'હું હવે વૃદ્ધ થઈ રહ્યો છું, મને જૂની સિસ્ટમ ગમે છે',શા માટે સિંધિયાએ આવું કહ્યુ

PC: facebook.com/JMScindia

મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર હાલ પૂરજોશમાં ચાલી રહ્યો છે. કોંગ્રેસ અને BJPના તમામ વરિષ્ઠ નેતાઓ જાહેર સભાઓ સંબોધીને જનસંપર્ક દ્વારા લોકો પાસે મત માંગી રહ્યા છે. આ દરમિયાન BJPના નેતા અને કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ રાજ્યના શિવપુરીમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરી અને BJP માટે વોટ માંગ્યા. આ દરમિયાન તેમણે લોકોને અપીલ કરી અને કહ્યું કે, તેઓ મોબાઈલ ફોન છોડી દે અને લોકોની સાથે હળો મળો.

સિંધિયાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે કહે છે, 'તમારો મોબાઈલ છોડી દો અને લોકોને ગળે લગાડવાનું શરૂ કરો. હું ચોક્કસપણે યુવાન જેવો દેખાઉં છું, પરંતુ હું પણ વૃદ્ધ થઈ રહ્યો છું. પણ મારો આત્મા ઘણી વૃદ્ધ છે. મને જૂની સિસ્ટમ ગમે છે. મને જૂની સિસ્ટમ ગમવાનું કારણ એ છે કે, તે મૂલ્યોની સિસ્ટમ હતી, જૂની સિસ્ટમ સિદ્ધાંતોની સિસ્ટમ હતી, જૂની સિસ્ટમ નિયમોની સિસ્ટમ હતી.'

ભૂતકાળને યાદ કરતાં સિંધિયા આગળ કહે છે, 'જૂની સિસ્ટમમાં જો કોઈને વચન આપી દીધું તો, પછી ભાઈ, પ્રાણ ભલે નીકળી જાય પણ તેનું વચન પાછું નહિ ફરે. તેમાં લોકો હંમેશા તેમના વચનો પાળવા માટે તૈયાર હતા. તે સિદ્ધાંતોનો યુગ હતો. મારા ભાઈઓ અને બહેનો, તમારે એ સિદ્ધાંતોના યુગમાં પાછા ફરવું પડશે.

 આ પહેલા પિછોર વિધાનસભાના પિછોર અને ખાણીયાધાણામાં જનસભાને સંબોધતા તેમણે કોંગ્રેસ પર પણ જોરદાર નિશાન સાધ્યું હતું. કમલનાથ અને દિગ્વિજય સિંહ પર નિશાન સાધતા સિંધિયાએ કહ્યું કે, આ લોકોને સત્તા મેળવવાની એટલી લાલચ છે કે, તેઓ એકબીજાના કપડા ફાડી રહ્યા છે, વિચારો જો આ લોકો સત્તામાં આવશે તો સામાન્ય લોકોનું શું થશે. તેમણે કાર્યકરોને એક થઈને BJPની જીત માટે કામ કરવા હાકલ કરી હતી.

અહીં તમને જણાવી દઈએ કે, ચૂંટણી પંચ દ્વારા મધ્યપ્રદેશની 230 વિધાનસભા બેઠકો માટે જાહેર કરાયેલ ચૂંટણી કાર્યક્રમ અનુસાર મધ્યપ્રદેશમાં એક તબક્કામાં મતદાન થશે. 17મી નવેમ્બરે મતદાન થશે અને 3જી ડિસેમ્બરે મતગણતરી પછી પરિણામ જાહેર કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp