કેજરીવાલ આપશે CM પદેથી રાજીનામું, જણાવ્યું કારણ, કોણ બનશે CM?

PC: news18.com

આબકારીનીતિ કૌભાંડ કેસમાં સુપ્રીમ કોર્ટ પાસેથી જામીન મળ્યાના 2 દિવસ બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રવિવારે આમ આદમી પાર્ટી (AAP)ના મુખ્યાલય પહોંચ્યા હતા. પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે મુલાકાત બાદ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કાર્યકર્તાઓને સંબોધિત કર્યા. તેમણે મોટી જાહેરાત કરતા કહ્યું કે, આજથી 2 દિવસ બાદ હું રાજીનામું આપવા જઇ રહ્યો છું. હું ત્યાં સુધી મુખ્યમંત્રીની ખુરશી પર નહીં બેસું, જ્યાં સુધી જનતા પોતાનો નિર્ણય સંભળાવી દેતી નથી કે કેજરીવાલ ઈમાનદાર છે. ત્યાં સુધી હું ખુરશી પર નહીં બેસું.

તેમણે કહ્યું કે, દરેક ઘર અને ગલીમાં જઈશ અને જ્યાં સુધી જનતાનો નિર્ણય મળી જતો નથી ત્યાં સુધી મુખ્યમંત્રીની ખુરશી પર નહીં બેશુ. કાયદાની કોર્ટ પાસે મને ન્યાય મળ્યો, હવે જનતાની કોર્ટ મને ન્યાય આપશે. કેજરીવાલે કહ્યું કે, કેટલાક લોકો કહી રહ્યા છે કે સુપ્રીમ કોર્ટે કેટલીક કન્ડિશન લગાવી છે. છેલ્લા 10 વર્ષમાં તેમણે કન્ડિશન લગાવવામાં કોઈ કસર છોડી હતી? કેન્દ્ર સરકારે કાયદો બનાવીને મારા કામ બંધ કરવાનો પ્રયાસ કર્યો. આ કન્ડિશનને પણ જોઈ લીધી. જો તમને લાગે છે કે કેજરીવાલ ઈમાનદાર છે તો ખૂબ વોટ આપજો મારા પક્ષમાં.

ફેબ્રુઆરીમાં ચૂંટણી છે. મારી માગ છે કે ચૂંટણી તાત્કાલિક કરાવવામાં આવે. નવેમ્બરમાં મહારાષ્ટ્ર સાથે ચૂંટણી કરાવવામાં આવે, નવા મુખ્યમંત્રીની પસંદગી આગામી 1-2 દિવસમાં કરાવવામાં આવે. મનીષ સિસોદિયાએ પણ કહ્યું કે, તેઓ પણ નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીનું પદ ત્યારે જ સંભાળશે જ્યારે જનતાની કોર્ટમાંથી ચૂંટાઈને આવશે. આ અગાઉ કેજરીવાલે કહ્યું કે, સત્યેન્દ્ર જૈન, અમાનતુલ્લાહ ખાન પણ જલદી જ બહાર આવશે. દિલ્હીના લોકોએ અમારા માટે પ્રાર્થના કરી, હું તેમનો આભાર માનું છું. મેં જેલમાં ઘણા પુસ્તકો વાંચ્યા, રામાયણ, ગીત.. હું પોતાની સાથે ભગત સિહની જેલ ડાયરી લાવ્યો છું. ભગત સિંહની જેલ ડાયરી પણ મેં વાંચી.

કેજરીવાલે કહ્યું કે, તેમની નાનકડી પાર્ટીએ દેશની રાજનીતિ બદલી દીધી. જેલમાં વિચારવાનો સમય મળ્યો. મેં જેલથી એક જ ચિઠ્ઠી લખી હતી, એ પણ ઉપરાજ્યપાલ સાહેબને, 15 ઑગસ્ટ હતી, સ્વાધીનતા દિવસના અવસર પર મુખ્યમંત્રી ઝંડા ફરકાવે છે, મેં કહ્યું કે આતિષીને ઝંડો ફરકાવવા મંજૂરી આપવામાં આવે. તો ચિઠ્ઠી મને પરત કરી દેવામાં આવી અને મને વોર્નિગ આપવામાં આવી કે બીજી વખત જો ચિઠ્ઠી લખી તો તમારા પરિવાર સાથે પણ મુલાકાત કરવા દેવામાં નહીં આવે.

મનીષ જેલ ગયા, પરંતુ મને અને સિસોદિયાને અલગ અલગ જેલમાં રાખવામાં આવ્યા. જ્યારે હું જેલમાં હતો તો એક દિવસ સંદીપ પાઠક મને મળવા આવ્યા, તેઓ અમારી પાર્ટીના મહાસચિવ છે, તેઓ આવીને મારી સાથે વાત કરવા લાગ્યા, સ્વાભાવિક છે કે તેઓ રોમાન્ટિક વાતો નહીં કરે, રાજનીતિની વાતો જ કરશે. ત્યારબાદ તેમને જેલે બ્લેકલિસ્ટ કરી દીધા. તેમણે મને કેલ કેમ મોકલ્યો? એવું નથી કે, કેજરીવાળે ભ્રષ્ટાચાર કર્યો. તેમનું ઉદ્દેશ્ય હતું AAPને તોડવાનું. તેમનો ફોર્મ્યૂલા છે કે પાર્ટી તોડી દો, ધારાસભ્ય તોડી દો, EDની છાપેમારી કરાવી દો. તેમને લાગી રહ્યું હતું કે કેજરીવાલને જેલમાં નાખીને પાર્ટી તોડી દેશે.

મુખ્યમંત્રીએ કહ્યું કે, મેં રાજીનામું એટલે ન આપ્યું કેમ કે હું દેશની લોકશાહીને બચાવવા માગું છું. જો હું રાજીનામું આપી દેતો તો એક એક કરીને બધાને જેલમાં નાખી દેતા કેમ કે તેમણે સિદ્વારમૈયા, મમતા દીદી, પિનારાઈ વિજયન બધા વિરુદ્ધ કેસ કરી રાખ્યા છે. હું દેશના તમામ મુખ્યમંત્રીઓને કહેવા માગું છું કે જો મુખ્યમંત્રી રહેતા તમારા પર એમ કરે તો પોતાના પદ પરથી રાજીનામું ન આપો. આજે તેમના દરેક ષડયંત્રનો મુકાબલો કરવાની તાકાત AAPમાં છે કેમ કે અમે ઈમાનદાર છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp