PM મોદી સાથે સંબંધો કેવા છે? નીતિન ગડકરીએ આપ્યો જવાબ

PC: m.punjabkesari.in

BJPના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ PM નરેન્દ્ર મોદી સાથેના સંબંધોને લઈને મોટું નિવેદન આપ્યું છે. નીતિન ગડકરીએ કહ્યું કે, PM મોદી સાથે તેમના સંબંધો ખૂબ જ સૌહાર્દપૂર્ણ છે અને તેમની PM બનવાની કોઈ ઈચ્છા નથી. નીતિન ગડકરીએ એમ પણ કહ્યું કે, PM મોદીને ચહેરો બનાવવાના કારણે જ BJPને 2014માં જીત મળી હતી.

 

PM મોદી સાથેના સંબંધો અંગે નીતિન ગડકરીએ કહ્યું કે, '2014 પહેલા લોકો કોંગ્રેસના નેતૃત્વવાળી UPAથી નારાજ હતા. તેના કારણે અમને વધારે સીટ મળી. નરેન્દ્ર મોદીએ ગુજરાતના CM તરીકે સારું કામ કર્યું હતું અને તેમને PM તરીકે રજૂ કરવાને કારણે અમને 2014ની ચૂંટણી જીતવામાં મદદ મળી હતી. અમે 2019માં બીજી જીત સુનિશ્ચિત કરવા માટે અમારા કાર્યની રૂપરેખા આપી. દસ વર્ષ પછી અમે કહી શકીએ કે BJPએ એક દાયકામાં જે હાંસલ કર્યું, તે કોંગ્રેસ 60-65 વર્ષમાં કરી શકી નથી. લોકોએ મોદી સરકારમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને ફરી એકવાર અમને રેકોર્ડ માર્જિનથી ચૂંટશે. વિકાસને કારણે સકારાત્મકતા છે અને અમે આ વખતે ચોક્કસપણે 400+નો આંકડો પાર કરીશું. PM નરેન્દ્ર મોદી સાથે મારા સંબંધો ખૂબ જ સૌહાર્દપૂર્ણ છે.'

 

પોતાની રાજનીતિ અંગે નીતિન ગડકરીએ કહ્યું કે, હું કરિયર પોલિટિશિયન નથી. તેમણે કહ્યું કે, હું માનું છું કે રાજકારણ એ સામાજિક-આર્થિક સુધારાનું સાધન છે. તેથી પોસ્ટ્સમાં કોઈ આકર્ષણ નથી.

નીતિન ગડકરીએ મહારાષ્ટ્રના DyCM દેવેન્દ્ર ફડણવીસ વિશે પણ મોટી વાત કહી. ગડકરીએ કહ્યું કે, દેવેન્દ્રના પિતાને મળ્યા પછી તેમણે તેમને રાજકારણમાં પ્રવેશ કરાવ્યો. ગડકરીએ કહ્યું, 'જ્યારે એક જ પ્રદેશના બે મોટા નેતાઓ હોય છે, ત્યારે લોકો કાનાફૂસી કરે છે. અમારી વચ્ચે કોઈ મતભેદ નથી. ત્યાં સુધી કે, BJPના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનફૂલે પણ મારી પાસેથી સલાહ લે છે.'

 

PM પદની રેસ અંગે નીતિન ગડકરીએ કહ્યું, 'હું ક્યારેય PM પદની રેસમાં નહોતો. હું દ્રઢ વિશ્વાસ ધરાવતો BJPનો પ્રતિબદ્ધ કાર્યકર છું, ગણતરીઓ સાથેનો રાજકારણી નથી. હું ‘સબકા સાથ સબકા વિકાસ’માં વિશ્વાસ કરું છું. PM નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં NDA સરકાર પ્રશંસનીય કામ કરી રહી છે. મને વિશ્વાસ છે કે, અમે PM મોદીના નેતૃત્વમાં કેન્દ્રમાં ફરી એકવાર સરકાર બનાવીશું.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp