'મેં 15 મત આપ્યા, કોંગ્રેસીઓને બુથ પર બેસવા જ ન દીધા...' BJP કાર્યકરે MPને કહ્યુ
મધ્યપ્રદેશની 29 લોકસભા બેઠકો પર કબજો કરનાર ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતાઓની જીત પછી હવે કેટલાક વિવાદાસ્પદ નિવેદનો સામે આવી રહ્યા છે. હકીકતમાં આ મામલો વિદિશાના લાતેરી તાલુકાનો છે. અહીં ગુરુવારે સાંજે BJPના નેતાઓના નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં તેઓ સાંસદની સામે કહી રહ્યા છે કે, તેઓએ નકલી વોટ નાખ્યા છે અને કોંગ્રેસના એજન્ટોને મતદાન બુથમાં પ્રવેશવા દીધા નથી. કોંગ્રેસે આ મામલે ચૂંટણી પંચ અને કોર્ટમાં જવાની તૈયારી શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ, સાગર લોકસભા મતવિસ્તારમાં આવતા વિદિશાના સિરોંજ વિધાનસભાના લાતેરી તાલુકાની BJP સાંસદ લતા વાનખેડે ગુરુવારે આ વિસ્તારમાં આયોજિત એક કાર્યક્રમમાં પહોંચી હતી. આ દરમિયાન BJPના કાર્યકરોએ તેમનું જોશભેર સ્વાગત કર્યું હતું.
સિરોંજ વિધાનસભા સીટના BJP ધારાસભ્ય ઉમાકાંત શર્માના પ્રતિનિધિ અને લટેરી મ્યુનિસિપલ કાઉન્સિલ પ્રમુખના પતિ સંજય અત્તુ ભંડારી લોકસભા ચૂંટણી દરમિયાન કથિત ગેરરીતિઓનું વર્ણન કરતા જોવા મળ્યા હતા. જે વીડિયો સામે આવ્યો છે, તેમાં સંજય ભંડારી દાવો કરતા જોવા મળી રહ્યા છે કે તેમણે 13 મતદાન મથકો પર કોંગ્રેસના એકપણ પોલિંગ એજન્ટને બેસવા દીધા નથી. BJPના કાઉન્સિલર પાટી મહેશ સાહુએ સાંસદને એ પણ કહ્યું કે, 15 મત નકલી નાખવામાં આવ્યા છે.
"लोकसभा चुनाव में, हमारी पूरी टीम ने लटेरी (विदिशा) में 13 मतदान केंद्रों पर कांग्रेस का पोलिंग एजेंट नहीं बैठने दिया। हम लड़े है उसके लिए...", सागर से भाजपा सांसद लता वानखेड़े को एक भाजपा कार्यकर्ता ने कहा।
— काश/if Kakvi (@KashifKakvi) August 30, 2024
"15 वोट मैंने डाले थे साहब…"दूसरे ने कहाpic.twitter.com/UdC46pLDO2
આ વીડિયો વાયરલ થયા પછી કોંગ્રેસે તેને નિષ્પક્ષ ચૂંટણીનું ઉલ્લંઘન ગણાવ્યું છે. કોંગ્રેસના પ્રવક્તાએ કહ્યું કે, BJPના નેતાઓ પોતે નકલી વોટ આપવાનું સ્વીકારી રહ્યા છે. કોંગ્રેસ આ મામલાને ચૂંટણી પંચ અને કોર્ટમાં લઈ જશે અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરવામાં આવશે.
મધ્યપ્રદેશના વિદિશામાં BJPના જૂથો વચ્ચે જોરદાર વિવાદ થયો હતો. આ વિવાદ એટલો વધી ગયો કે મામલો મારામારી સુધી પહોંચ્યો. સાંસદ લતા વાનખેડે કુશ જયંતિમાં હાજરી આપવા લટેરી પહોંચ્યા હતા. આ દરમિયાન BJPના વિધાનસભ્ય ઉમાકાંત શર્માના સમર્થકોએ સાંસદને રસ્તામાં રોક્યા અને કોઈ મુદ્દે ચર્ચા શરૂ કરી. અંતે મામલો ઉગ્ર બોલાચાલી સાથે વિવાદ સુધી પહોંચ્યો હતો.
વિદિશાથી કોંગ્રેસના જિલ્લા અધ્યક્ષ મોહિત રઘુવંશીએ કહ્યું કે, સાગર લોકસભા મતવિસ્તારના સાંસદ લતા વાનખેડે લટેરી પહોંચ્યા હતા. તેમને BJPના કાર્યકર્તાઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, તેઓ કેવી રીતે 'નકલી' મત આપીને ચૂંટણી જીત્યા. આ વાત ખુદ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો કહી રહ્યા છે. અમે નથી કહેતા. તેમણે કઈ રીતે બૂથ કબજે કર્યા અને આ ચૂંટણી કેવી રીતે જીતી લીધી, આ વાત તેમના જ મુખેથી કહેવામાં આવી છે.
મોહિત રઘુવંશીએ કહ્યું કે, ભારતીય જનતા પાર્ટીની ચાલ, ચરિત્ર અને ચહેરો સામે આવી ગયો છે. અમે ભારતના ચૂંટણી પંચને વિનંતી કરીશું અને અમે આ વીડિયો અંગે લેખિતમાં ફરિયાદ પણ કરીશું કે સાગર લોકસભા મતવિસ્તારને શૂન્ય જાહેર કરવામાં આવે. કારણ કે નકલી મતદાન દ્વારા ચૂંટણી જીતવી એ લોકશાહીમાં ખોટું છે અને આ લોકોના પ્રતિનિધિઓ નથી, તેઓ માત્ર સત્તાનો દુરુપયોગ કરીને ચૂંટણી જીતનારા લોકો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp