હું પણ આવી જ રીતે ગુજરાતનો CM બન્યો; નવા ચહેરા લાવીને ચોંકાવનારા PM મોદીએ કહ્યું

PC: hindsat.in

લોકસભા ચૂંટણી પહેલા PM નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, લોકોની પસંદગી ભારતીય જનતા પાર્ટી છે. તેમણે કહ્યું હતું કે, લોકોમાં એક સામાન્ય સહમતિ છે કે દેશને 'ગઠબંધન સરકાર'ની જરૂર નથી, કારણ કે આવી સરકારો દરમિયાન, અપેક્ષાઓ ધરાશાયી થઈ હતી અને વિશ્વમાં ભારતની છબી કલંકિત થઈ હતી. તેમણે ત્રણ મુખ્ય રાજ્યો રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશના CM તરીકે BJP દ્વારા નવા ચહેરાઓને આગળ લાવવા અંગે પણ નિવેદન આપ્યું હતું. મીડિયા સૂત્રો સાથે વાત કરતા PM મોદીએ કહ્યું, 'આ એક નવો ટ્રેન્ડ લાગે છે, પરંતુ પાર્ટી માટે તે નવું નથી.'

PM મોદીએ કહ્યું કે, હકીકતમાં તેઓ BJPની અંદર આ પરંપરાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. PM મોદીએ કહ્યું કે, જ્યારે તેઓ ગુજરાતના CM બન્યા ત્યારે તેમની પાસે અગાઉનો કોઈ વહીવટી અનુભવ નહોતો અને તેઓ વિધાનસભામાં ચૂંટાઈ પણ આવ્યા ન હતા. તે જાણીતું છે કે કેશુભાઈ પટેલ પછી PM નરેન્દ્ર મોદી વર્ષ 2001માં ગુજરાતના CM બન્યા હતા. તેઓ CM બન્યાના 4 મહિના પછી રાજ્ય વિધાનસભામાં ચૂંટાયા હતા. PM મોદીએ કહ્યું કે, આજે મોટાભાગના અન્ય પક્ષો પરિવાર આધારિત પક્ષો છે અને તેમને આ લોકતાંત્રિક મંથન મુશ્કેલ લાગે છે.

PM નરેન્દ્ર મોદીએ કહ્યું કે, BJP એક કેડર આધારિત પાર્ટી છે, જે સ્પષ્ટ મિશનથી ચાલે છે. તે એક જ સમયે નેતૃત્વની અનેક પેઢીઓને એકસાથે લાવવાની ક્ષમતા ધરાવે છે. દક્ષિણ અને પૂર્વના કોઈપણ મોટા રાજ્યોમાં BJPનું શાસન ન હોવા અંગે પૂછવામાં આવતા PM મોદીએ દેશમાં પક્ષના વધતા સમર્થન આધાર તરફ ઈશારો કર્યો અને કહ્યું, 'દેશનો કોઈ ખૂણો એવો નથી કે, જ્યાં અમારી પાર્ટીને સમર્થન ન હોય. કેરળમાં સ્થાનિક સંસ્થાઓથી લઈને ઘણા રાજ્યોમાં મુખ્ય વિપક્ષી પાર્ટી હોવા છતાં અમારી પાર્ટી લોકો વચ્ચે મજબૂત કામ કરી રહી છે.'

PM મોદીએ કહ્યું કે BJP 16 રાજ્યોમાં સત્તામાં છે અને 8માં મુખ્ય વિરોધ પક્ષ છે. PM મોદીએ કહ્યું કે, BJP 6 પૂર્વોત્તર રાજ્યોમાં સરકારમાં છે, જેમાં મુખ્યત્વે ખ્રિસ્તી બહુમતી ધરાવતા નાગાલેન્ડ અને મેઘાલયનો સમાવેશ થાય છે. તેમણે એમ પણ કહ્યું કે, જ્યાં સુધી દક્ષિણ ભારતનો સવાલ છે, અમે લોકસભા સીટોની દ્રષ્ટિએ સૌથી મોટી પાર્ટી છીએ. આગામી સામાન્ય ચૂંટણીઓ અંગે વિશ્વાસ વ્યક્ત કરતા PM મોદીએ કહ્યું કે, લોકો, નિષ્ણાતો, અભિપ્રાય નિર્માતાઓ અને મીડિયા મિત્રો વચ્ચે એક સહમતિ છે કે, આપણા દેશને ગઠબંધન સરકારની જરૂર નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp