મહિલા કર્મચારીએ રૂ. 31 લાખ ચાઊં કર્યા. શેઠે ભરોસો રાખી આઇડી-પાસવર્ડ આપ્યા હતા

PC: indianexpress.com

મુંબઈની એક કંપનીમાં HRના પદ પર કામ કરી રહેલી એક મહિલાને તેના સારા પરફોર્મેન્સને લઇ કોરોના મહામારી દરમિયાન પ્રમોટ કરવામાં આવી હતી. જોકે, હવે આ મહિલા પર કંપનીએ 31 લાખ રૂપિયા ચોરી કરવાનો આરોપ લગાવ્યો છે. રજની શર્માને બિઝનેસમેન મેહુલે સાંઘવી ગાર્મેંટમાં 2018માં નોકરી પર રાખી હતી. મેહુલ દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ અનુસાર, મહિલાને અકાઉન્ટ્સ વિભાગની વધારાની જવાબદારી સોંપવામાં આવી હતી. તે વિભાગના દરેક કર્મચારીઓની નોકરી છોડી દીધા પછી રજનીને ત્યાં લેવામાં આવી.

મુંબઈ સ્થિત પાંચ ગારમેન્ટ વેપાર કંપનીના ગ્રુપના એક વરિષ્ઠ HR મેનેજર, જેને પોતાના કામ માટે કોરોના દરમિયાન પ્રમોટ કરવામાં આવ્યા હતા. તેઓ 2018થી વીલે પાર્લે સ્થિત મેહુલ સાંઘવીની કંપનીના HR વિભાગમાં કામ કરી રહ્યા હતા.

બોસ સાથે વિશ્વાસઘાત

સાંઘવીએ જાણ્યું કે, રજની બંને જવાબદારીઓ સંભાળવા માટે સંપૂર્ણ રીતે ક્વોલિફાઈડ છે. કંપનીમાં મેહુલને રજની પર ખાસ્સો વિશ્વાસ હતો. રજનીની સાથે કંપનીના અકાઉન્ટ્સ અને બેંક ડિટેલ્સની સાથે જરૂરી પાસવર્ડ પણ શેર કરવામાં આવ્યા હતા. જેથી તેમની ગેરહાજરીમાં બધુ કામ સંભાળી શકે.

રજનીએ ડિટેલ્સનો ખોટો ઉપયોગ કર્યો

મેહુલ સાંઘવીએ રજનીને કંપનીનો ઈમેલ આઈડી અને પાસવર્ડ પણ શેર કર્યા હતા. જેથી રજની શર્માને ઈમેલ પર પ્રાપ્ત થતા OTP મળી શકે અને લેવડ-દેવડ પૂરી કરી શકે.

સપ્ટેમ્બરમાં જ્યારે અકાઉન્ટ વિભાગના કાર્યકારી વ્યક્તિ આયકર રિટર્ન ફાઈલ કરી રહ્યો હતો, ત્યારે તેને શંકાશીલ ટ્રાન્ઝેક્શન જોવા મળ્યું. ત્યાર પછી મેહુલ સાંઘવીએ પાછલા ટ્રાન્ઝક્શનની તપાસ કરી અને 31 લાખ રૂપિયાની શંકાસ્પદ લેન-દેન સામે આવી. FIR અનુસાર, ફરિયાદીએ જાણ્યું કે, પૈસા એ બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા, જેમાં રજની શર્મા અને તેની માતાનું નવી મુંબઈમાં જોઇન્ટ અકાઉન્ટ હતું.

આરોપી રજની શર્મા પર છેતરપિંડીનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. જ્યારે કંપનીમાં કામ આપનારા વ્યક્તિને જાણ થઇ કે રજનીએ તેનો વિશ્વાસ તોડ્યો છે અને કંપનીને દગો આપ્યો છે. સાંઘવીની ફરિયાદ પર, શનિવારે સાંતાક્રુઝ પોલીસે રજની શર્મા સામે IPCની ધારા 408 અને 420 હેઠળ કેસ દાખલ કરી દીધો. સોમવારે રજની શર્મા નામની મહિલાની ધરપકડ કરી લેવામાં આવી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp