ચાલુ કારમાં કિસ કરી રહ્યું હતું કપલ, વાયરલ વીડિયોથી ગુસ્સે ભરાઈ પબ્લિક

PC: twitter.com

પ્રેમની ભલે સીમાઓ ન હોય, પરંતુ જ્યારે બે લોકો પ્રેમમાં હોય તો તેમણે નિયમ-કાયદાનું પાલન કરતા સીમાઓને ઓળંગવી ન જોઈએ. હાલમાં જ તેલંગણાના હૈદરાબાદથી એક વીડિયો સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. વાયરલ વીડિયોમાં પ્રેમી કપલને કારની છત પર બેસીને અને એક-બીજાને પૂરા પેશન સાથે કિસ કરતું નજરે પડી રહ્યું છે. આ વીડિયો હૈદરાબાદમાં ભીડભાડવાળા પી.વી. નરસિંહા રાવ એક્સપ્રેસનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

વીડિયો જોઈએ તો કારની છત પર બેઠું આ કપલ એક-બીજાની ખૂબ જ નજીક છે અને વારંવાર એક બીજાને કિસ કરીને પોતાના પ્રેમને દુનિયા સામે જાહેર કરી રહ્યું છે. પ્રેમના આ સાર્વજનિક પ્રદર્શનને એ જ રસ્તા પર એક અન્ય વાહન દ્વારા ફિલ્માવવામાં આવ્યું છે અને તેને ઈન્ટરનેટ પર પોસ્ટ કરતા પોલીસ અધિકારીઓને અનુરોધ કરવામાં આવ્યો છે કે તે (પોલીસ) આ વીડિયો સંજ્ઞાનમાં લે. વીડિયો ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સાથે જ તેના પર જાત જાતની પ્રતિક્રિયાઓ આવી રહી છે.

સોશિયલ મીડિયા પર કેટલાક લોકો એવા છે કે આ વીડિયોને કપલની મરજી બતાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે જો તેઓ પુખ્તવયના છે તો તેમણે ડરવાની જરૂરિયાત નથી. તો એવા લોકોની પણ કોઈ કમી નથી જે આ મામલે મોરલ પોલીસિંગ કરતા તેને ભારતીય સંસ્કૃતિ સાથે જોડી રહ્યા છે. એવા લોકોનું માનવું છે કે એવા કૃત્ય રોડ સુરક્ષાને પ્રભાવિત કરે છે એટલે વહેલી તકે પોલીસે આ મામલાને ધ્યાનમાં લઈને છોકરા અને છોકરી બંને વિરુદ્ધ આવશ્યક કાર્યવાહી કરવી જોઈએ.

પોલીસના સત્તાવાર ટ્વીટર હેન્ડલને ટેગ કરતા એક ટ્વીટમાં લખવામાં આવ્યું છે કે આશા છે કે હૈદરાબાદ સિટી પોલીસ આ અસુરક્ષિત ડ્રાઇવિંગ મોડ અને જનતાને થનારી અસુવિધા પર કાર્યવાહી કરશે. આ વીડિયો પર એક યુઝરે લખ્યું કે, આ મૂર્ખાઓ વિરુદ્ધ કેસ થવો જોઈએ. એક અન્ય વ્યક્તિએ લખ્યું કે, હું ખૂબ PDA કરું છું, પરંતુ આ પ્રકારની મૂર્ખાઈ કરતો નથી. એક બ્રેક સાથે જ તેમનો જીવ જઈ શકે છે. આ પ્રકારે પોતાના અને બીજાના જીવને જોખમમાં નાખવા ક્યાં સુધી યોગ્ય છે. પોલીસે કાર્યવાહી કરવી જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp