26th January selfie contest

CM કેજરીવાલ અંગે મહાઠગ સુકેશનો દાવો, CM હાઉસ માટે મેં મંગાવ્યું હતું ફર્નિચર

PC: opindia.com

મહાઠગ સુકેશ ચંદ્રશેખરે મંડોલી જેલમાંથી જ દિલ્હી એલજીને પત્ર લખ્યો છે. સુકેશ ચંદ્રશેખરે CM અરવિંદ કેજરીવાલના સરકારી આવાસમાં સજાવટના સામાનની ખરીદીની તપાસની માંગ કરી છે. સુકેશે દાવો કર્યો છે કે, CM કેજરીવાલે મોટી સંખ્યામાં મોંઘી વસ્તુઓ ખરીદી. આરોપ છે કે, CM હાઉસ માટે કેજરીવાલે રાલ્ફ લૉરેન, વિજનેયર જેવી કંપનીઓનો સામાન લાખો રૂપિયામાં ખરીદ્યો હતો. આ ઉપરાંત, કેજરીવાલ પર એક દક્ષિણ ભારતીય વ્યવસાયી પાસેથી ચાંદીનો ક્રોકરી સેટ 90 લાખ રૂપિયામાં ખરીદવાનો આરોપ છે. સુકેશે દાવો કર્યો કે, રિનોવેશન માટે CM અરવિંદ કેજરીવાલે પોતે સુકેશ પાસે મોંઘા ફર્નિચર અને બેડ ખરીદ્યા હતા જે હાલ તપાસના દાયરામાં છે.

સુકેશે કહ્યું, કેજરીવાલ અને સત્યેન્દ્ર જૈન દ્વારા વ્યક્તિગતરૂપે ફર્નિચરની પસંદગી એ તસવીરોના આધાર પર કરવામાં આવી હતી જે મેં કેજરીવાલ અને સત્યેન્દ્ર જૈનને વ્હોટ્સએપ અને ફેસ ટાઇમ ચેટ દ્વારા મોકલી હતી. લેટરમાં કહેવામાં આવ્યું, 15 પ્લેટ અને 20 ચાંદીના ગ્લાસ, કેટલીક મૂર્તિઓ અને ઘણી વાટકીઓ, ચાંદીની ચમચી, આધિકારીક આવાસ પર પહોંચાડવામાં આવ્યા. સુકેશે લેટરમાં લખીને આરોપ લગાવ્યો કે, CM કેજરીવાલને મેં જાતે ફર્નિચર પહોંચાડ્યું. જૈતૂનના લીલા રંગના ગોમેદ પથ્થરમાંથી બનેલું 12 સીટર ડાઇનિંગ, જેની કિંમત 45 લાખ હતી.

કેજરીવાલે પોતાના બેડરૂમ માટે અને બાળકોના બેડરૂમ માટે 34 લાખનું ડ્રેસિંગ ટેબલ ખરીદ્યું. આરોપ અનુસાર, કેજરીવાલે પોતાના ઘરમાં 18 લાખ રૂપિયાના 7 અરીસા ખરીદ્યા. આ ઉપરાંત, ગાલીચા, ચાદરો, તકિયા રાલ્ફ લોરેનમાંથી કુલ 30 ટુકડાં ખરીદ્યા જેની કિંમત ત્યારે 28 લાખ રૂપિયા હતી. સાથે જ 45 લાખ રૂપિયાની 3 દીવાલ ઘડિયાળો ખરીદી. સુકેશે કહ્યું કે, આ બધુ ફર્નિચર મેં મુંબઈ અને દિલ્હીથી બિલિંગ પર ખરીદ્યું હતું કારણ કે, તમામ ફર્નિચર ઇટલી અને ફ્રાન્સમાંથી મંગાવવામાં આવ્યું હતું. સુકેશે કહ્યું, તમામ ફર્નિચર ડાયરેક્ટ અરવિંદ કેજરીવાલના આધિકારીક આવાસ પર પહોંચાડવામાં આવ્યું અને મારા કર્મચારી ઋષભ શેટ્ટી દ્વારા આવાસમાં મુકાવવામાં આવ્યું.

ઉલ્લેખનીય છે કે, BJPએ દિલ્હી સરકાર પર કોવિડ મહામારી દરમિયાન અરવિંદ કેજરીવાલના આવાસના રીપેરિંગ પર 45 કરોડ રૂપિયા ખર્ચ કરવાનો આરોપ લાગ્યો છે. કેજરીવાલના આવાસના રિનોવેશન પર કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હોવાના સમાચારને ધ્યાનમાં રાખીને, દિલ્હી એલજીએ મુખ્ય સચિવ નરેશ કુમારને તમામ પ્રાસંગિક રેકોર્ડ સુરક્ષિત કરવા, રેકોર્ડની તપાસ કરવા અને એલજીના અવલોકન માટે 15 દિવસમાં એક રિપોર્ટ રજૂ કરવાના નિર્દેશ આપ્યા છે.

AAP સાંસદ રાઘવ ચઢ્ઢાએ ખંડન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આધિકારીક આવાસ અને વિમાન પર ખર્ચ કરવામાં આવેલી રકમને સૂચિબદ્ધ કરી અને કહ્યું કે, ચર્ચા દરેક પરિપેક્ષ્યમાં થવી જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp