મનોજ જરાંગેનું કેવી રીતે તૂટ્યું અનશન... પહેલી વાર CM શિંદેએ ઉપયોગ કર્યો આ દાવ

PC: indiatoday.in

મરાઠા અનામત મુદ્દે વિપક્ષના પ્રહાર ઝેલી રહેલા મુખ્યમંત્રી એકનાથ શિંદે પોતાની કૂટનીતિથી મનોજ જરાંગે પાટીલની હડતાલ સમાપ્ત કરાવવામાં સફળ રહ્યા. રાજ્યમાં એવું પહેલી વખત થયું છે, જ્યારે કાયદાના વિશેષજ્ઞ પોતે ભૂખ હડતાળ તોડવવા માટે પહોંચ્યા. મુખ્યમંત્રી એકનાથ શિંદેનો એવો દાવ હતો જે સફળ રહ્યો. અંતરવાલીમાં જ્યારે 3 પૂર્વ જસ્ટિસોની, જરાંગા સાથે મુલાકાત સકારાત્મક રહી તો ત્યારબાદ 4 મંત્રીઓની ટીમે જરાંગે સાથે મુલાકાત કરી.

મરાઠા અનામતના મુદ્દા પર સંવેદનશીલતા અને સૂઝબૂઝથી કામ લઈને મુખ્યમંત્રી એકનાથ શિંદે પોતાની રણનીતિમાં સફળ રહ્યા. મરાઠા અનામત દરમિયાન જે પ્રકારની હિંસા સામે આવવા લાગી હતી, તે શિંદે સરકાર માટે પડકાર બની રહી હતી. વિપક્ષે ગૃહ મંત્રીનો વિભાગ સંભાળી રહેલા નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના રાજીનામાની માગ શરૂ કરી દીધી હતી. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે, મનોજ જરાંગે પાટિલે માગ કરી છે કે જે લોકો કણબીના રૂપમાં રજિસ્ટર્ડ છે, તેમને જાતિ પ્રમાણ પત્ર આપવા જોઈએ.

એકીકૃત અનામતની માગ નથી, માત્ર જેમની પાસે રેકોર્ડ છે, તેમને પ્રમાણપત્ર આપવાની માગ છે. સરકાર તેમાં મોડું નહીં કરે. હડતાલ સમાપ્ત કરવા માટે હું તેમનો આભાર માનું છું. સ્થાયી અનામતને લઈને 3 આયોગ સ્થાપિત કરવામાં આવ્યા છે. તેઓ કામ કરતા રહેશે. દશેરાની રેલીના આગામી દિવસે જેવી જ મરાઠા નેતા મનોજ જરાંગે પાટીલે ભૂખ હડતાલ શરૂ કરી. મુખ્યમંત્રી એકનાથ શિંદે પણ આગામી 24 કલાકમાં સક્રિય થઈ ગયા. તેમણે શિંદે સમિતિ પાસે રિપોર્ટ્સના સ્ટેટસની જાણકારી મેળવી.

જેવી જ શિંદે સમિતિનો પ્રાથમિક રિપોર્ટ તૈયાર થયો, તો તેને પહેલા કેબિનેટમાં રાખ્યો અને નિઝામ શાસનના દસ્તાવેજ રાખનારા મરાઠા લોકોને કણબી પ્રમાણપત્ર આપવાની જાહેરાત કરી દીધી. મુખ્યમંત્રી આખા આંદોલન દરમિયાન મહારાષ્ટ્રમાં ઉપસ્થિત રહ્યા. ત્યારબાદ આગામી દિવસે જ સર્વદળિયા બેઠક બોલાવીને મોટો દાવ ચાલ્યો. ત્યારબાદ તેમણે મનોજ જરાંગે પાટિલને અનશન સમાપ્ત કરવાની અપીલ કરી. મહારાષ્ટ્રમાં મરાઠા અનામત રાજનીતિથી વધારે કાયદાકીય દાવપેચમાં ફસાયું છે.

એવામાં મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કેબિનેટની બેઠક અને નિર્ણયો સાથે સર્વદળિય બેઠક પૂરી થયા બાદ પૂર્વ જજોની ટીમને જાલના મોકલવાનો નિર્ણય લીધો. મુખ્યમંત્રીના આ પગલાંથી મરાઠા પ્રદર્શનકારીઓમાં એક અલગ ભરોસો ઊભો થયો. રાજનેતાઓથી વધારે 3 પૂર્વ જસ્ટિસની મુલાકાતથી ફરક પડ્યો. ફરી એક વખત પાણી પીવાનું છોડી ચૂકેલા જરંગેનું વલણ પોઝિટિવ દેખાયું તો મુખ્યમંત્રીએ પોતાના વિશ્વસનીય મંત્રીઓને જાલના મોકલી આપ્યા.

અંતે મુખ્યમંત્રી જે સારા સમાચાર ઇચ્છતા હતા, તે અનશનના નવમા દિવસે સાંજે આવી ગયા. એટલું જ નહીં એ અગાઉ સાતમા દિવસે મુખ્યમંત્રીએ પોતે જરાંગે સાથે વાત કરી. તેનાથી પણ મરાઠા પ્રદર્શનકારીઓમાં એક સારો સંદેશ ગયો. પૂર્વ જસ્ટિસ શિંદેની કમિટી સાથે મળીને જરાંગે પણ આશ્વસ્ત થઈ ગયા કે સરકાર ગંભીરતાથી કામ કરી રહી છે. જરાંગેના જે સવાલનો જવાબ મુખ્યમંત્રી પાસે નહોતો. એ મુશ્કેલીને જજોની ટીમે હલ કરી દીધો.

જરાંગેને એ પણ બતાવવામાં આવ્યું કે, સરકારે અત્યારે ઈમાનદારીથી કામ કર્યું છે. આગામી 2 મહિનામાં પણ સરકાર ખૂબ મહેનત કરવાની છે. નિઝામના સમયમાં અભિલેખોનું યુદ્ધસ્તર પર ખરાઈ કરીને પ્રમાણપત્ર જાહેર કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટમાં ક્યૂરેટિવ પિટિશનને લઈને પણ પ્રતિક્રિયાઓ ચાલી રહી છે. મરાઠા અનામતને લઈને સુપ્રીમ કોર્ટના નિર્ણયની ભૂલને સુધારવા માટે 3 જજોની કમિટી કામ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp