હરિયાણામાં કેવી રીતે પલટી બાજી? જાણો જીતના 5 મોટા કારણ

PC: deccanherald.com

હરિયાણામાં 5 ઓક્ટોબરે થયેલી વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાહેર થઇ ગયા છે. ભાજપ હરિયાણામાં સરકાર બનાવશે. ચૂંટણી પરિણામ અગાઉ સામે આવેલા તમામ પોલ્સમાં ભાજપને હારતી દેખાડવામાં આવી હતી અને કોંગ્રેસની સરળ જીત દેખાડવામાં આવી રહી હતી. એવામાં ભાજપની આ જીતથી દરેક આશ્ચર્યચકિત છે. આવો જાણીએ એવા 5 ફેક્ટર્સ બાબતે, જેનાથી ભાજપે હરિયાણામાં પૂરી બાજી પલટી દીધી અને જીત હાંસલ કરી.

બૂથ મેનેજમેન્ટ પર ભાર:

ભાજપે લોકસભાની ચૂંટણીના પરિણામોથી બોધ લીધો અને હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં બૂથ મેનેજમેન્ટ પર પૂરું ફોકસ રાખ્યું. ઘણા વિસ્તારોમાં ભાજપે માઇક્રો મેનેજમેન્ટ કર્યું અને સરપંચી સ્તરની જેમ ચૂંટણી લડી. રાજ્યમાં ચૂંટણી પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી સૈનીએ કહ્યું હતું કે પાર્ટી બધા બૂથો પરથી વોટ હાંસલ કરવામાં સફળ થઇ છે. બૂથ મેનેજમેન્ટ પર ફોકસનો ફાયદો ભાજપને ચૂંટણી પરિણામમાં મળ્યો.

ચૂંટણીમાં મળ્યો RSSનો સાથ:

લોકસભાની ચૂંટણીના સમયે જ ભાજપ અને RSS વચ્ચે ખટપટના સમાચાર સતત આવી રહ્યા હતા. જો કે, છેલ્લા કેટલાક દિવસોમાં ઘણી વાતચીત અને સુધાર થયો. માનવામાં આવી રહ્યું છે કે RSSએ પણ આ ચૂંટણીમાં ભાજપની મદદ કરી. લોકલ માત્ર પર RSSના કાર્યકર્તા પણ ખૂબ સક્રિય દેખાયા.

કોંગ્રેસના આંતરિક ઝઘડાનો ફાયદો:

હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી છેલ્લે સુધી આંતરિક ઝઘડાથી ઝઝૂમતી રહી. તેની અસર પાર્ટીના ચૂંટણી પ્રચારમાં પણ દેખાઇ. કોંગ્રેસની અંદર જ ભૂપેન્દ્ર હુડ્ડા, કુમારી સેલજા અને રણદીપ સૂરજેવાલા જેવા ઘણા જૂથ સામે આવી ગયા હતા. સ્થિતિ એવી હતી કે કુમારી સેલજા અને રણદીપ સૂરજેવાલાએ ખૂબ વિલંબથી ચૂંટણી પ્રચાર શરૂ કર્યો. રાહુલ ગાંધી પણ રેલીમાં ભૂપેન્દ્ર હુડ્ડા અને કુમારી સેલજાનો હાથ મળાવતા નજરે પડ્યા હતા. જાહેર વાત છે કે ભાજપે આ વાતનો ખૂબ ફાયદો ઉઠાવ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp