શરદ પવારે રામમંદિરના કાર્યક્રમમાં જવા અંગે જે કહ્યું તે જાણીને તમે ચોંકી જશો

PC: republicbharat.com

NCP ચીફ શરદ પવારને રામ મંદિરના ઉદ્ઘાટન સમારોહનું આમંત્રણ મળ્યું નથી. તેમણે પોતે બુધવારે આ માહિતી આપી હતી. પવારે કહ્યું કે મને અયોધ્યા માટે આમંત્રણ મળ્યું નથી, પરંતુ મારા માટે એ સમજવું મુશ્કેલ છે કે, BJP આ મુદ્દાનો રાજકીય ઉપયોગ કરી રહી છે કે આર્થિક રીતે. 22 જાન્યુઆરીએ રામ મંદિરનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. આ કાર્યક્રમમાં PM નરેન્દ્ર મોદી, UPના CM યોગી આદિત્યનાથ અને RSS ચીફ મોહન ભાગવત સહિત અનેક રાજકીય હસ્તીઓ હાજર રહેશે. આ કાર્યક્રમ માટે કુલ 6000 મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં સંતો પણ ભાગ લેશે.

શરદ પવારે કહ્યું કે, આ ખુશીની વાત છે કે રામ મંદિર બની રહ્યું છે, જેના માટે ઘણા લોકોએ યોગદાન આપ્યું છે. જો કે, તેમણે એમ પણ કહ્યું કે, મને રામ મંદિરનું આમંત્રણ મળ્યું નથી, પરંતુ મને મળ્યું હોતે તો પણ હું ન જાતે. તેમણે કહ્યું કે શ્રદ્ધા વ્યક્તિગત બાબત છે. હું ધર્મસ્થાનોમાં જતો નથી. હું ફક્ત બે-ત્રણ જ આસ્થાના સ્થળોની મુલાકાત લઉં છું, પરંતુ તેમના વિશે જાહેરમાં કશું કહીશ નહીં. આ અંગત બાબત છે. આ રીતે શરદ પવારે સ્પષ્ટ કર્યું કે તેઓ રામ મંદિરના ઉદ્ઘાટનમાં હાજરી નહીં આપે. ભલે તેમને આ માટે આમંત્રણ મળે કે નહીં.

NCP ચીફ પહેલા બંગાળના CM મમતા બેનર્જીએ પણ રામ મંદિરના ઉદ્ઘાટન કાર્યક્રમમાં હાજરી આપવાનો ઇનકાર કરી દીધો હતો. CPM નેતા સીતારામ યેચુરી પણ નથી જઈ રહ્યા. કોંગ્રેસે પણ હજુ સુધી સ્પષ્ટ કર્યું નથી કે, તેની તરફથી કયા લોકોને મોકલવામાં આવશે અને કોને નહીં. અહીં તમને જણાવી દઈએ કે, મહારાષ્ટ્રના પૂર્વ CM ઉદ્ધવ ઠાકરેને પણ આમંત્રણ મળ્યું નથી. આ અંગે BJPના નેતા ગિરીશ મહાજને કહ્યું કે, ઉદ્ધવ પ્રથમ વખતના MLC છે, તેથી તેમને આમંત્રણ આપવામાં આવ્યું નથી. આ આમંત્રણ પાર્ટીના વડાઓને મોકલવામાં આવ્યું છે.

અહીં તમને જણાવી દઈએ કે, શરદ પવાર ઘણી વખત પોતાને નાસ્તિક કહી ચુક્યા છે. આવી સ્થિતિમાં તેમણે કઈ ત્રણ બાબતોને પોતાની આસ્થાનું કેન્દ્ર ગણાવી છે તે મહત્વનું છે. તેણે સ્પષ્ટ કહ્યું કે હું બે-ત્રણ જગ્યાએ જ જાઉં છું, જ્યાં મને શ્રદ્ધા છે. પરંતુ હું આ વિશે જાહેરમાં કંઈ કહીશ નહીં. રામ મંદિરના ઉદ્ઘાટનમાં રાજકીય હસ્તીઓ ઉપરાંત ક્રિકેટરો અને ફિલ્મ સ્ટાર્સ પણ હાજર રહેશે. આ ઉપરાંત ત્રણ હજાર જેટલા સંતોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp