પત્નીનો આઇબ્રો બનેલો જોઈને પતિ એટલો ગુસ્સે થયો કે ફોન પર જ આપી દીધા તીન તલાક

PC: livehindustan.com

સાઉદી અરબમાં કામ કરવા ગયેલા પતિએ વીડિયો કૉલમાં પત્નીનો આઇબ્રો બનેલો જોયો તો તે એટલો ગુસ્સે થઇ ગયો કે તેણે તેણે ફોન પર જ તીન તલાક આપી દીધા. અહી સાસરિયા તરફથી અત્યાચારથી પરેશાન પીડિતા તીન તલાક અને કરિયાવર ઉત્પીડનનો કેસ નોંધાવવા માટે બાદશાહીનાકા પોલીસ સ્ટેશનના ચક્કર લગાવી રહી છે. તો પોલીસનું કહવું છે કે પીડિતા મળી રહી નથી. કુલી બજારની રહેવાસી ગુલસબાએ જણાવ્યું કે, તેના નિકાહ 17 જાન્યુઆરી 2022ના રોજ કોહના ફૂલપુર પ્રયાગરાજના રહેવાસી મોહમ્મદ સલીમ સાથે અનવરગંજના શાલીમાર ગેસ્ટ હાઉસમાં થયા હતા.

ગુલાસબાના જણાવ્યા મુજબ, નિકાહ દરમિયાન 25 હજાર મેહર નક્કી કરવામાં આવ્યા હતા. 30 ઓગસ્ટ 2023ના રોજ મોહમ્મદ સલીમ કામ કરવા માટે સાઉદી અરબ ગયો. ત્યારબાદ રોજ તેની સાથે ફોન પર વાતો કરતો હતો. તો આ તરફ સાસરિયાના લોકો કરિયાવર માટે તેના પર અત્યાચાર કરવા લાગ્યા. તેઓ કરિયાવરથી ખુશ નહોતા અને એક કારની માગ કરવા માગ્યા. અત્યાચારથી તંગ આવીને તે પ્રયાગરાજથી કાનપુર જતી રહી, તે સાસરિયાના લોકોનાના અત્યાચારોને એટલે સહતી રહી કેમ કે તેને લાગતું હતું કે તેનો પતિ પાછો આવશે તો બધુ સારું થઇ જશે.

પીડિતાના જણાવ્યા મુજબ, 4 ઓક્ટોબરે પતિએ તેને IMO એપના માધ્યમથી વીડિયો કોલ કર્યો. એ સમયે રાત્રે 09:30 વાગ્યા હતા. થોડા સમય સુધી તો તે વાત કરતો રહ્યો. પછી એકાએક બોલ્યો કે ના પાડવા છતા તે આઇબ્રો કરાવી લીધો. એટલું કહીને ફોન કટ કરી નાખ્યો. પછી તેનો વોઇસ કૉલ આવ્યો અને કહ્યું કે, મારી ઇચ્છા વિરુદ્ધ તે આઇબ્રો કરાવ્યો છે તો હું તને બધા પ્રકારના તલાક આપીને લગ્નના બંધનથી મુક્ત કરવા માગુ છું અને તીન તલાક આપીને ફોન કાપી નાખ્યો.

પત્નીએ પતિને ખૂબ સમજાવવાનો પ્રયાસ કર્યો કે તેનો આઇબ્રો બન્યો નથી, પરંતુ પતિએ એક વાત ન સાંભળી. પીડિતાએ CM પોર્ટલમાં પણ ફરિયાદ કરી છે. બાદશાહાનાકા પોલીસ સ્ટાશનના ઇન્સ્પેક્ટર સુભાષ ચંદ્રએ જણાવ્યું કે, પીડિતાને લોહા મંડી પોલીસ સ્ટેશનના ઇનચરજે ઘણી વખત સંપર્ક કર્યો કે, તે આવીને FIR નોંધાવી લે, પરંતુ તે આવી જ નહીં. કલેક્ટરગંજના ACP નિશંક શર્માએ જણાવ્યું કે, આ પ્રકરણને લઇને મારી સામે કોઇ ફરિયાદ કે પ્રાર્થના પત્ર આવ્યું નથી. ફરિયાદ આવવા પર તેના પર તાત્કાલિક FIR નોંધાવીને કાર્યવાહી કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp