ભાજપે લોકસભા 2019માં જે વચનો આપેલા તેમાંથી કેટલા પુરા થયા?

PC: twitter.com

ભારતીય જનતા પાર્ટીએ લોકસભા 2019માં કેટલાંક વચનો આપ્યા હતા, તેમાંથી કેટલાંક પુરા થયા છે. કેટલાંક હજુ પુરા થયા નથી. જે કામ પુરા થયા તેમાં રામ મંદિરનું નિર્માણ પુરુ થયું છે, CAA લાગૂ કરી દેવામાં આવ્યું છે, જમ્મૂ કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવી દેવામાં આવી છે, તમામ સંસ્થાઓમાં મતદાન માટે એક મતદાર યાદીનું વચન પુરુ થયું છે, ત્રિપલ તલાકનો કાયદો બની ગયો છે, સંસદ અને વિધાનસભામાં 33 ટકા મહિલા અનામતનું કામ પુરુ થયું છે, ભારત ગૌરવ અભિયાનનો પ્રારંભ થઇ ગયો છે.

આ કામ હજુ પુરા થયા નથી. જેમાં ભાગેડુ આર્થિક અપરાધીઓને ભારત લાવવાની કાર્યવાહીની પ્રક્રિયા ઝડપી બનાવવાની વાત કરી હતી તે થયું નથી. ભ્રષ્ટાચાર મૂક્ત ભારત બની શક્યું નથી. ગંગાની સફાઇ પુરી નથી થઇ શકી. યુનિફોર્મ સિવિલ કોડ લાગૂ કરાયો નથી. NCR લાગૂ કરી શકાયો નથી. વન નેશન વન ઇલેકશનમાં બધા પક્ષોની સહમતિ મેળવી શકાય નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp