પેટ્રોલ-ડીઝલની કિંમત પાડોશી દેશોમાં કેમ ઓછી છે? આ છે મોંઘા હોવાની હકીકત
દેશમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયા પ્રતિ લીટર પાસે પહોંચી ચૂકી છે. પરંતુ પાડોશી દેશોમાં આપણા કરતા ઓછી રહે છે. આ સ્થિતિ ત્યારે છે કે જ્યારે તેમાંથી મોટા ભાગના દેશ ભારતથી જ પેટ્રોલ ખરીદે છે. સવાલ છે કે આપણી પાસે પેટ્રોલ-ડીઝલ ખરીદીને પણ આપણાં પાડોશી દેશ પોતાની જનતાને સસ્તું પેટ્રોલ કઈ રીતે ઉપલબ્ધ કરાવી રહ્યા છે. ઉર્જા વિશેષજ્ઞ નરેન્દ્ર તનેજાએ એક અખબારને જણાવ્યું કે ભારત તેલ રિફાઇનિંગની બાબતે દુનિયામાં સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. માત્ર પાડોશી દેશોને જ નહીં પરંતુ દુનિયાના 106 દેશોને તેલ નિકાસ કરે છે. અહીં સુધી કે જે મધ્ય પૂર્વ દેશોને તેલનો ખજાનો માનવામાં આવે છે તેમને ત્યાં પણ ભારત તેલ નિકાસ કરે છે.
આ દેશોમાંથી કાચું તેલ (ક્રૂડ ઓઇલ) લાવીને ભારતમાં તેની રિફાઇનિંગ કરવામાં આવે છે. ટેક્નિકલી ભાષામાં તેને વેલ્યૂ એડિશન કહી શકાય છે એ છતા તેને આ જ દેશોને નિકાસ કરી દેવામાં આવે છે. ઘણી સંભાવના એ વાતની હોય છે કે જ્યારે તમે લંડન, જર્મનીમાં પોતાની કારમાં ઈંધણ ભરાવી રહ્યા હો છો તો તે પણ ભારતથી જ રિફાઇન કરીને આ દેશોને મોકલવામાં આવે છે. રિફાઇનિંગ ક્ષેત્રમાં ભારતને દુનિયાનો સુપર પાવર કહી શકાય છે. હીરા, આભૂષણ બાદ ભારત પાસેથી સૌથી વધારે એક્સપોર્ટ કરવામાં આવનાર વસ્તુ પેટ્રોલ પ્રોડક્ટ છે.
આ ક્ષેત્રથી ભારતની ભારે આવક થાય છે અને આ ક્ષેત્ર દેશના લાખો કારીગરોને સ્થાયી રોજગાર ઉપલબ્ધ કરાવે છે. તેલની કિંમતો ઊંચી હોવાનું સૌથી મોટું કારણ તેના પર લગતા ભારે ટેક્સ છે. જો દિલ્હીમાં તમે 100 રૂપિયાનું પેટ્રોલ ખરીદો છો તો તેમાં ટેક્સનો હિસ્સો 45.3 રૂપિયા હોય છે તેમાં 29 રૂપિયા સેન્ટ્રલ ટેક્સ અને 16.3 રૂપિયા રાજ્ય સરકારનો ટેક્સ સામેલ છે. આ રીતે મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને બિહાર જેવા રાજ્યોમાં પેટ્રોલની અરધીથી વધારે કિંમત ટેક્સના રૂપમાં થાય છે.
પેટ્રોલિયમ ઉત્પાદનો પર સૌથી ઓછા ટેક્સાવાળા રાજ્યોમાં અંદામાન નિકોબાર, લક્ષ્યદ્વીપ, પૂડુંચેરી, મેઘાલય અને મિઝોરમ છે. ઉત્તર પ્રદેશમાં 100 રૂપિયાના પેટ્રોલમાં ટેક્સનો હિસ્સો 45.2 રૂપિયા છે અને બિહારમાં 50 રૂપિયા હોય છે. ભારતમાં ભારે ટેક્સના કારણે પેટ્રોલ, ડીઝલ ખૂબ મોંઘું થઈ જાય છે જ્યારે આ જ પેટ્રોલ અને ડીઝલ બીજા દેશોમાં વેચવામાં આવે છે તો તેમાં કેન્દ્ર-રાજ્યોનો ટેક્સ સામેલ હોતો નથી. તેમને ક્રૂડ ઓઇલ, તેની રિફાઇનરિંગ અને પરિવહન જેવા ખર્ચને જોડ્યા બાદ એક સામાન્ય લાભ લેતા વેચવામાં આવે છે ત્યારબાદ જ્યારે પેટ્રોલ ઉત્પાદન વિદેશોમાં પહોંચે છે તો તે દેશ તેના પર ટેક્સ લગાવે છે કે નથી લગાવતો. આ તેની નીતિ પર નિર્ભર કરે છે.
નેપાળ અને ભૂટાન જવા દેશોમાં ટેક્સ ઘણો ઓછો લેવામાં આવે છે. કેટલાક અન્ય દેશોમાં પણ ઘણો ઓછો ટેક્સ લેવામાં આવે છે આ જ કારણ છે કે આ દેશોમાં ભારતથી જ પહોંચેલું પેટ્રોલ સસ્તું ઉપલબ્ધ કરાવવામાં આવે છે. પેટ્રોલ ઉત્પાદનો પર ભારે ટેક્સ વસૂલવા પર લોકોના વિચાર અલગ અલગ હોય શકે છે. ભારતમાં ભારે ટેક્સ અવશ્ય વસૂલવામાં આવે છે પરંતુ તેની સાથે ભારત સરકાર પાકિસ્તાનની કુલ વસ્તીથી લગભગ 4 ગણા લોકોને દર મહિને રાશન ઉપલબ્ધ કરાવી રહી છે. લગભગ આખી વસ્તીને કોરોના વેક્સીન મફતમાં લગાવવામાં આવે છે તો માર્ગ નિર્માણ, હૉસ્પિટલના નિર્માણમાં ભારત પાડોશી દેશોથી ખૂબ આગળ છે.
તેના પર થનારા ભારે ખર્ચ આ જ ટેક્સથી વસૂલવામાં આવે છે જે પાડોશી દેશમાં સસ્તું ઈંધણ મળે છે ત્યાં આ ક્ષેત્રમાં વિકાસનો દર ઘણો ઓછો છે. ભારત નીતિગત કારણોથી પણ પાડોશી દેશોને સસ્તું પેટ્રોલ ઉપલબ્ધ કરાવે છે. જો ભારત એ સહાયતા ન કરે તો પાડોશી દેશ ચીનને ત્યાં પગ પેસારો કરવાનો ચાન્સ મળે છે. સુરક્ષાના કારણોથી ભારત હંમેશાં એક નીતિ હેઠળ પાડોશી દેશોની સહાયતા કરે છે જેમાં કોઈ ભારત વિરોધી તત્વ તેનો ખોટો ઉપયોગ ન કરી શકે એટલે પેટ્રોલ ઉત્પાદનોને રણનૈતિક ઉત્પાદનો અંતર્ગત પણ સામેલ કરવામાં આવે છે. વિશેષજ્ઞ માને છે કે સીમિત ટેક્સ લેવો દેશના વિકાસ માટે આવશ્યક છે પરંતુ વધારે ટેક્સ લેવાથી જનતાની ખરીદ ક્ષમતા પ્રભાવિત થાય છે એટલે કેટલો ટેક્સ લેવો ઉચિત હશે તેના પર અલગ અલગ વિશેષકજ્ઞોના વિચાર અલગ અલગ હોય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp