રામ ભક્ત છે આ મુસ્લિમ MLA, શોલે લેન્ડ પર 50 કરોડમાં બનાવી રહ્યા છે મંદિર

PC: news18.com

અયોધ્યાની હલચલથી લગભગ 2000 કિલોમીટર દૂર, કર્ણાટકના રામનગર જિલ્લામાં એક પર્વત પર રામને સમર્પિત વધુ એક મંદિર ચર્ચામાં છે, પરંતુ રામદેવરાબેટ્ટા મંદિર અલગ કારણોથી ચર્ચામાં છે, તેને પોતાના વિકાસકાર્ય હેઠળ બનાવવાનો આદેશ એક મુસ્લિમ ધારાસભ્યએ આપ્યો છે. કોંગ્રેસ નેતાએ જણાવ્યું કે, ભગવાન રામ શાશ્વત શક્તિશાળી, પરોપકારી છે અને ધર્મ કે લોકોના આધાર પર ભેદભાવ કરતા નથી.

તેમણે કહ્યું કે, મારું નામ ઇકબાલ અંસારી છે. હું ભગવાન રામનો ભક્ત છું. હું એક મુસ્લિમ છું અને રામનગરની પવિત્ર ભૂમિથી ધારાસભ્યના રૂપના ચૂંટાયો છું. સ્થાનિક લોકોનું માનવું છે કે ભગવાન રામે સીતા અને લક્ષ્મણ સાથે વનવાસ દરમિયાન રામદેવરાબેટ્ટામાં લિંગ સ્થાપિત કર્યું હતું. આ પર્વત પાસે તે સ્થાન પણ છે, જ્યાં પ્રસિદ્ધ ફિલ્મ ‘શોલે’ની શૂટિંગ થઈ હતી.

દક્ષિણમાં રામ મંદિર બનાવવાની પોતાની યોજના બાબતે વિશેષ વિવરણ શેર કરતા ઇકબાલ અંસારી કહે છે કે કોઈ ભગવાનને અલગ અલગ નામોથી સંદર્ભિત કરી શકે છે. રામ, કૃષ્ણ, બ્રહ્મા, ઈશ્વર કે અલ્લાહ, પરંતુ અંતે અસ્તિત્વ માત્ર એક જ છે. જ્યારે મેં રામનગરથી ધારાસભ્યના રૂપમાં ચૂંટણી જીતી, તો હું રામદેવરાબેટ્ટા ગયો અને ભગવાન રામ પાસેથી આશીર્વાદ લીધા. મેં ભગવાનને ચૂંટણી લડવા અને સીટ જીતવાની તાકત, એટલું બધુ આપવા માટે ધન્યાવાદ. હું રામ અને લોકોનો આભારી છું.

ઇકબાલ અન્સારીએ કહ્યું કે, હું બધા દેવતાઓની પૂજા કરું છું. ભગવાન રામ મારા કુળદેવતા છે. એક વિદ્યાર્થીના રૂપમાં, અમે દેવી સરસ્વતી, લક્ષ્મી અને ગણેશની પૂજા કરતા હતા. મેં ભગવાન રામની પૂજા પણ કરી છે. અન્સારીએ જણાવ્યું કે, શુક્રવારે પોતાની ધારાસભ્ય નીતિ પ્રાપ્ત કર્યા બાદ તેમણે જે પહેલું અનુદાન સ્વીકાર્યું, તે રામદેવરાબેટ્ટામાં રામ મંદિરના વિકાસ માટે 50 કરોડ રૂપિયાની ફાળવણી કરવાના હતા.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp