લોકોએ આપેલા દાનના વ્યાજમાંથી જ રામ મંદિરનો પહેલો માળ બની ગયો

PC: twitter.com

અયોધ્યામાં જયારે રામ મંદિરના નિર્માણની શરૂઆતનો તબક્કો હતો ત્યારે શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટને સપનેય ખ્યાલ નહોતો કે દેશના લોકો આટલા મોટા દાનની સરવાણી વહાવી દેશે. લોકો પાસેથી ફંડ મેળવીને મંદિર બનાવવાનું નક્કી થયું હતું.

શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટે એવો અંદાજ રાખ્યો હતો કે, દેશના 11 કરોડ લોકો પાસેથી લગભગ 900 કરોડ રૂપિયા જેટલી રકમ ભેગી થઇ શકશે, પરંતુ ટ્રસ્ટના અંદાજ કરતા 4 ગણી વધારે રકમ ભેગી થઇ ગઇ. લોકોએ 3200 કરોડ રૂપિયાનું દાન આપી દીધું હતું.

ટ્રસ્ટે આ દાનની રકમને બેંકોમાં ફિક્સ ડિપોઝીટમાં મુકી દીધી હતી અને એના વ્યાજમાંથીજ રામ મંદિરનો પહેલો માળ બની ગયો હતો.

ટ્રસ્ટે કહ્યું છે કે  રામ મંદિરનું સંપૂર્ણ કામ લગભગ 2026-27માં પુરુ થશે અને બાકીની રકમ મંદિરના પરિસરમાં હોસ્પિટલ, વિશ્રામ ગૃહ, ભોજન શાળા, ગૌશાળા વગેરે માટે વપરાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp