અમ્ફાન ચક્રવાતની ગતિથી રેલવેને ખતરો, હાવડામાં સાંકળથી બાંધવામાં આવ્યા કોચ
સુપર ચક્રવાત અમ્ફાનની આજે પશ્ચિમ બંગાળના તટ પર ટકરાવાની આશંકા જતાવવામાં આવી રહી છે. 185 થી 155 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ ચાલતા ચક્રવાતથી સૌથી મોટો ખતરો રેલ સેવાઓ પર છે. હાવડામાં રેલવે કોચને સાંકળો વડે બાંધી દેવામાં આવ્યા છે, જેથી તૂફાની હવાઓથી રેલવે કોચોને નુકસાન પહોંચે નહીં અને તેને રોકી શકાય.
રેલવે તરફથી હાવડાના શાલીમાર સાઈડિંગમાં ઊભેલા રેલવેના કોચને સાંકળ અને તાળા વડે બાંધવાની વ્યવસ્થા કરવામાં આવી છે. પૂરા દેશમાં કોરોના સંકટના કારણે રેલવે સેવા ઠપ છે, રેલવે દ્વારા શ્રમિકો માટે જે સ્પેશ્યિલ ટ્રેન ચલાવવામાં આવી રહી છે, તેને પણ સુરક્ષાને ધ્યાનમાં રાખતા બંધ કરવાની જાણકારી દક્ષિણ પૂર્વ રેલવે તરફથી આપવામાં આવી છે.
જે ટ્રેનો રેલવે ટ્રેક પર ઊભી છે, તેમને લોખંડની મોટી મોટી સાંકળોથી બાંધવામાં આવી છે અને તાળુ મારી દેવામાં આવ્યું છે. આવું એટલા માટે કરવામાં આવ્યું છે કે ચક્રવાતી તૂફાન દરમિયાન પવનવેગ હવાથી ટ્રેન પાટા પર કશે દોડવા ન લાગે. જો એન્જિન વિના કશે ચાલી ગઈ તો પછી તેને કાબૂમાં કરવી ખૂબ જ મુશ્કેલ સાબિત થઈ શકે છે. આ જ કારણ છે કે ટ્રેનોને લોખંડની સાંકળો અને તાળા વડે બાંધી દેવામાં આવી છે.
155 થી 185 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ રહેશે
ચક્રવાત દરમિયાન 155 થી 185 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હવા ચાલશે અને ભારે વરસાદની આગાહી છે. ભારતીય હવામાન વિભાગે કહ્યું છે કે, આ દરમિયાન બંગાળના તટીય જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે અને સમુદ્રમાં 4-5 મીટર ઊંચી ટાઈડ આવશે.
NDRFની 19 ટીમો પશ્ચિમ બંગાળમાં તૈનાત
અમ્ફાન ચક્રવાતનો સામનો કરવા માટે NDRFની 19 ટીમો પશ્ચિમ બંગાળમાં તો 15 ટીમો ઓરિસ્સામાં તૈનાત છે. 6 ટીમોને એવી રીતે તૈયાર કરવામાં આવી છે કે, જરૂરત પડવા પર તેમને એરલિફ્ટ કરીને પહોંચાડવામાં આવે. ચક્રવાત પ્રભાવિત વિસ્તારોમાં ભારે તબાહી પહોંચાડી શકે છે.
ઓરિસ્સામાં લગાવવામાં આવી રહી છે રેતીની બોરીઓ
ચક્રવાત અમ્ફાનનો ખૌફ એટલો મોટો છે કે હાવડા કોર્પોરેશને 24 કલાક માટે કન્ટ્રોલ રૂમ ચાલુ રાખ્યો છે, જેથી લોકોને કોઈ પણ રીતની અસુવિધા થવા પર તેમને મદદ પહોંચાડી શકાય, ઓરિસ્સાના તટીય વિસ્તારોમાં રેતીની બોરીઓ લગાવવામાં આવી છે, જેથી સમુદ્રી લહેરોને બસ્તી સુધી આવવા પર રોકી શકાય. જગતસિંહપુરમાં તટીય બસ્તીઓને ખાલી કરાવી દેવામાં આવી છે. લોકોને શેલ્ટર હોમમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp