જો તમારી પાસે એક કરતા વધારે પાન કાર્ડ હશે, તો થઇ શકે છે આ સજા

PC: /img.etimg.com/

કેટલાક લોકોએ લોનલીધી હોય છે અને ત્યારબાદ તેઓ લોક ભરવામાં આનાકાની કરે છે ત્યારે તેઓની ક્રેડીટ હિસ્ટ્રી ખરાબ થાય છે અને તેઓને બીજી વાર લોન લેવા માટે તકલીફ પડે છે. ત્યારે કેટલાક લોકો આ તકલીફથી બચવા માટે એક કરતા વધારે પાન કાર્ડ કઢાવતા હોય છે, જેના કારણે એક પાન કાર્ડમાં ખરાબ ક્રેડીટ હિસ્ટ્રી હોય તો બીજા પાન કાર્ડનો ઉપયોગ કરી શકે છે. આ ઉપરાંત કેટલાક લોકો એવા પણ હોય છે કે, જે વધારે ટેક્ષ ભરવાથી બચવા માટે નવું પાન કાર્ડ કઢાવતા હોય છે. પરંતુ તમને ખબર છે એક કરતા વધારે પાન કાર્ડ રાખવા એ પણ એક ગુનો છે. આવકના કાયદા 1961ની કલમ 139 અનુસાર એક વ્યક્તિ પાસે એક જ પાન કાર્ડ હોવું જોઈએ.

પાન કાર્ડ વિષે વાત કરવામાં આવે તો પાન કાર્ડએ યુનિક આઇડેન્ટિફિકેશન નંબર છે. જે આયકર વિભાગ દ્વારા આપવામાં આવે છે. પાન કાર્ડ કોઈ પણ નાણાકીય વ્યવહારોની માહિતી મેળવવા માટે ઇન્કમટેક્સ વિભાગની મદદ કરે છે. પાન કાર્ડ ઉપરથી ઇન્કમટેક્સ વિભાગને ખબર પડે છે કે, કઈ કંપની અને ક્યાં વ્યક્તિની વાસ્તવિક આવક કેટલી છે. કોઈ પણ વ્યક્તિ ભેલે પોતાની રહેવાની જગ્યા થોડા સમયે બદલતો રહે પણ તેનું પાન કાર્ડ તો એક જ રહે છે, તે બદલી શકતો નથી. કોઈ વ્યક્તિ પાસેથી એક કરતા વધારે પાન કાર્ડ હોવાએ ગુનોએ છે. આવકવેરા અધીનીયનની કલમ 272 બી હેઠળ એક કરતા વધારે પાન કાર્ડ ઘરાવનાર વ્યક્તિને 10 હજાર રૂપિયાનો દંડ થઈ શકે છે. રએટલે જો તમે આ દંડથી બચવા માંગતા હોવ, તો તમારી પાસે બે પાન કાર્ડ હોય તો એક પાન કાર્ડ આઇકાર વિભાગને સરેન્ડર કરીદો. અને હા તમે તમારૂ બીજુ પાન કાર્ડ ઓનલાઈન પણ આયકર વિભાગને સરેન્ડર કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp