છૂટાછેડા માટે 6 મહિનાની નહીં જોવી પડે રાહ, સુપ્રીમ કોર્ટે આપ્યો આ નિર્ણય

PC: lawtrend.in

ક્યારેક લગ્નો નથી ચાલતા અને વાત છૂટાછેડા સુધી પહોંચી જાય છે. જોકે, આગળ બધુ ઝટપટ નથી થતું. આજે કપલના છૂટાછેડાને લઈને સુપ્રીમ કોર્ટે પાંચ જજોની સંવિધાન બેન્ચે મહત્ત્વનો નિર્ણય આપ્યો છે. કોર્ટે કહ્યું કે, જીવનસાથીઓની વચ્ચે તકરાર થવાના કારણે લગ્ન પૂરા થઈ જાય છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું કે, પાર્ટીઓને ફેમિલી કોર્ટ મોકલવાની જરૂર નથી, જ્યાં તેમણે 6થી 18 મહિના સુધી રાહ જોવી પડી શકે છે. જસ્ટિસ એસ. કે. કૌલની અધ્યક્ષતાવાળી પાંચ જજોની બેન્ચે સ્પષ્ટ કર્યું કે, SCને સંવિધાનના અનુચ્છેદ 142 અંતર્ગત તેનો અધિકાર છે. આ આર્ટિકલ ટોચની કોર્ટ સામે પેન્ડિંગ કોઈપણ મામલામાં સંપૂર્ણ ન્યાય માટે આદેશ સાથે સંબંધિત છે. આ નિર્ણય 2014માં દાખલ શિલ્પા શૈલેશ વર્સીસ વરૂણ શ્રીનિવાસન કેસમાં આવ્યો છે, જેમણે ભારતીય સંવિધાનના આર્ટિકલ 142 અંતર્ગત છૂટાછેડા માંગ્યા હતા.

વૈવાહિક કાયદા અંતર્ગત છૂટાછેડાના મામલામાં સમજૂતિની ગુંજાઇશ પૂર્ણ થવા પર કોર્ટ જરૂરી 6 મહિનાના વેટિંગ પીરિયડને સાઇડ પર રાખી લગ્નને તુરંત ભંગ કરી શકે છે. હિંદુ કોર્ટ અધિનિયમ 1955 ની કલમ 13(બી)માં પારસ્પરિક સહમતિથી છૂટાછેડા લેવાની પ્રક્રિયા જણાવવામાં આવી છે. સેક્શન 13 (બી) 1 કહે છે કે બંને પાર્ટીઓ જિલ્લા કોર્ટમાં પોતાના લગ્નને સમાપ્ત કરવા માટે અરજી કરી શકે છે. તેમા આધાર એ હશે કે તે એક વર્ષ અથવા તેના કરતા વધુ સમયથી અલગ-અલગ રહેતા હોય અથવા તેઓ સાથે ના રહી શકે અથવા પારસ્પિરક રીતે લગ્નને સમાપ્ત કરવા પર સહમત થયા છે.

સેક્શન 13(બી) 2માં કહેવામાં આવ્યું છે કે, છૂટાછેડા ઇચ્છનારી બંને પાર્ટીઓએ અરજી આપવાની તારીખથી 6થી 18 મહિના સુધી રાહ જોવી પડશે. છ મહિનાનો સમય એટલા માટે આપવામાં આવે છે જેથી મનાવવાનો સમય મળે અને તેઓ પોતાની અરજી પાછી લઈ શકે. આ અવધિ બાદ કોર્ટ બંને પક્ષોને સાંભળે છે અને જો સંતુષ્ટ હોય છે તો તે તપાસ કરી છૂટાછેડાનો આદેશ આપી શકે છે. આદેશ જાહેર થવાની તારીખથી લગ્ન સમાપ્ત માનવામાં આવશે. જોકે, એ પ્રાવધાન ત્યારે લાગૂ થાય છે જ્યારે લગ્ન ઓછામાં ઓછાં એક વર્ષનો સમય વીતાવી ચુક્યા હોય છે.

કયા આધાર પર થઈ શકે છે છૂટાછેડા

એક્સ્ટ્રા-મેરિટલ અફેર, ક્રૂરતા, ધર્મ પરિવર્તન, માનસિક વિકાર, કુષ્ઠ રોગ, યૌન રોગ, સંન્યાસ, મૃત્યુની આશંકા જેવા આધાર પર કોઈ પણ જીવનસાથી તરફથી છૂટાછેડા માંગી શકાય છે. ખૂબ જ મુશ્કેલ અને અનૈતિકતાની અપવાદવાળી સ્થિતિમાં છૂટાછેડાની અરજી લગ્નને એક વર્ષ થયા વિના, સેક્શન 14 અંર્તગત સ્વીકૃત કરવામાં આવે છે.

સેક્શન 13(બી) 2 અંતર્ગત છ મહિનાની અનિવાર્ય અવધિમાંથી પણ છૂટ આપવામાં આવી શકે છે. તેના માટે ફોમિલી કોર્ટમાં એક એપ્લીકેશન આપવી પડશે. 2021માં અમિત કુમાર વર્સીસ સુમન બેનીવાલ કેસમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું, જ્યાં થોડી પણ સુલહની આશા છે છૂટાછેડાની અરજીની તારીખથી છ મહિના કૂલિંગ પીરિયડ આપવામાં આવવો જોઈએ. જોકે, જો સુલહ-સમજૂતિની થોડી પણ સંભાવના ના હોય તો બંને પક્ષોની તકલીફને વધારવી બેકાર હશે.

છૂટાછેડાની પ્રક્રિયા શરૂ કરવા માટે બંને પક્ષ ફેમિલી કોર્ટ પહોંચી શકે છે. આમ તો, આ પ્રક્રિયામાં ઘણો સમય લાગે છે અને તે લાંબી પણ છે. એવામાં કોર્ટની સામે મોટી સંખ્યામાં કેસ પેન્ડિંગ થઈ જાય છે. જો પત-પત્ની જલ્દી છૂટાછેડા ઇચ્છતા હોય તો તેઓ લગ્નને સમાપ્ત કરવા માટે આર્ટિકલ 142 અંતર્ગત સુપ્રીમ કોર્ટ જઈ શકે છે. આર્ટિકલ 142ની ઉપધારા 1 અંતર્ગત સુપ્રીમ કોર્ટને વિશેષ અધિકાર આપવામાં આવ્યા છે. તેના દ્વારા ટોચની કોર્ટ પોતાની સામે આવેલા કોઈપણ મામલામાં પૂર્ણ ન્યાય માટે આવશ્યક આદેશ આપી શકે છે. આજનો આદેશ પણ તે અંતર્ગત આવે છે અને કોર્ટે પતિ-પત્નીના છૂટાછેડા મંજૂર કરી લીધા. સુપ્રીમ કોર્ટનું આ મહત્ત્વનું પગલું એવી તમામ અરજીઓ માટે ઉદાહરણ બનશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp