પતિ સંકટ સમયે સ્ત્રીધનનો ઉપયોગ કરી શકે,પરંતુ પત્નીને પરત કરવુ પડશે:સુપ્રીમ કોર્ટ
પરિણીત મહિલાઓના તેમના સ્ત્રીધન પર અધિકારોને મજબૂત બનાવતા સુપ્રીમ કોર્ટે બુધવારે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે 'સ્ત્રીધન' દંપતીની સંયુક્ત સંપત્તિ બની શકે નહીં અને પતિનો તેની પત્નીની સંપત્તિ પર કોઈ નિયંત્રણ નથી. જો કે તે મુશ્કેલીના સમયે સ્ત્રીધનનો ઉપયોગ કરી શકે છે, પરંતુ તે પાછળથી તેને પરત કરવું પડશે. સ્ત્રીધન પર વૈવાહિક વિવાદની સુનાવણી કરતા, ન્યાયાધીશ સંજીવ ખન્ના અને દીપાંકર દત્તાની બેન્ચે કહ્યું, 'સ્ત્રીનો તેના સ્ત્રીધન પર સંપૂર્ણ અધિકાર છે, જેમાં લગ્ન પહેલાં, લગ્ન દરમિયાન અથવા લગ્ન પછીની બધી વસ્તુઓનો સમાવેશ થાય છે, જેમ કે માતાપિતા પાસેથી મળેલી ભેટો, સસરા પક્ષ તરફથી મળેલી, સંબંધીઓ અને મિત્રો પાસેથી મળેલી ગિફ્ટ, પૈસા, ઘરેણાં, જમીન, વાસણો વગેરે.'
ખંડપીઠે કહ્યું કે, 'તે મહિલાની સંપૂર્ણ સંપત્તિ છે અને તેને પોતાની ઈચ્છા મુજબ વેચવાનો કે રાખવાનો પૂરો અધિકાર છે. આ મિલકત પર પતિનું કોઈ નિયંત્રણ નથી. તે મુશ્કેલીના સમયે તેનો ઉપયોગ કરી શકે છે, પરંતુ તેમ છતાં, તે સમાન મિલકત અથવા તેની કિંમત તેની પત્નીને પરત કરવાની જવાબદારી ધરાવે છે. તેથી, સ્ત્રીધન એ પતિ-પત્નીની સંયુક્ત મિલકત બની શકતી નથી અને પતિને તેના પર માલિકી કે સ્વતંત્ર અધિકાર નથી.' કોર્ટે એમ પણ કહ્યું કે, જો સ્ત્રીધનનો અપ્રમાણિકપણે દુરુપયોગ કરવામાં આવે તો પતિ અથવા તેના પરિવારના સભ્યો સામે IPCની કલમ 406 હેઠળ કાર્યવાહી થઈ શકે છે. કોર્ટે એમ પણ કહ્યું હતું કે, આવા કેસોમાં ફોજદારી કેસોની જેમ નક્કર પુરાવાના આધારે નિર્ણય ન લેવો જોઈએ, પરંતુ પત્નીનો દાવો વધુ મજબૂત હોવાની સંભાવનાના આધારે લેવામાં આવવો જોઈએ.
એક મહિલાએ આરોપ લગાવ્યો હતો કે, લગ્નના પહેલા જ દિવસે તેના પતિ દ્વારા તેના ઘરેણાં છીનવી લેવામાં આવ્યા હતા અને તેમના સંબંધોમાં ખટાશ આવતા અને તેઓએ અલગ થવાનો નિર્ણય લીધો હતો, તેણે તેની મિલકત પાછી મેળવવા માટે ફેમિલી કોર્ટનો સંપર્ક કર્યો હતો. 2009માં, ફેમિલી કોર્ટે તેની તરફેણમાં ચુકાદો આપ્યો અને તેના પતિને તેને 8.9 લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો, પરંતુ કેરળ હાઈકોર્ટે આ આદેશને બાજુ પર રાખ્યો અને કહ્યું કે, પત્ની એ સાબિત કરવામાં નિષ્ફળ રહી છે કે તેનું 'સ્ત્રીધન' તેના પતિએ લીધું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp