લોકસભાની ચૂંટણીમાં કોની સાથે ગયા મુસ્લિમ વોટર? એક્ઝિટ પોલનો ચોંકાવનારો આંકડો

PC: indiatvnews.com

લોકસભાની ચૂંટણીમાં મોટા ભાગના એક્ઝિટ પોલમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ની આગેવાનીવાળા NDAની ભારે જીતનું અનુમાન લગાવવામાં આવ્યું છે. જો કે, એક્ઝિટ પોલ NDAને મળનારા મુસ્લિમ વૉટોમાં ઘટાડો નોંધાયો છે. તેની પાછળ સૌથી મોટું કારણ એ છે કે ભાજપના ઘણા નેતા મુસ્લિમ સમુદાય બાબતે વિવાદાસ્પદ નિવેદન આપી ચૂક્યા છે. જ્યાં 2019ની લોકસભાની ચૂંટણીમાં NDAને 9 ટકા મુસ્લિમ વોટ મળ્યા હતા. તો 2024ની ચૂંટણીમાં એ ઘટીને 6 ટકા રહી જવાનું અનુમાન છે.

INDIA ટૂડે એક્સિસ માય INDIA એક્ઝિટ પોલ મુજબ, INDIA ગઠબંધને આ વોટોમાં મોટો ઉછાળ હાંસલ કર્યો છે. ગયા વર્ષે શરૂ થયેલી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા અને ભારત જોડો ન્યાય યાત્રા અને સંવિધાન બચાવો અપીલે પાર્ટીને અન્ય ક્ષેત્રીય પાર્ટીઓની તુલનામાં મુસ્લિમ મતદાતાઓનો વિશ્વાસ જીતવામાં મદદ કરી. જ્યાં INDIA ગઠબંધનમાં મુસ્લિમ વૉટમાં લગભગ 24 ટકાનો ઉછાળ જોવા મળી શકે છે, જે વર્ષ 2019માં 52 ટકા હતો, જે વધીને 2024ના અનુમાનોમાં 76 ટકા થઈ જશે.

એક્ઝિટ પોલના આંકડાઓ મુજબ આ વખત INDIA ગઠબંધનને ઉત્તર પ્રદેશમાં 38 ટકાથી વધુ મુસ્લિમ વૉટ મળશે, જેમાં મોટા ભાગે BSPના 34 ટકા મુસ્લિમ વૉટ ડાયવર્ટ થઈને INDIA બ્લોકને મળ્યા છે. જો એક્ઝિટ પોલનું માનીએ તો માયાવતીની BSPને કોઈ ખાસ ફાયદો મળવાનો નથી. NDAને રાજ્યમાં 6 ટકા મુસ્લિમ વોટ ગુમાવવાની આશા છે. એવું ત્યારે થયું જ્યારે ભાજપે તીન તલાક પ્રતિબંધ જેવા ઘણા મુદ્દાઓથી ઘણા મુદ્દાથી મુસ્લિમ મહિલાઓને મજબૂત કરવા માટે ઉઠાવવામાં આવેલા પગાલાઓની વકીલાત કરી.

તો બિહારમાં પણ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. જ્યાં INDIA ગઠબંધનને અતિરિક્ત 16 ટકા મુસ્લિમ વોટ મળશે. તેમાથી 5 ટકા NDA અને 11 ટકા અન્ય દળોનું વોટબેન્ક છે. આ પ્રકારે પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસને 2 ટકા મુસ્લિમ વૉટનું નુકસાન થશે. જ્યારે NDA અને INDIA ગઠબંધનને 1-1 ટકા વોટ મળશે. સાથે જ ઝારખંડમાં NDAના 4 ટકા અને અન્ય દળોના 2 ટકા મુસ્લિમ વોટ INDIA ગઠબંધનને મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp