ચૂંટણીના મહિનામાં પાર્ટીઓને કેટલું ફંડ મળ્યું? આંકડો સાંભળીને ચોંકી જશો

PC: Indiatoday.in

તાજેતરમાં 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી થઇ હતી, ચૂંટણીના મહિનાઓમાં રાજકીય પાર્ટીઓને જે ફંડ મળ્યું છે તેનો આંકડો સાંભળીને આંખ પહોળી થઇ જશે. તમને સવાલ થશે કે પાર્ટીઓને આટલું બધું ફંડ મળે છે ક્યાંથી?

તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં ચૂંટણી બોન્ડનું સૌથી વધારે 359 કરોડ રૂપિયાનું વેચાણ થયું હતું. આ પછી મુંબઈમાં રૂ. 259.30 કરોડ અને દિલ્હીમાં રૂ. 182.75 કરોડના ઇલેક્ટોરલ બોન્ડનું વેચાણ થયું હતું. કુલ આંકડો ઘણો મોટો છે.

તેલંગાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને મિઝોરમમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીઓ માટે ફંડિંગ સંબંધિત આંકડાઓ સામે આવ્યા છે. SBI ના કહેવા મુજબ ચૂંટણીના મહિનામાં રૂ. 1,000 કરોડના ઈલેક્ટોરલ બોન્ડનું વેચાણ થયું છે. આ આંકડો 2018ની ચૂંટણી કરતાં 400 ટકા વધુ છે. 2018માં 184 કરોડ રૂપિયાના ઈલેક્ટોરલ બોન્ડનું વેચાણ થયું હતું.

ઇલેક્ટોરલ બોન્ડ એ રાજકીય પક્ષોને અનામી દાન આપવાની એક રીત છે. આમાં દાન આપનાર વ્યક્તિ કે સંસ્થાની ઓળખ જાણી જાહેર થતી નથી.

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને કરવામાં આવેલી એક RTIમાં સ્ટેટ બેંકે જવાબ આપ્યો છે કે 6 નવેમ્બરથી 20 નવેમ્બર સુધીમાં 1000.63 કરોડ રૂપિયાના ઇલેક્ટોરલ બોન્ડ વેચાયા હતા. જ્યારે 2018માં 1 નવેમ્બરથી 11 નવેમ્બર સુધીમાં કુલ 184.20 કરોડ રૂપિયાનો ચૂંટણી બોન્ડ વેચાયા હતા.

SBIએ કહ્યું છે કે,સૌથી વધુ વેચાણ 350 કરોડ રૂપિયાનું તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં થયું હતું. આ પછી મુંબઈમાં રૂ. 259.30 કરોડ અને દિલ્હીમાં રૂ. 182.75 કરોડના ઇલેક્ટોરલ બોન્ડનું વેચાણ થયું હતું. ત્યારબાદ કોલકાતામાં રૂ. 76.73 કરોડ અને ગાંધીનગરમાં રૂ. 50 કરોડના ઇલેક્ટોરલ બોન્ડનું વેચાણ થયું હતું. જો કે, જ્યારે બોન્ડને એનકેશ કરવાની વાત આવી ત્યારે દિલ્હી પહેલા, પછી હૈદરાબાદ, જયપુર, રાયપુર અને પછી ભોપાલનો નંબર હતો.

2018 થી 29 તબક્કામાં ચૂંટણી બોન્ડ દ્વારા પક્ષો દ્વારા એકત્રિત કરવામાં આવેલી કુલ રકમ હવે 15,922.42 કરોડ રૂપિયાથી વધુ થઈ ગઈ છે.

વર્ષ 2017ના બજેટ સત્રમાં મોદી સરકારે ઈલેક્ટોરલ બોન્ડ લાવવાની જાહેરાત કરી હતી. લગભગ એક વર્ષ પછી, જાન્યુઆરી 2018 માં, તેની સૂચના આપવામાં આવી. સરકાર દર વર્ષે ચાર વખત બોન્ડ જારી કરે છે.જાન્યુઆરી, એપ્રિલ, જુલાઈ અને ઓક્ટોબરમાં પ્રત્યેક 10 દિવસ માટે. ઇલેક્ટોરલ બોન્ડની કિંમત છે એક હજાર, દસ હજાર, દસ લાખ અથવા એક કરોડ રૂપિયા. રાજકીય પક્ષોને રૂ. 2,000થી વધુનું દાન આપવા ઈચ્છતા કોઈપણ વ્યક્તિ કે કોર્પોરેટ હાઉસ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની નિયુક્ત શાખાઓમાંથી આ બોન્ડ ખરીદી શકે છે.

રાજકીય પક્ષે ચૂંટણી બોન્ડ મેળવ્યાના 15 દિવસની અંદર તેને તેના ખાતામાં જમા કરાવવાના રહેશે. બોન્ડ રિડીમ કરનાર પક્ષે તે બોન્ડ ક્યાંથી મેળવ્યા તે જણાવવું જરૂરી નથી. બીજી તરફ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાને પણ તે જણાવવા માટે દબાણ કરી શકાય નહીં કે કોણે તેની પાસેથી કેટલા બોન્ડ ખરીદ્યા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp