટથી મારામારી શરૂ કરી દીધી.

મહિલાએ આગળ કહ્યું કે, મારા ગુપ્તાંગો પર પણ ઇજા પહોંચાડવામાં આવી. મારામારીમાં બેહોશ થઈ ગઈ. આ આખી ઘટનામાં ગામના સરપંચ પણ સામેલ છે. તો મહિલાનો આરોપ છે કે તે હાથરસ ગેટ પોલીસ સ્ટેશન ગઈ હતી, પરંતુ કોઈ કાર્યવાહી ન કરવામાં આવી. દબંગોએ તેનું અડધું મકાન પણ તોડી દીધું છે. 26 ઓક્ટોબરના રોજ મહિલાનો રિપોર્ટ નોંધ્યો, પરંતુ અત્યાર સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. મારામારીમાં ઇજાગ્રસ્ત થયા બાદ મહિલાનું મેડિકલ પરીક્ષણ ન કરાવવામાં આવ્યું.

આરોપ છે કે દબંગોને ગામના સરપંચનું સંરક્ષણ મળેલું છે. હવે તેઓ રોજ આવીને ધમકાવે છે એટલે હવે પરિવારે મકાન વેચવા માટે ઘર બહાર પોસ્ટર લગાવ્યું છે. પીડિતાનો આરોપ છે કે, પોલીસ પણ તેમની કોઈ મદદ કરી રહી નથી. તો સંબંધિત પોલીસ સ્ટેશનના અધિકારીઓનું કહેવું છે કે આ ઘટનામાં કેસ નોંધી લેવામાં આવ્યો છે અને તપાસ ચાલી રહી છે. મહિલાના 163નું નિવેદન પણ નોંધવામાં આવ્યું છે. મહિલાનું મેડિકલ પરીક્ષણ પણ કરાવવામાં આવ્યું છે. મકાન ભાગલા માટેનો મામલો છે જે કોર્ટમાં ચાલી રહ્યો છે. પોલીસ પોતાની કાર્યવાહી કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp